જીત બાદ નેતાઓ કેમ દેખાડે બે આંગળી? જાણો ક્યારે આ વિક્ટ્રી સાઈનની શરૂઆત થઈ?
તમે ઘણા નેતાઓને ચૂંટણીમાં જીત્યા બાદ બે આંગળીઓ લહેરાવતા જોયા હશે. જો કે તમે એ નહીં જાણતા હોય કે આવુ કરવાની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ?
આજે અમે તમને જણાવીશું કે આ વિક્ર્ટી સાઈનની ઉત્પત્તિ કેવી રીતે અને ક્યાંથી થઈ અને શા માટે બે આંગળીઓ બતાવવાનો અર્થ વિજય થાય છે.

સવાલ એ છે કે ભારત સહિત વિશ્વભરના નેતાઓ, ખેલાડીઓ, અભિનેતાઓ અને સામાન્ય લોકો દ્વારા હંમેશા ઉપયોગમાં લેવાતી આ વિક્ટ્રી સાઈનની શરૂઆત ક્યાંથી થઈ?
માહિતી અનુસાર, વિજય ચિહ્ન માટે V પ્રતીકનો ઉપયોગ ઘણીવાર પૂર્વ બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ સાથે સંકળાયેલો છે. જો કે આ પ્રતીક વાસ્તવમાં પ્રથમ વખત બેલ્જિયમમાં દેખાયું હતું. તેનો ઉપયોગ ટેનિસ સ્ટાર વિક્ટર ડી લાવેલે કર્યો હતો.
940 માં, વિક્ટર ડી લાવેલેને લંડનમાં રેડિયો બેલ્જિયમના સત્તાવાર પ્રસ્તુતકર્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના પ્રસારણ દરમિયાન તેઓ સ્વતંત્ર બેલ્જિયમનું પ્રતીક બની ગયા. એક વર્ષ પછી તેમણે તમામ બેલ્જિયનોને રેલીંગ સિગ્નલ તરીકે અક્ષર V અપનાવવા કહ્યું. V એ ફ્રેંચમાં વિક્ટોયર (વિજય) અને ફ્લેમિશમાં વ્રિજીડ (સ્વતંત્રતા) નો પહેલો અક્ષર છે.
વિક્ટરની અપીલ પછી જાન્યુઆરી 1941માં આ પ્રતીકનો વ્યાપકપણે ઉપયોગ થયો. બેલ્જિયમ, નેધરલેન્ડ અને ઉત્તરી ફ્રાન્સના રહેવાસીઓએ પણ નાઝીઓના વિરોધમાં તેને ઇમારતો પર સ્થાપિત કર્યું.
બ્રિટિશ યુદ્ધ સમયના નેતા વિન્સ્ટન ચર્ચિલે આ પ્રતીકની સફળતા જોઈ અને ટેલિવિઝન પ્રવચન દરમિયાન તેનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. આ પછી તેણે સમગ્ર યુદ્ધ દરમિયાન તેનો ઉપયોગ કર્યો. પાછળથી આ Vનો સમગ્ર વિશ્વમાં વિજય તરીકે ઉપયોગ થવા લાગ્યો.
જણાવી દઈએ કે V નો ઉપયોગ ફેશન માટે નહી પરંતુ પોતાની જીત દર્શાવવા માટે થાય છે. લોકસભા ચૂંટણી બાદ અલગ-અલગ પાર્ટીઓના નેતાઓએ પણ V સાઈન સાથે પોતાના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
