ફેલાઈ રહી છે આ નવી બિમારી, જો તમારા બાળકોમાં હોય આ લક્ષણ, તો તરત જ ધ્યાન આપો
કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે બાળકોને એક નવી બિમારી પોતાનો શિકાર બનાવી રહી છે. જાણો તેના વિશે..
કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે બાળકોને એક નવી બિમારી પોતાનો શિકાર બનાવી રહી છે. આ બિમારીના લક્ષણ અને બિમારીથી થતી તકલીફ પણ કોરોના વાયરસના સંક્રમણ જેવી જ છે. બાળકોમાં ફેલાતી આ બિમારીનુ નામ કાવાસાકી છે જેના લક્ષણ કોરોના વાયરસના સિંડ્રોમ જેવા જ છે.

કોરોનાના લક્ષણો જેવી બાળકોમાં ફેલાઈ રહી આ બિમારી
તમને જણાવી દઈએ કે ન્યૂયોર્કમાં છેલ્લા થોડા દિવસોમાં 73 બાળકો આ બિમારીના શિકાર થઈ ચૂક્યા છે. એટલુ જ નહિ ગુરુવારે આ બિમારીના કારણે એક આઠ વર્ષીય બાળકોના મોત પણ થઈ ગયા. ન્યૂયોર્તના 56 ગવર્નર એન્ડ્રૂ કુમોએ આ માહિતી શેર કરી. તેમણે જણાવ્યુ કે જે બાળકોના મોત થયા તેમાં બધા લક્ષણો કોરોનાના હતા એટલા માટે માનવામાં આવી રહ્યુ હતુ કે તે કોરોનાનો શિકાર થયા છે પરંતુ વાસ્તવમાં તે કાવાસાકી રોગથી ગ્રસિત હતા. એટલે જો તમારા બાળકમાં આવા કોઈ સિમટમ્સ જોવા મળે તો ડૉક્ટરનો જરૂર સંપર્ક કરો.

બાળકોમાં આ લક્ષણ હોય તો તેમની તરત જ દેખરેખ કરો
- જો બાળકોને પાંચ દિવસ સુધી સતત ફીવર હોય.
- બાળકને જમવામાં મુશ્કેલી થઈ રહી હોય.
- પેટમાં દુઃખાવો, ઉલટીઓ થાય.
- સ્કિનના કલરમાં ફેરફાર થઈ રહ્યો હોય અથવા સ્કિન પર ચકામા કે કલર બ્લુ થઈ રહ્યો હોય.
- શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હોય અથવા બાળક જલ્દી જલ્દી શ્વાસ લઈ રહ્યુ હોય.
- ચેસ્ટ અને હાર્ટમાં પીડાની ફરિયાદ.
- મૂત્ર વિસર્જન ઘટી જવુ.
- બાળકમાં આળસ અને ચિડિયાપણુ, ધ્યાન ન લગાવી શકવુ, કન્ફ્યુઝનની સ્ટેટસમાં રહેવુ.

કાવાસાકી શું છે?
આ રોગ પહેલી વાર અંગ્રેજી ચિકિત્સા સાહિત્યમાં 1967માં એક જાપાની બાળરોગ વિશેષજ્ઞ દ્વારા બતાવવામાં આવ્યુ હતુ. આ રોગનુ નામ તેમના નામ પર રાખવામાં આવ્યુ છે. તેને તાવ, ત્વચા પર ચકામાં, લાલ આંખો, ગળા અને મોઢાની લાલાશ, હાથ અને પગમાં સોજો અને ગરદનમાં વધેલા લિમ્ફ નોડ્સ સાથે બાળકોના એક સમૂહની ઓળખ કરી. શરૂઆતમાં આ રોગને મ્યુકોક્યુટેનિયસ લિમ્ફ નોડ સિંડ્રોમ કહેવામાં આવતુ હતુ. અમુક વર્ષો બાદ હ્રદય જટિલતાઓ જેવા કોરોનરી ધમનીઓના એન્યુરિઝન(આ રક્તવાહિકાઓ ફેલાવી)ની માહિતી મળી. કાવાસાકી રોગ એક તીવ્ર પ્રણાલિગત વૈસ્કુલાઈટિસ છે જેનો અર્થ છે કે શરીરની કોઈ પણ મધ્યમ ધમનીઓ મુખ્ય રીતે કોરોનરી ધમનીઓમાં સોજો હોય છે અને તેમાં એન્યુરિઝ્નસ બની શકે છે. જો કે મોટાભાગના બાળકો માત્ર તીવ્ર લક્ષણ બતાવશે અને હ્રદયના કોમ્પ્લીકેશન નહિ હોય.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
