US Election 2024 : નવેમ્બરના પહેલા મંગળવારે જ કેમ થાય છે અમેરિકી પ્રેસિડેન્ટની ચૂંટણી? વર્ષો જૂનુ છે કારણ
US Election 2024 Voting : અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયુ છે અને લોકો મત આપવા માટે પહોંચી રહ્યાં છે.
તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકન પ્રેસિડેન્ટ ચૂંટણી નવેમ્બર મહિનાના પહેલા મંગળવારે જ યોજાય છે. આની પાછળ ઘણા ખાસ કારણો છે.

દર ચાર વર્ષે યોજાતી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી આ વખતે પણ નવેમ્બરના પહેલા સોમવાર બાદ મંગળવારે યોજાઈ છે. આ પરંપરા 1800 ના દાયકાના મધ્યભાગથી ચાલી આવી રહી છે.
આ પરંપરા પાછળ ઘણા ઐતિહાસિક કારણો છે. તે સમયે કૃષિ આધારિત અમેરિકન સમાજની જરૂરિયાતોએ ચૂંટણીની તારીખ અને દિવસ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
જણાવી દઈએ કે, 1845 પહેલાં અમેરિકામાં રાષ્ટ્રીય ચૂંટણીની તારીખ એક નહોતી. અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ તારીખે ચૂંટણીઓ યોજાતી હતી. 1844માં ચૂંટણી નવેમ્બરની શરૂઆતથી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. આનાથી કેટલાક લોકોનું માનવું હતું કે અલગ-અલગ તારીખે ચૂંટણી યોજવાથી પરિણામો પર અસર થઈ શકે છે.
આ મૂંઝવણ સમાપ્ત કરવા 1845 માં અમેરિકન કોંગ્રેસે એક અધિનિયમ પસાર કર્યો, જેણે નક્કી કર્યું કે સમગ્ર દેશમાં એક જ દિવસે રાષ્ટ્રપતિની ચૂંટણીઓ યોજવામાં આવશે.
આ કાયદા હેઠળ નવેમ્બરના પ્રથમ સોમવાર પછીનો આગામી મંગળવાર ચૂંટણી માટે નક્કી કરવામાં આવ્યો. અમેરિકન સંસદને કોંગ્રેસ કહેવામાં આવે છે.
અહેવાલો અનુસાર, યુએસ કોંગ્રેસે નવેમ્બરમાં એક મહત્વપૂર્ણ કારણસર ચૂંટણી યોજી હતી. 1800 ના દાયકામાં અમેરિકામાં મોટાભાગના લોકો ખેડૂતો હતા અને નવેમ્બર લણણીની મોસમના અંત અને શિયાળાની શરૂઆત વચ્ચેનો સમય હતો. આ સમયે ખેડૂતો પ્રમાણમાં ઓછા વ્યસ્ત હતા, જેથી તેઓ મતદાન માટે સમય કાઢી શકે.
આ સિવાય દિવસ પણ બહુ વિચારીને નક્કી કરાયો છે. રવિવાર ખ્રિસ્તીઓ માટે ચર્ચમાં જવાનો દિવસ હતો, તેથી રવિવારને મતદાન માટેનો દિવસ બનાવવો યોગ્ય ન હતો.
બુધવારે માર્કેટ ડે હતો અને ખેડૂતો તેમની ઉપજ વેચવા ગયા હોય. આથી સોમવાર કે ગુરુવારે ચૂંટણી યોજવાનો વિચાર કરાયો.
સોમવારે પ્રવાસ કરવો અને મંગળવારે મતદાન કરવું ખેડૂતો માટે વધુ અનુકૂળ હતું. મંગળવાર સૌથી યોગ્ય દિવસ માનવામાં આવ્યો. આ દિવસે ખેડૂતો તેમના કામથી મુક્ત હતા અને સરળતાથી મતદાન મથક પર જઈ શકતા હતા.
જણાવી દઈએ કે, નવેમ્બરના પ્રથમ સોમવાર પછીનો મંગળવાર અમેરિકન ચૂંટણી પ્રણાલીનો મહત્વનો ભાગ છે. આ દિવસની પસંદગી મુખ્યત્વે અમેરિકાના પ્રારંભિક કૃષિ સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. જો કે સમાજ હવે બદલાઈ ગયો પરંતુ પરંપરા આજે પણ ચાલુ છે અને તેને અમેરિકન ઈતિહાસનો એક ભાગ ગણવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
