ખાલિસ્તાન એટલે શું? જાણો ક્યાંથી અને કેવી રીતે શરૂ થઈ પુરી બબાલ?
આ દિવસોમાં ખાલિસ્તાનને કારણે ભારત અને કેનેડાના સંબંધોમાં મોટી તકરાર જોવા મળી રહી છે. એક તરફ ભારત કેનેડા પર ખાલિસ્તાનને સપોર્ટ કરવાનો આરોપ લગાવી રહ્યું છે તો બીજી તરફ કેનેડા ભારત પર તેના નાગરીકની હત્યાનો આરોપ લગાવી રહ્યું છે.
આ સ્થિતીમાં એ જાણવુ જરૂરી છે કે આખરે આ ખાલિસ્તાન છે શું છે અને તેનો મતલબ શું થાય? આ પુરી બબાલ ત્યાંથી શરૂ થઈ અને કેવી રીતે હજુ પણ ચાલી રહી છે?

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સીઓનો હાથ હોઈ શકે છે. આ પછી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે.
આ દરમિયાન ખાલિસ્તાન પ્રત્યે લોકોની રુચિ પણ વધી છે અને આ ચળવળ શું છે અને કેવી રીતે શરૂ થયું તે જાણવા માટે ગુગલની મદદ લઈ રહ્યા છે. આ સ્થિતીમાં આજે ખાલિસ્તાન સાથેના તમામ સવાલોના જવાબ અમે તમને આપીશુ.
ભારતમાં ખાલિસ્તાનના મૂળિયા ઉખડી ગયા છે ત્યારે હવે વિદેશમાં બેઠેલા કેટલાક લોકો તેની આડમાં અનેક પ્રકારની હિલચાલ કરી રહ્યા છે. તે સતત ભારત વિરુદ્ધ નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છે. ખાલિસ્તાન વાસ્તવમાં ભારતથી અલગ દેશ બનાવવાની માંગ છે. પંજાબને ભારતથી અલગ કરવાની ચળવળને ખાલિસ્તાન ચળવળ નામ આપવામાં આવ્યું છે.
ખાલિસ્તાન અરબી શબ્દ ખાલિસ પરથી ઉતરી આવ્યો છે. ખાલિસ્તાન એટલે ખાલસાની જમીન. એટલે કે જ્યાં માત્ર શીખો રહે. આ શબ્દનો પ્રથમ વખત ઉપયોગ 1940માં કરવામાં આવ્યો હતો. ડૉ. વીર સિંહ ભાટીએ લાહોર ઘોષણાના જવાબમાં એક પત્રિકા પ્રકાશિત કરી હતી.
એવું નથી કે અલગ દેશ બનાવવાની માંગ પહેલા નથી ઉઠી. પરંતુ શીખો માટે અલગ દેશની માંગ 1929 થી ઉઠી રહી હતી. કોંગ્રેસના અધિવેશનમાં માસ્ટર તારા સિંહે આ માંગ ઉઠાવી હતી.
પછી 70ના દાયકામાં ચરણ સિંહ પંક્ષી અને ડૉ. જગદિત સિંહ ચૌહાણના નેતૃત્વમાં ખાલિસ્તાનની માંગે ઉગ્ર સ્વરૂપ પકડ્યુ. 1980માં આ માટે ખાલિસ્તાન નેશનલ કાઉન્સિલની રચના કરવામાં આવી. આ પછી પંજાબના કેટલાક યુવાનોએ દલ ખાલસા નામનું સંગઠન બનાવ્યું અને ભિંડરાવાલે પણ આ આંદોલનમાંથી ચહેરો બન્યો.
આતંકવાદીઓને ખતમ કરવા માટે 1984માં અમૃતસરના સુવર્ણ મંદિરમાં ઓપરેશન બ્લુ સ્ટાર હાથ ધરવામાં આવ્યું હતું. આ પછી ભારતમાંથી ખાલિસ્તાની ચળવળના મૂળ ઉખડતા ગયા. હવે પંજાબમાં તેનો કોઈ જનાધાર નથી ત્યારે અમેરિકા, કેનેડા અને બ્રિટન સહિત ઘણા દેશોમાં ખાલિસ્તાન સમર્થકો ભારતનો વિરોધ કરતા રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
