કિસ કરવાથી થાય છે ઘણા લાભ, જાણો કિસના પ્રકાર અને ખાસિયત
Types Of kisses : માણસના જીવનમાં ચુંબનનું વિશેષ મહત્વ છે. ઘણીવાર પ્રેમની લાગણી વ્યક્ત કરવા માટે ચુંબન કરે છે. ચુંબનને અંગ્રેજીમાં કિસ કહેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, 6 જુલાઈ એ આંતરરાષ્ટ્રીય ચુંબન દિવસ ઉજવવામાં આવે છે. આ સાથે વેલેન્ટાઈન વીકમાં 13 ફેબ્રુઆરીના રોજ કિસ ડે ઉજવવામાં આવે છે, પરંતુ આ સિવાય 6 જુલાઈના રોજ ઈન્ટરનેશનલ કિસિંગ ડે પણ ઉજવવામાં આવે છે.

ચુંબન માત્ર શારીરિક આકર્ષણ સાથે સંકળાયેલું નથી, પરંતુ માનવીય જોડાણ સાથે સંબંધિત લાગણી છે. ચુંબન લાગણીઓની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ચુંબનના ઘણા પ્રકાર છે. કિસ કરવાની રીતથી સામેની વ્યક્તિની લાગણીઓને સમજી શકાય છે. જો આપણે દંપતી વિશે વાત કરીએ, તો તમારા સંબંધના તબક્કા અનુસાર પાર્ટનરને ચુંબન કરો, જેથી તે અસ્વસ્થતા અનુભવે નહીં અને તમારી સાચી લાગણીઓને સમજી શકે.
કપાળ પર ચુંબન કરવું - ઘણીવાર માતા તેના બાળકને લાડ કરતી વખતે તેના કપાળ પર ચુંબન કરે છે. કપાળ પર ચુંબન કરવાનો અર્થ છે, અતૂટ અને ગાઢ સંબંધ. કપાળ પર ચુંબન એ ખૂબ જ ગાઢ સંબંધની નિશાની છે.
હાથ પર ચુંબન કરવું - જ્યારે કોઈ તમારા હાથને ચુંબન કરે છે, તેનો અર્થ એ છે કે તે તમારું સન્માન કરે છે. ઘણા દેશોમાં લોકો તેમના વડીલોના સન્માનમાં તેમના હાથ પર ચુંબન કરે છે. તુર્કીમાં એવી પરંપરા છે કે, ઘરના બાળકો અભિવાદન કરવા માટે તેમના માતાપિતા અથવા વડીલોના હાથને ચુંબન કરે છે અને આશીર્વાદ મેળવે છે. મિત્રો પણ તેમના હાથમાં ચુંબન કરે છે.
કાન પર ચુંબન કરવું - ઘણીવાર યુગલો એકબીજાના કાન પર ચુંબન કરે છે. તેને ઇયરલોબ કિસ કહેવામાં આવે છે. આ એક રોમેન્ટિક કિસ માનવામાં આવે છે. લોકો પોતાના પાર્ટનરના કાન પર કિસ કરીને રોમાન્સ કરે છે.
પાછળથી ચુંબન કરવું - જ્યારે તમારો પાર્ટનર તમને પાછળથી આવીને તમને બાંહોમાં પકડીને ચુંબન કરે છે, તેને સ્પાઈડર કિસ કહેવાય છે. જો પાર્ટનર પાછળથી કિસ કરે છે, તો તેનો અર્થ એ છે કે, બંને વચ્ચે ખૂબ જ લગાવ છે. સ્પાઈડર કિસ અપનાપન દર્શાવે છે.
ફ્લાઇંગ કિસ - જ્યારે કોઈ તમને સ્પર્શ કર્યા વિના દૂરથી તમને ચુંબન કરવાનો ઈશારો કરે છે, તેને ફ્લાઈંગ કિસ કહેવાય છે. આ પ્રકારની કિસ માત્ર કપલ્સમાં જ નહીં, પરંતુ અન્ય સંબંધોમાં પણ થઈ શકે છે. ફ્લાઈંગ કિસનો ઉપયોગ મિસ યુ અથવા ગુડબાય કહેવા માટે થાય છે.
ગાલ પર ચુંબન કરવું - લોકો પોતાની લાગણી વ્યક્ત કરવા માટે એકબીજાને ગાલ પર ચુંબન કરે છે. કોઈપણ કપલ, મિત્રો, પરિવારના સભ્યોને ગાલ પર ચુંબન કરી શકે છે. ગાલ પર ચુંબન કરવાનો અર્થ છે સ્નેહ અનુભવવો. આ જોડાણ માતાને તેના બાળક સાથે, મિત્રો એકબીજા સાથે અને ડેટિંગ કરી રહેલા યુગલ સાથે હોય શકે છે.
એસ્કિમો ચુંબન - જ્યારે કપલ કિસ કરતી વખતે એકબીજાની નજીક આવે, ત્યારે કપલના નાક સાથે એકબીજાને અથડાવે તેને એસ્કિમો કિસ કહેવામાં આવે છે. તેનાથી કપલ્સ વચ્ચે રોમાંસ વધે છે.
હોઠ પર ચુંબન કરવું - પ્રેમ અને પ્રેમની લાગણી વ્યક્ત કરવા માટે યુગલો હોઠ પર ચુંબન કરે છે. આ પ્રકારની કિસ માત્ર બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ(પતિ-પત્ની) વચ્ચે થાય છે. હોઠ પર કિસ કરવી એ વિશ્વાસનું પ્રતીક દર્શાવે છે. જેને ફ્રેન્ચ કિસ પણ કહેવામાં આવે છે.
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
