શું હોય છે ઈસ્લામિક બેંક? જાણો કેવી રીતે કામ કરે છે અને શું હોય છે નિયમ?
દુનિયાભરમાં રૂપિયાની લેતી-દેતી માટે વિવિધ બેંકો કામ કરે છે. આ તમામ બેંકોની કામગીરી વચ્ચે ઈસ્લામિક બેંકની ચર્ચા થાય છે. જો કે આ બેંક થોડી અલગ છે.
આજે અમે તમને એવી એક બેંક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે શરિયા કાયદાના સિદ્ધાંતો પર ચાલે છે. ઇસ્લામિક બેંક સંપૂર્ણપણે શરિયા કાયદા અનુસાર કામ કરે છે.

ભારતમાં ભારતીય રિઝર્વ બેંકે શરિયા કાયદાના સિદ્ધાંતો પર આધારિત ઇસ્લામિક બેંકિંગ સિસ્ટમ શરૂ કરવાના પ્રસ્તાવને ટુકરાવ્યો છે. પોતાના નિર્ણય પર તર્ક આપતા RBIએ કહ્યું હતું કે, તમામ લોકો સમક્ષ બેંકિંગ અને નાણાકીય સેવાઓ માટે સમાન તકને ધ્યાનમાં લીધા બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઇસ્લામિક કાયદા એટલે કે શરિયાના સિદ્ધાંતો પર કામ કરતી બેંકિંગ સિસ્ટમને ઇસ્લામિક બેંકિંગ કહેવામાં આવે છે. આ બેંકોની વિશેષતા એ છે કે તેમાં કોઈપણ પ્રકારનું વ્યાજ લેવામાં કે આપવામાં આવતું નથી.
આ બેંક દ્વારા જે નફો થાય છે તે તેના ખાતાધારકોમાં વહેંચવામાં આવે છે. મળતી માહિતી મુજબ, આ બેંકોના પૈસા બિન-ઈસ્લામિક હેતુઓ માટે રોકાણ કરી શકાતા નથી. માહિતી અનુસાર, વિશ્વના 75 દેશોમાં 350 ઈસ્લામિક નાણાકીય સંસ્થાઓ કાર્યરત છે.
ઇસ્લામિક બેંકિંગમાં ગ્રાહક તેના પૈસા ચોક્કસ ખાતામાં જમા કરાવે છે અને બેંક ગ્રાહકના પૈસા પરત કરવાની ખાતરી આપે છે. પરંતુ બચત ખાતા પર કોઈ વ્યાજ આપવામાં આવતું નથી. જ્યારે બેંક ગ્રાહકોને માંગના આધારે પૈસા ઉપાડવાની છૂટ છે.
વિશ્વની પ્રથમ ઇસ્લામિક બેંકની સ્થાપના 1983માં મલેશિયામાં કરવામાં આવી હતી. ઇસ્લામિક બેંકિંગ યોજના હેઠળ, વ્યાપારી, વેપારી બેંકો અને નાણાકીય કંપનીઓએ 1993 માં ઇસ્લામિક બેંકિંગ ઉત્પાદનો અને સેવાઓ ઓફર કરવાનું શરૂ કર્યું.
જણાવી દઈએ કે, આજે વૈશ્વિક સ્તરે ઈસ્લામિક ફાઈનાન્સ ઈન્ડસ્ટ્રીનું કદ વધીને 1.6 ટ્રિલિયન ડોલરથી વધુ થઈ ગયું છે.
ઇસ્લામિક બેંકિંગમાં કોઇપણ પ્રકારના વળતર કે નફાની અપેક્ષા રાખ્યા વિના જરૂરિયાતમંદ વ્યક્તિને લોન આપવામાં આવે છે. આ પરિસ્થિતિમાં ઉધાર લેનારાએ માત્ર મૂળ રકમની જ ચુકવણી કરવાની હોય છે, જો કે જો ઉધાર લેનાર ઈચ્છે તો તે સ્વેચ્છાએ બેંકને કેટલાક વધારાના નાણાં પરત કરી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
