જાણો 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ઝંડા ફરકાવવામાં શું ફરક હોય?
સંવિધાન મુજબ દેશમાં કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે, ગમે ત્યાં રાષ્ટ્રીય ધ્વજ કોઈપણ દબાણ વિના ફરકાવી શકે છે પરંતુ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ત્રિરંગો ફરકાવવામાં કેટલોક ફરક હોય છે.
નવી દિલ્હીઃ હાલ આખું ભારત જશ્ન-એ-આઝાદીની તૈયારીમાં લાગ્યું છે, કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી 15 ઓગસ્ટના દિવસને શાનદાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે, દેશના રાષ્ટ્રીય પર્વ પર તિરંગો ફરકાવવાનો રિવાજ છે અને સંવિધાન મુજબ દેશમાં કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે, ગમે ત્યાં રાષ્ટ્રીય ધ્વજ કોઈપણ દબાણ વિના ફરકાવી શકે છે પરંતુ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ત્રિરંગો ફરકાવવામાં કેટલોક ફરક હોય છે.

સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ પર ઝંડો ફરકાવવામાં શું તફાવત હોય
15 ઓગસ્ટના દિવસે રાષ્ટ્રીય ધ્વજને નીચેથી રસ્સી દ્વારા ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે પછી ત્રિરંગો ખોલીને ફરકાવવામા આવે છે, જેને 'ધ્વજારોહણ' કહેવાય છે, જેના માટે અંગ્રેજીમાં Flag Hoisting શબ્દ વાપરવામાં આવે છે, જ્યારે 26 જાન્યુઆરીએ એટલે કે ગણતંત્ર દિવસના અવસર પર ઝંડો ઉપરથી જ બાંધેલો હે છે, જેને ખોલીને ફરકાવવામાં આવે છે, જેને ઝંડો ફરકાવવો કહીએ છીએ, જેના માટે અંગ્રેજીમાં Flag Unfurling શબ્દ વપરાય છે.

સ્વતંત્રતા દિવસ પર પીએમ કરે છે ધ્વજારોહણ
સ્વતંત્રતા દિવસ(15 ઓગસ્ટ)ના દિવસે મુખ્ય કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સામેલ થાય છે, તેઓ લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરે છે. જ્યારે ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી)ના દિવસે રાષ્ટ્રપતિ મુખ્ય કાર્યક્રમમાં સામેલ થાય છે, 26 જાન્યુઆરીને જો કે દેશમાં સંવિધાન લાગૂ થવાના ઉપલક્ષ્યમાં મનાવવામાં આવે છે, આ દિવસે સંવૈધાનિક પ્રમુખ રાષ્ટ્રપતિ ઝંડો ફરકાવે છે, જ્યારે પ્રધાનમંત્રી દેશના રાજનૈતિક પ્રમુખ હોય છે.

બધા જ કાર્યક્રમ લાલ કિલ્લાથી
સ્વતંત્રતા દિવસના દિવસે પ્રધાનમંત્રી લાલ કિલ્લેથી જ દેશને સંબોધિત કરે છે. જ્યારે ગણતંત્ર દિવસના દિવસે મુખ્ય કાર્યક્રમ રાજપથ પર થાય છે. આ દિવસે રાષ્ટ્રપતિ રાજપથ પર ઝંડો ફરકાવે છે. ગણતંત્ર દિવસ પર રાજપથ પર વિવિધ પ્રદેશના ઝાંકિઓ નિકળે છે, જે ગણતંત્ર દિવસનું મુખ્ય આકર્ષણ હોય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
