વધુ પાણી પીવાથી થયુ આ મહિલાનુ મોત, શું છે Water Toxicity, તેનાથી કેવી રીતે બચશો
Water Toxicity: અમેરિકાના ઈન્ડિયાનામાં વીકએન્ડ ટ્રિપ પર ગયેલી 35 વર્ષીય બ્રિટિશ મહિલાનું વધુ પડતું પાણી પીવાથી મૃત્યુ થયું હતું. એશ્લે સમર્સ નામની આ મહિલાએ માત્ર 20 મિનિટમાં જ 2 લીટર પાણી પી લીધું.
એશ્લે સમર્સ તેના પતિ અને બાળકો સાથે જુલાઈના ચોથા સપ્તાહની ઉજવણી કરી રહી હતી. આકરા તડકામાં તેને ચક્કર આવવા લાગ્યા. આ પછી, તેણે શરીરને હાઇડ્રેટ કરવા માટે માત્ર 20 મિનિટની અંદર ચાર બોટલ પાણી પી લીધું. આ બોટલો 500 મિલીની હતી.

જોકે, એશ્લેનો આ અજાણતા લીધેલો નિર્ણય જીવલેણ સાબિત થયો. આટલી પુષ્કળ માત્રામાં પાણી પીધા બાદ તે ઘરે પરત આવતા જ ભાંગી પડી હતી. તેનું મગજ ગંભીર રીતે ફૂલી ગયું. સોજાને કારણે શરીરના ભાગોમાં લોહીનો પુરવઠો બંધ થઈ ગયો હતો. હૉસ્પિટલમાં લઈ જવા છતાં તેને બચાવી શકાઈ નહોતી.
ડૉકટરોએ તેના પરિવારને જણાવ્યું હતું કે તેનું મૃત્યુ વૉટર ટૉક્સિસિટીના કારણે થયું હતું. જો કે વૉટર ટૉક્સિસિટી સમસ્યા બહુ ઓછી જોવા મળે છે, પરંતુ જરૂરિયાત કરતાં વધુ પાણી પીવાથી આવી સમસ્યા થાય છે. આના કારણે શરીરમાં પોટેશિયમ, ક્લોરાઇડ અને સોડિયમના ઇલેક્ટ્રોલાઇટ્સ લોહીમાં ભળી જાય છે. તેના લક્ષણો છે ઉલટી, માથાનો દુખાવો, મૂંઝવણ, થાક, ઉબકા, હુમલા વગેરે.
પાણી એ સ્વાસ્થ્ય માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુઓમાંની એક છે. ઉનાળામાં તેની જરૂરિયાત વધે છે પરંતુ દરેક વસ્તુનો અતિરેક ખરાબ છે. ઘણી વખત લોકો સ્વસ્થ રહેવા માટે જરૂર કરતા વધારે પાણી પીવે છે. જો તમે જરૂર કરતા વધારે પાણી પીતા હોય તો શરીરમાં આ એકઠું પાણી થયેલુ વૉટર ટૉક્સિસિટી તરફ દોરી જાય છે.
આ સ્થિતિમાં, કિડની માટે મુશ્કેલી વધી જાય છે. ઓવરહાઈડ્રેશનને કારણે, લોહીમાં પાણીનું પ્રમાણ વધે છે, જે મગજના કાર્યોને પ્રતિકૂળ અસર કરી શકે છે અને સોડિયમના સ્તરમાં અચાનક ઘટાડો લાવી શકે છે. સોડિયમની ઉણપને હાયપોનેટ્રેમિયા કહેવાય છે.
સોડિયમની ઉણપથી શરીરમાં સોજો આવી શકે છે. પાણીના ઝેરના કિસ્સાઓ સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં જોવા મળે છે, કારણ કે લોકો ગરમીને કારણે ખૂબ તરસ અનુભવે છે. કેટલીકવાર તેઓ સમજી શકતા નથી કે તેમને કેટલું પાણી જોઈએ છે. આ જ કારણ છે કે વધારે પાણી પીવાથી પાણીની ઝેરી અસર થાય છે.
વૉટર ટૉક્સિસિટીના લક્ષણો
સોજો
વધારે પાણી પીવાથી તમારું શરીર ફૂલી શકે છે, આને ઓવરહાઈડ્રેશન કહેવામાં આવે છે. આ સ્થિતિમાં કોષોમાં પાણી જમા થવા લાગે છે અને શરીર પર સોજો આવવા લાગે છે.
પેટ ફૂલવું
વધારે પાણી પીવાથી પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે. તેની સાથે ઉલ્ટી, માથાનો દુખાવો જેવી ફરિયાદો પણ થઈ શકે છે.
હૃદય માટે જોખમ
વધુ પાણી પીવાથી લોહીમાં પાણીનું સ્તર વધી શકે છે. તે હૃદયના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે, જે હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે.
કિડની માટે હાનિકારક
Overhydrationની કિડની પર ખરાબ અસર પડે છે. વધુ પડતું પાણી કિડનીમાં હાજર આર્જિનિન વાસોપ્રેસિનના સ્તરને અસર કરે છે. તેની ઉણપથી કિડનીને નુકસાન થઈ શકે છે.
આ પણ છે લક્ષણ
વૉટર ટૉક્સિસિટીને કારણે ઉબકા, માથાનો દુખાવો, ઉલટી, સ્નાયુઓમાં ખેંચાણ, થાક, ડબલ વિઝન, હાઈ બ્લડ પ્રેશર, મૂંઝવણ અથવા શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. જો પરિસ્થિતિ ગંભીર બને છે, તો સેન્ટ્રલ નર્વસ ડિસફંક્શન, કોમા, લકવો, બ્રેઈન ડેમેજ જેવા લક્ષણો દેખાય છે. ક્યારેક આ સમસ્યા એટલી વધી જાય છે કે મૃત્યુ પણ થઈ શકે છે.
વૉટર ટૉક્સિસિટીથી કેવી રીતે બચશો?
વ્યક્તિએ દરરોજ 13 કપથી વધુ પાણી પીવાનું ટાળવું જોઈએ. જો પ્રતિ કલાકની વાત કરીએ તો, જો તમે કલાક દીઠ એક લિટર અથવા ઓછું પાણી પીશો તો પણ તમે ઓવરહાઈડ્રેશનથી બચી શકશો. ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર સ્પોર્ટ્સ ડ્રિંક્સ કસરત દરમિયાન ખાઈ શકાય છે કારણ કે તેનાથી સોડિયમ, પોટેશિયમ અને ગ્લુકોઝની ભરપાઈ થાય છે.
Indiana mom of two collapses and dies from drinking too much water https://t.co/Jf1FPOsezg pic.twitter.com/pQRk1UhYjn
— New York Post (@nypost) August 3, 2023
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
