ટેસ્ટી વેજીટેબલ 65 રેસિપી: ચાઇનીઝ સ્ટાર્ટર
વેજીટેબલ 65 એક ચાઇનીઝ સ્ટાર્ટર રેસિપી છે, જો કે શાકભાજીઓ અને સોયા સૉસને ભેળવીને બનાવવામાં આવે છે. આ ભારતીય શાકભાજી અને ચાઇનીસ સૉસનો એક મોટું ટેસ્ટી કોમ્બિનિકેશન છે. તેને બનાવવા માટે પહેલાં ક્રિસ્પી અને કંચી વેજીટેબલ બૉલ્સને સૉસની ગ્રેવીમાં ડુબાડવામાં આવે છે, ત્યારે આ ટેસ્ટી સ્ટાર્ટર તૈયાર થાય છે.
તેનું નામ 65 એટલા માટે પડ્યું કારણ કે આ શાકભાજીઓને 65 પ્રકારની રીતથી બનાવવામાં આવે છે. પરંતુ આજે અમે તેને અલગ ટ્વિસ્ટ આપીને બનાવી છે. તમારી આખી ફેમિલી તેને ખાધા પછી તેનો સ્વાદ જીંદગીભર ભૂલશે નહી. તો ચાલો જાણીએ આ વેજીટેબલ 65 રેસિપી કેવી રીતે બનશે.

કેટલા લોકો માટે
તૈયારીનો સમય: 10 મિનિટ
પકવવાનો સમય: 10 મિનિટ
સામગ્રી
1 કપ ફ્લાવર
1 કપ કોબીજ
1/2 મધ્યમ શિમલા મિર્ચ
1/2 ગાજર
2 બાફેલા બટાકા
1 ડુંગળી, સમારેલી
1/2 ચમચી ગાજર, છીણેલું
1 ચમચી કોબીજ, છીણેલું
1 ચમચી આદું, સમારેલું
1 ચમચી લસણ
2 લીલાં મરચાં
1/2 ચમચી વિનેગર
1/2 ચમચી સફેદ મરચાંનો પાવડર
2 ચમચે મેંદો
1 ચમચી મકાઇનો લોટ
1/10 ચમચી લાલ અને નારંગી રંગનો ફૂડ કલર
ગાર્નિશિંગ માટે પત્તાવાળી લીલી ડુંગળી
સ્વાદ અનુસાર મીઠું અને તળવા માટે તેલ
રીત
1- બાફેલા બટકાને મસળીને સાઇડમાં મુકી દો. એક કપમાં મકાઇનો લોટ મિક્સ કરો અને સાઇડમાં મુકી દો. શિમલા મિર્ચ, કોબીજ, ફ્લાવર અને ગાજરને ચૉપ કરી લો પચી તેમાં મીઠું અને મરીનો પાવડર મિક્સ કરી દો.
2- મસળેલા બટાકાને આ શાકભાજીની સાથે મિક્સ કરી દો અને અંડાકાર શેપ આપીને બૉલ બનાવી દો.
3- હવે એક કઢાઇને ગેસ પર મુકો અને તેમાં તેલ ગરમ કરો.
4- એક વાટકીમાં મેંદો લો અને તેમાં ધીરે ધીરે પાણી મિક્સ કરો. ગારને પતળો થવા ન દો.
5- હવે આ મિશ્રણમાં વેજીટેબલ બોલ્સને ડુબાડો અને ગરમ તેલવાળી કઢાઇમાં બદામી થાય ત્યાં સુધી તળો.
6- એક બીજી કઢાઇમાં 1 ચમચી તેલ ગરમ કરો, તેમાં જીરું નાખો.
7- થોડીવાર પછી તેમાં કાપેલી ડુંગળી નાખીને ગુલાબી કરો.
8- ત્યારબાદ તેમાં સમારેલું આદુ, લસણ અને લીલાં મરચાં નાખો. સાથે જ સ્લાઇસ કરેલ શિમલા મિર્ચ, ગાજર અને કોબીજ નાખો.
9- તાપ વધારો અને તેમાં તેને સામાન્ય શેકો. પછી તેમાં કોર્ન સ્ટાર્ચનો ગાર નાખો.
10- જેવો જ તેમાં ઉફાળો આવવા લાગે, ત્યારે તેમાં ફ્રાઇ બોલ્સ, મીઠું અને સૉસ નાખો. તેમાં થોડું પાણી અને ફૂડક કલર મિક્સ કરો.
11- હવે લીલી પત્તાવાળી ડુંગળી નાખીને તેને જલદી મિક્સ કરો અને 2 મિનિટ સુધી શેક્યા બાદ તેને ગરમ-ગરમ સર્વ કરો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
