ભારતની આ જનજાતિઓ શહેરોથી પણ મોર્ડન છે, લીવ ઈન અને મહિલાઓને મળે છે ગમતો વ્યક્તિ પસંદ કરવાનો અધિકાર
શહેરના યુવતીઓ હવે બિંદાસ્ત રીતે સમાજના બંધનો તોડીને એકસાથે લીન ઈનમાં રહેવા લાગ્યા છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આજે પણ ખરાબ નજરથી જોવામાં આવતી લીવ ઈન જેવી ઘણી પરંપરા આદિવાસીઓમાં વર્ષોથી જોવા મળે છે.
ભારતમાં કેટલીક જનજાતિઓમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેવું શહેરો કરતાં વધુ સામાન્ય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઘણી જનજાતિઓમાં મહિલાઓ જ તેમના પતિને પસંદ કરે છે.

મુરિયા જનજાતિ
છત્તીસગઢના બસ્તરમાં રહેતી મુરિયા જનજાતિમાં લિવ-ઈન રિલેશનશિપની પરંપરાઓ સદીઓથી ચાલી આવી રહી છે. આ જનજાતિમાં યુવક-યુવતીઓને લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને તે તેમના ઇચ્છિત જીવનસાથીની પસંદગી કરી શકે છે.
આ જનજાતિમાં ઘોટુલ નામની એક પરંપરા જોવા મળે છે. આ પરંપરામાં યુવાન છોકરીઓ પરિવારથી અલગ એકબીજા સાથે રહે છે અને ઉત્સવ મનાવે છે અને અહીંથી જ તેમને ગમતા પાર્ટનર પસંદ કરે છે. અહીં તેમને શારીરિક સંબંધ બાંધવાની પણ પુરી છુટ મળે છે.
ગરાસિયા જનજાતિ
ગરાસિયા જનજાતિના લોકો રાજસ્થાન અને ગુજરાતમાં રહે છે. લિવ-ઇન સંબંધો અહીં પણ સામાન્ય છે. આ જનજાતિની મહિલાઓ લગ્ન બહાર પણ અન્ય પુરૂષો સાથે સંબંધ બનાવી શકે છે. તે પોતાના પતિને પણ પોતે જ પસંદ કરે છે.
આ જનજાતિના લોકો દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં તેઓ પોતાની પસંદગીના જીવનસાથીને પસંદ કરે છે અને સાથે ભાગી જાય છે. પછી તેઓ લિવ-ઇન કપલ તરીકે ગામમાં પાછા ફરે છે અને લગ્ન વિના સાથે રહે છે.
મુંડા-કોરવા જનજાતિ
ઝારખંડના મુંડા-કોરવા જનજાતિમાં કપલ 30-40 વર્ષથી એકબીજા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે. લગ્ન વિના બીજા પુરુષ સાથે રહેતી સ્ત્રીને ઢુકુની અને પુરુષને ઢુકુઆ કહેવામાં આવે છે. તેમના લિવ-ઈન રિલેશનશિપને ઠુકુ લગ્ન નામ આપવામાં આવ્યું છે. આ આદિવાસી લિવ-ઈનમાં એટલે રહે છે, કારણ કે તેમની પાસે લગ્ન કે સંબંધિત ઉજવણીઓનું આયોજન કરવા માટે પૂરતા પૈસા નથી હોતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
