ચોરી ને સ્મગ્લિંગ માટે ઉપયોગમાં લેવાયેલી ટનલ્સ
ક્રાઇમ કરવા માટે વિશ્વભરમાં જાણે કે એક આખી બુદ્ધીજીવીઓની ફોજ હોય તેવા કિસ્સાઓ આપણને અવાર-નવાર સમાચાર પત્રોમાં અથવા ટીવીમાં વાંચવા અને સાંભળવા મળે છે. જેમાં માન્યામાં ના આવે તે રીતે ક્રીમિનલ પોતાના ક્રાઇમને અંજામ આપે છે.
ત્યારે આ વખતે અહીં એવી જ કેટલીક ચોરી અને સ્મગ્લિંગ અંગે જણાવી રહ્યાં છીએ કે, જેને અંજામ આપવા માટે ક્રાઇમ માઇન્ડ ધરાવનારાઓએ આપણી સમજથી દૂર કંઇક વિચારીને પોતાના ક્રાઇમને પાર પાડ્યો છે. જો કે,તેમાં કેટલાક સફળ નીવડ્યા છે, તો તેમા કેટલાકને જોખમ ખેડવું ભારે પડ્યું છે અથવા તો કોઇના દ્વારા ખોટું પગલું ભરાઇ ગયું છે. અહી આજે વિશ્વભરમાં ટનલ ખોદીને કરવામાં આવેલી કેટલીક ચોરી અંગે જણાવવામાં આવી રહ્યું છે. તો ચાલો તસવીરોના માધ્યમથી આ ટનલ અંગે જાણીએ.

બ્રાઝિલની ટનલ- 262 ફૂટ
બ્રાઝિલની આ બેન્ક રોબરી ઇતિહાસમાં નોંધાઇ છે. ઓગસ્ટ 2005માં રોબરો દ્વારા 40 મિલિયન યુરો બ્રાઝિલિયન સેન્ટ્રલ બેન્ક વોલ્ટમાંથી ચોરી કર્યા હતા. આ માટે રોબરોએ 262 ફૂટ લાંબી ટનલ ખોદી હતી.

બર્લિન બેન્ક રોબરી ટનલ- 135 ફૂટ લાંબી
બર્લિનમાં ફોક્સબેન્કમાં રોબરી કરવામાં માટે કેટલાક ચોરો દ્વારા 135 ફૂટ લાંબી ટનલ ખોદી હતી અને 10 મિલિયન યુરોની ચોરી કરી હતી. જો કે, આ રોબરીમાં સમાલે કેટલાક પકડ્યા હતા, જ્યારે બીજા પોલીસની પકડથી બહાર છે.

જેમ્સબોન્ડ શોર્ટી ટનલ- 270 ફૂટ
યુએસ-મેક્સિકો બોર્ડર પર આ ટનલ મે 1990માં મળી આવી હતી. જે 270 ફૂટની છે. જેમાંથી કોકેઇન મોટી માત્રામાં મળી આવ્યું હતું.

કેઅફસીમાં ટનલ
ઓસ્ટ્રેલિયામાં કેએફસી કાફેમાં કેટલાક ચોરો દ્વારા ટનલ ખોદવામાં આવી હતી. તેમને એમ હતુ કે આ એક જ્વેલરી શોપ છે, પરંતુ તે એક કાફે નીકળ્યું હતું.

કોરિયામાં ઉત્તરથી દક્ષિણ- 1.1 માઇલ્સ
દક્ષિણ અને ઉત્તર કોરિયા વચ્ચે વર્ષોથી લડાઇ ચાલી આવી છે, જેને લઇને ઉત્તરથી દક્ષિણ તરફ ડીમિલિટરાઇઝ ઝોનમાં 1.1 માઇલ લાંબી છ ફૂટની ટનલ ખોદવામાં આવી હતી. જે ટેક્નિકલ સામગ્રીઓ માટે ખોદવામાં આવી હતી.

18મી સદીની સ્મગ્લર ટનલ
સ્મગ્લિંગ કરવાનું સદીઓથી ચાલી આવ્યું છે. ઇંગ્લેન્ડમાં 18મી સદીમાં 65 ફૂટની ટનલ ખોદવામાં આવી હતી. જેમાં તંબાકુ, ખાંડ, ચા, આલ્કોહોલ અથવા તો સીલ્કનું સ્મગ્લિંગ કરવામાં આવતું હતું.

કેનેડા ટૂ યુએસ-360 ફૂટ
મેક્સિકોથી યુએસ ડ્રગ સ્મગ્લિંગ પર બધાની નજર હતી, ત્યારે ડ્રગ માફિયાઓએ ડ્રગનું સ્મગ્લિંગ કરવા માટે કેનેડાથી યુએસ સુધી 360 ફૂટની ટનલ ખોદી હતી. જો કે, આ બાબતે કેનેડિયન પોલીસ દ્વારા કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
