Viral Video:તરસ્યા કોબરાને જ્યારે પોલીસે ધરી પાણીની બોટલ..
આ ઘટના 24 માર્ચની છે. એક પોલીસ કર્મચારીએ પાણીની બોટલ સાપના મોઢા આગળ મુકતાં સાપે ચૂપ-ચાપ એમાંથી પાણી પીધું હતું. આ સાપ 12 ફૂટ લાંબો કોબરા હતો.
કાળઝાળ ગરમીમાં શેકાતા કર્ણાટક માં એક કિંગ કોબરા સાપને પોલીસ કર્મચારી બોટલથી પાણી પીવડાવતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. કર્ણાટકના ગામમાં પેઠેલા એક ખતરનાક સાપને રેસ્ક્યૂ ટીમે ઝડપ્યો હતો અને ત્યાર બાદ તેને બોટલથી પાણી પીવડાવ્યું હતું. આ વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

આ ઘટના 24 માર્ચની છે. સાપને ઝડપ્યા બાદ એક પોલીસ કર્મચારીએ પાણીની બોટલ સાપના મોઢા પાસે લઇ જતાં સાપે કોઇ હલન-ચલન વિના શાંતિથી પાણી પીધું હતું. સાપ જો અચાનક હુમલો કરે તો પોતાના બચાવ માટે પોલીસે હાથમાં લાકડી પણ રાખી હતી, પરંતુ તરસ્યા થયેલા સાપે કોઇ વિરોધ વગર પાણી પીધુ હતું. અન્ય એક વ્યક્તિએ પણ સાપને પાછળથી પકડી રાખ્યો હતો.
12 ફૂટ લાંબો કોબરા
આ કોબરા સાપ 12 ફૂટ લાંબો હતો. કર્ણાટકના કાઇગાના એક ગામમાંથી આ સાપ મળી આવ્યો હતો. વનવિભાગના અધિકારીઓ અનુસાર, દુષ્કાળ ને કારણે આવા વનેચરોને સૌથી વધુ હેરાનગતિ ભોગવવી પડે છે. રેસ્ક્યૂ ટીમને જ્યારે આ સાપ મળ્યો, ત્યારે સૌ પ્રથમ તેમણે સાપનો પાણી પીવડાવ્યું હતું.
કોબરા સાપને પાણી પીવડાવતા પોલીસ કર્મચારીનો વીડિયો જુઓ અહીં..
#WATCH: Drought-hit villagers in Karnataka's Kaiga made King Cobra drink water from a bottle (March 24th) pic.twitter.com/SVEvg4GUKD
— ANI (@ANI_news) March 30, 2017
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
