દુનિયાનું અજીબોગરીબ કબ્રસ્તાન, 5 હજાર કબર છે પરંતુ એક પણ લાશ નહીં, જાણો કેમ?
દુનિયાના વિવિધ ધર્મોમાં લોકોને દફનાવવાની પરંપરા છે. આના માટે વિવિધ જગ્યાઓ પર કબ્રસ્તાન બનાવવામાં આવે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આ દુનિયામાં એક કબ્રસ્તાન એવુ પણ જ્યાં કોઈ લાશ નથી.
આ અજીબ કબ્રસ્તાન વિશે કહેવાય છે કે અહીં 5 હજારથી વધુ કબર તો છેપ પણ એક પણ કબરમાં મૃતહેદ નથી. આવુ કેમ છે તેની પાછળ એક લાંબી કહાની છે. આજે અમે આ કહાની અમે તમને જણાવીશું.

સ્પેનના બર્ગોસ શહેરથી લગભગ 30 કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વ દિશામાં સ્થિત આ કબ્રસ્તાનનું નામ સેડ હિલ કબ્રસ્તાન છે. આ કબ્રસ્તાનથી 5 કિલોમીટર દુર સાન્ટો ડોમિંગો ડી સિલોસ નામનું નાનું શહેર આવેલુ છે.
અહીં પહેલીવાર આવનારાઓને આશ્ચર્ય થાય છે કે આ કોની કબરો છે, જેને વસ્તીથી દૂર દફનાવવામાં આવી છે, પરંતુ જ્યારે સત્ય ખબર પડે છે ત્યારે તે આશ્ચર્યચકિત થઈ શકે છે.
આ 5000 થી વધુ કબરોમાં એક પણ મૃતદેહ દફન નથી. આ કબ્રસ્તાન વાસ્તવિક કબ્રસ્તાન નથી અને તેને 1960 ના દાયકામાં એક ફિલ્મ સેટ તરીકે બનાવાયુ હતુ. 1966માં રિલીઝ થયેલી ફિલ્મ ધ ગુડ, ધ બેડ એન્ડ ધ અગ્લી એ ઈટાલિયન વેસ્ટર્ન ફિલ્મ હતી.
આ ફિલ્મનું દિગ્દર્શન સર્જીયો લિયોન નામના પ્રખ્યાત દિગ્દર્શક દ્વારા કરવામાં આવ્યું હતું અને પીઢ અભિનેતા ક્લિન્ટ ઇસ્ટવુડ તેનો એક ભાગ હતા. આ કબ્રસ્તાન આ ફિલ્મના ક્લાઈમેક્સ સીન માટે બનાવવામાં આવ્યું હતું.
300 મીટરના વિસ્તારમાં અહીં લગભગ 5000 કબરના પથ્થરો છે. આ કબ્રસ્તાન સેંકડો સ્પેનિશ સૈનિકો દ્વારા બનાવવામાં આવ્યું હતું. અત્યંત ગરમીના દિવસોમાં પ્રોડક્શન કંપનીએ સૈનિકોને દરરોજના 132 રૂપિયા ચૂકવ્યા હતા. જ્યારે કેટલાક વરિષ્ઠ અધિકારીઓને 478 રૂપિયા સુધી આપવામાં આવ્યા હતા.
શૂટિંગ પૂરું થયું ત્યારે બધા ત્યાંથી પાછા ફર્યા અને કબ્રસ્તાન તેવુ જ રહ્યું. થોડા વર્ષોમાં ત્યાં ઝાડીઓ ઉગી અને આખો વિસ્તાર ડરામણો બની ગયો. વર્ષ 2015 માં કેટલાક લોકોએ સાથે મળીને સેડ હિલ કલ્ચરલ એસોસિએશનની રચના કરી, જેના હેઠળ તેઓએ આ વિસ્તારની સફાઈ કરી અને તેને એક પર્યટન સ્થળમાં ફેરવી દીધુ. અહીં કોઈપણ વ્યક્તિ 1300 રૂપિયા ચૂકવીને કબરના પથ્થર પર પોતાનું નામ લખાવી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
