પેટ્રોલ પંપ પર ઝીરો દેખાડીને આવી રીતે થાય છે ચિટિંગ, જાણો કેવી રીતે બચવુ?
મોટાભાગના લોકો પેટ્રોલ પર પેટ્રોલ-ડીઝલ ભરાવવા જાય છે ત્યારે ઝીરો જોઈને પેટ્રોલ ભરાવી લે છે. જો કે તેમને એ અંદાજ નથી કે ઝીરો દેખાડીને પણ તેમની સાથે મોટુ ચિટિંગ થઈ રહ્યું છે.
આજે આપણે કેટલીક એવી બાબતો પર નજર કરવાના છીએ, જેનું તમે ધ્યાન રાખો તો પેટ્રોલ પંપ પર ચિટિંગથી બચી શકો છો. આ એવી બાબતો છે જે તમારી નજર સામે થાય છે અને તમે તેને જોયા પછી પણ પકડી શકતા નથી.

મીટરમાં ઝીરો જોઈને સંતોષ ન માનતા પેટ્રોલ અને ડીઝલની ઘનતા પણ તપાસવી જોઈએ. જો પેટ્રોલ ડીઝલની ઘનતા નિર્ધારિત ધોરણો મુજબ હશે તો તમારું વાહન સારી એવરેજ આપશે અને વાહનના એન્જિનને પણ નુકસાન નહીં થાય. પેટ્રોલ કે ડીઝલની ઘનતા જેટલી વધારે તેટલી તેની ગુણવત્તા સારી રહે છે.
જણાવી દઈએ કે, નિર્ધારિત ધોરણો અનુસાર પેટ્રોલની શુદ્ધતા ઘનતા 730 થી 800 ની વચ્ચે હોવી જોઈએ અને ડીઝલની ઘનતા 830 થી 900/Kgm3 હોવી જોઈએ. જેમને ખબર નથી કે પંપ પર આ ઘનતા ક્યાં જોવા મળે તો જ્યાં તમે પૈસા અને પેટ્રોલની માત્રા જુઓ છો તેની નીચે ઘનતા પણ લખેલી હોય છે.
અહીં તમે જોઈને ચકાસી શકો છો અને જો ઘનતા નિર્ધારિત ધોરણો મુજબ ન હોય તો તમે પેટ્રોલ પંપ પર પણ પૂછપરછ કરી શકો છો અને પેટ્રોલ ભરવા માટે બીજી જગ્યાએ જઈ શકો છો.
ઘણા લોકો વિચારે છે કે પેટ્રોલ ભરતી વખતે જો મીટર ઝીરો દેખાડે તો તેમના વાહનમાં યોગ્ય માત્રામાં પેટ્રોલ જઈ રહ્યું છે. જો કે, આવું બિલકુલ નથી. ઘણી વખત છેતરપિંડી કરનારા પેટ્રોલ પંપ તેમના મશીનોમાં જમ્પ ટ્રિકનો ઉપયોગ કરે છે. તેને પકડવા માટે તમારે મીટર પર ધ્યાન આપવું પડશે.
જો પેટ્રોલ અને ડીઝલ ભરતી વખતે રકમ શૂન્યથી 5 થઈ જાય તો તેનો અર્થ એ છે કે પંપ ડીલર જમ્પ ટ્રીકનો ઉપયોગ કરીને તમારી સાથે છેતરપિંડી કરી રહ્યો છે. તો આગલી વખતે જ્યારે તમે પેટ્રોલ અને ડીઝલ ભરવા જાવ ત્યારે આ બાબતોનું ધ્યાન રાખો અને છેતરપિંડીથી બચો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
