રેતી, બરફ અને પાણીમાં દોડતી કાર
અત્યારસુધી આપણે રસ્તા પર હવા સાથે વાતો કરતી એકથી એક ચઢિયાતી અદભૂત કારો જોઇ છે. આ ઉપરાંત બરફના રસ્તાઓ અને રેતીમાં ચાલતી એસયુવી કારને પણ જોઇ હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઇ એવી કાર હોય જે પાણી, બરફ અને રેતી ત્રણેયમાં દોડે. હા બની શકે છે કે, તમને આ એક સ્વપ્ન સમાન લાગતું હશે, પરંતુ આ કલ્પનાને હકિકતમાં બદલ્યું છે ચીનના એક મેઘાવી એન્જિનિયરિંગ છાત્ર યૂહાન ઝાંગે.
યહાંન ઝાંગે વિશ્વભરમાં એકથીએક ચઢિયાતા શાનદાર વાહન રજૂ કરનારી જર્મનીની ટોચની વાહન નિર્માતા કંપની ફોક્સવેગન સાથે મળીને આ કરિશ્માને અંજામ આપ્યો છે. તેમણે એક એવી કારનું નિર્માણ કર્યું છે, જે પાણી, બરફ અને રેતી ત્રણેય જગ્યા પર ચાલવા સક્ષમ છે. ચાલો તસવીરોમાં જાણીએ આ શાનદાર કાર અંગે.

ફોક્સવેગન એક્વા કન્સેપ્ટ
આ કાર પાણી પર અને પાણી અંદર, રેતી પર અને બરફના માર્ગો પર આસાનીથી દોડી શકે છે. આ કારને યૂહાનના નામી ગિરામી વાહન નિર્માતા કંપની ફોક્સવેગનના સહયોગથી તૈયાર કરવામાં આવી છે.

ફોક્સવેગન એક્વા કન્સેપ્ટ
આ કારને ફોક્સવેગન એક્વા નામ આપવામાં આવ્યું છે. 21 વર્ષીય યૂહાને આ કારના નિર્માણ માટે ઘણી મહેનત કરી અને કારને ડિઝાઇન કરી. આ કાર એક હોવરક્રાફ્ટની જેમ કામ કરે છે. આ કારને યૂહાનના એક જર્મન કાર નિર્માતા કંપની દ્વારા આયોજિત એક પ્રતિયોગિતામાં પ્રથમવાર પ્રદર્શિત કર્યા હતા.

ફોક્સવેગન એક્વા કન્સેપ્ટ
આ કારમાં બે મોટા પંખા, એર બૈગ, જે જમીન, પાણી, રેતી અને બરફ પર આસાનીથી ચાલી શકે છે તેવો પ્રયોગ કરવામાં આવ્યો છે. કારમાં એક મોટો કાચ લગાવાયેલો છે જે કારને હવાઇ જહાજ જેવો લૂક આપે છે.

ફોક્સવેગન એક્વા કન્સેપ્ટ
આ કારમાં કાર્બનના ઉત્સર્જન ના બરાબર છે. આ કારણે કાર પ્રદુષણ મુક્ત પણ છે. આ કારને ચલાવવા માટે હાઇડ્રોજન ગેસનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ કારની સામે લાગેલા વિન્ડસ્ક્રીનથી સામે આવી રહેલી કોઇપણ વસ્તુ કે વાહનને સહેલાયથી જોઇ શકાય છે.

ફોક્સવેગન એક્વા કન્સેપ્ટ
કારમાં બે શક્તિશાળી મોટર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે કારને 100 કિમી પ્રતિ કલાકની શાનદાર સ્પીડ આપે છે, સાથે જ કારમાં આગેલા એર બેગમાં હવા ભરીને તેની સ્પીડ વધારી શકાય છે.

ફોક્સવેગન એક્વા કન્સેપ્ટ
હાલ આ એક કન્સેપ્ટ કાર તરીકે તૈયાર કરવામાં આવી છે, પરંતુ યૂહાનનું માનવું છે કે ટૂંક સમયમાં આ કાર સામાન્ય માણસો માટે તૈયાર કરવામાં આવશે. ચીનની સિનહૂઆ યુનિવર્સિટીના એન્જિનિયરિંગના છાત્ર યૂહાન ઝાંગનું કહેવું છે કે આ કાર તેમની ડ્રીમ કાર છે.

ફોક્સવેગન એક્વા કન્સેપ્ટ
યૂહાન આ કારને વહેલાસર સામાન્ય લોકો સુધી પહોંચાડવા માંગે છે, ભવિષ્યમાં આ કાર ટ્રાન્સપોર્ટનો એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.



-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
