બનારસને કેમ કહેવાય છે દુનિયાનું સૌથી જૂનુ શહેર? જાણો કેટલી સદીઓથી આ શહેર અસ્તિત્વમાં છે?
બનારસ એ ભારતીય સંસ્કૃતિનું મહત્વનું શહેર છે. બનારશ કલા અને સંસ્કૃતિ સાથે સાથે તેના સદીઓ જૂના અસ્તિત્વ માટે પણ જાણીતું છે.
ભારતમાં એવા ઘણા શહેરો છે જે હજારો વર્ષ જૂનો વારસો ધરાવે છે. આમાં એક શહેર કાશી એટલે કે બનારસ છે. બનારસ અને આજનું વારાણસી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના સૌથી જૂના શહેરોમાંનું એક છે.

બનારસને મોક્ષનું શહેર પણ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે વ્યક્તિ અહીં શરીર છોડીને મોક્ષ પ્રાપ્ત કરે છે. બનારસની ગણતરી વિશ્વના સૌથી પ્રાચીન શહેરોમાં થાય છે.
માન્યતા છે છે કે બનારસનો ઇતિહાસ લગભગ 3000 વર્ષ જૂનો છે, એટલે કે ઈસવીસન પુર્વે 11મી સદીની આસપાસનુ આ શહેર છે.. જો કે, કેટલાક વિદ્વાનો એવો પણ દાવો કરે છે કે ગંગાના કિનારે વસેલું આ શહેર 4000-5000 વર્ષ જૂનું છે.
વારાણસીને ભારતનું આધ્યાત્મિક શહેર કહેવામાં આવે છે. આ ઉપરાંત આ શહેરને સમગ્ર વિશ્વમાં બનારસ અને કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. હિંદુ ધર્મમાં આ શહેરનું ઘણું મહત્વ છે અને ખૂબ જ પવિત્ર સ્થળ માનવામાં આવે છે. અહીં હાજર ગંગા અને ભગવાન શિવના કારણે આ શહેરનું પોતાનું આધ્યાત્મિક મહત્વ છે.
આ શહેરનું નામ વારાણસી અહીંની બે સ્થાનિક નદીઓ વરુણા નદી અને અસી નદી પરથી પડ્યું છે. આ બે નદીઓ વરુણા અને અસી ઉત્તર અને દક્ષિણ તરફથી આવે છે અને ગંગા નદીમાં જોડાય છે. આ ઉપરાંત આ શહેરના નામ વિશે એવું પણ કહેવાય છે કે પ્રાચીન સમયમાં વરુણા નદીને વારાણસી કહેવામાં આવતું હશે, જેના કારણે આ શહેરને વારાણસી કહેવામાં આવ્યું. આ ઉપરાંત આ શહેરને બનારસ, કાશી, ભોલેનાથ શહેર વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ અને પૌરાણિક કથાઓ અનુસાર, વારાણસી શહેરની ઉત્પત્તિ કે સ્થાપના લગભગ 5000 વર્ષ પહેલાં ભગવાન શિવ દ્વારા કરવામાં આવી હતી. આ સિવાય ભગવાન શિવ સ્વયં અહીં કાશી વિશ્વનાથના રૂપમાં વિરાજમાન છે, જે 12 જ્યોતિર્લિંગમાંથી એક છે.
આ જ કારણ છે કે આજે પણ બનારસ હિન્દુઓનું મુખ્ય તીર્થસ્થાન છે. સ્કંદ પુરાણ, રામાયણ, મહાભારત, સૌથી પ્રાચીન વેદ, ઋગ્વેદ સહિત ઘણા હિંદુ ગ્રંથોમાં આ શહેરનો ઉલ્લેખ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
