શું હોય છે જિનેટીક ક્લોક? જાણો કેવી રીતે સિગરેટ તેનાથી જ તમારી ઉમર ઘટાડે છે?
તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે પહેલાના લોકો 100 વર્ષોથી પણ વધારે જીવતા. જ્યારે હવે લોકો માંડ 60-70 વર્ષ જીવે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આમ થવા પાછળનું કારણ માણસની જિનેટીક ક્લોક છે.
આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે માણસે તેની લાઈફ સ્ટાઈલ સાથે ઘણી છેડછાડ કરી છે. જીવનશૈલી પહેલા કરતા ઘણી ખરાબ થઈ ગઈ છે. સિગારેટ પીનારા લોકોનું જીવન ટૂંકું થઈ રહ્યું છે અને આ રિસર્ચમાં સાબિત થયુ છે. સિગારેટના કારણે જિનેટિક ક્લોક માણસની ઉમર ઘટાડી રહી છે.

જિનેટીક કલોક ઘડિયાળ જીવની ઉંમરને અસર કરે છે. જો તે સારી રીતે ચાલી રહી છે તો તમારી ઉંમર મુજબ વધશે એટલે કે તમે મોડા વૃદ્ધ થશો. જો તે ઝડપથી વધશે તો તમારી ઉંમર પણ ઝડપથી વધવા લાગશે. આનો અર્થ એ છે કે તમારી ઉંમર ઓછી હશે પરંતુ તમારા શરીર પર તેની અસર વધુ દેખાશે. સિગારેટ આને અસર કરે છે.
હાંગઝોઉ નોર્મલ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ક્લિનિકલ મેડિસિનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સિયુ ડાઈએ યુરોપિયન રેસ્પિરેટરી સોસાયટી ઈન્ટરનેશનલ કોંગ્રેસમાં એક રિસર્ચ રજૂ કર્યું છે. આ રિસર્ચ અહેવાલ સ્પષ્ટપણે સાબિત કરી રહ્યો હતો કે સિગારેટ લ્યુકોસાઇટ ટેલોમેરેસની લંબાઈને કેવી રીતે અસર કરે છે.
જણાવી દઈએ કે, લ્યુકોસાઈટ ટેલોમેર આપણી વૃદ્ધત્વ પ્રક્રિયાને પ્રતિબિંબિત કરે છે, જ્યારે સિગારેટ પીવાને કારણે તેની લંબાઈ ઘટી જાય છે ત્યારે વૃદ્ધત્વની અસર આપણા શરીર પર વધુ જોવા મળે છે.
વૈજ્ઞાનિકોએ 472174 લોકો પર આ સંશોધન કર્યું. વૈજ્ઞાનિકોએ યુકે બાયોબેંકના આરોગ્ય અને આનુવંશિક ડેટાનું વિશ્લેષણ કર્યું અને પછી સિગારેટ આપણી જિનેટીક કેવી રીતે અસર કરે છે તેના નિષ્કર્ષ પર આવ્યા. વૈજ્ઞાનિકોને આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો ધૂમ્રપાન કરે છે તેમના લ્યુકોસાઈટ ટેલોમેરેસની લંબાઈ ધૂમ્રપાન ન કરતા લોકો કરતા ઓછી વધે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
