વાત ભારતના એ એકમાત્ર જજની, જેને ફાંસીની સજા આપવામાં આવી, જાણો શું હતો અપરાધ?
જજનું નામ આવતા જ તમારી સામે ચૂકાદો સંભળવાતા કે સૂનાવણી કરતા જજની તસવીર સામે આવે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં એક જજને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.
આ ઘટના લગભગ 45 વર્ષ જૂની છે અને તેનું કારણ પણ ખૂબ ખૌફનાક હતુ. આ ઘટના એટલી ખૌફનાક હતી કે વિચારીને જ તમારા રૂવાડા ઉભા થઈ જાય.

આપણે જે જજ વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ ઉપેન્દ્ર નાથ રાજખોવા હતું. તે આસામના ડુબરી જિલ્લામાં જિલ્લા અને સત્ર ન્યાયાધીશ તરીકે તૈનાત હતા. મોટાભાગના ન્યાયાધીશોની જેમ તેમનું પણ સરકારી નિવાસસ્થાન હતું.
જજ રાજખોવા ફેબ્રુઆરી 1970માં નિવૃત્ત થયા પરંતુ તેમણે સરકારી બંગલો ખાલી ન કર્યો. તે તેની પત્ની અને ત્રણ પુત્રીઓ સાથે એક જ બંગલામાં રહેતા હતા. એક દિવસ અચાનક તેની પત્ની અને ત્રણ દીકરીઓ ગાયબ થઈ ગઈ.
તેમના પરિવાર વિશે રાજખોવાને પૂછવામાં આવતું ત્યારે તે કોઈને કોઈ બહાનું કરીને તેને ટાળતા રહેતા હતા. આ પછી તેમણે સરકારી બંગલો ખાલી કર્યો અને તેની જગ્યાએ અન્ય ન્યાયાધીશ બંગલામાં રહેવા લાગ્યા.
આ પછી રાજખોવા અચાનક ગુમ થઈ ગયા. તેમના વિશે કોઈને કંઈ ખબર નહોતી. રાજખોવાના સાળા પોલીસમાં હોવાથી તે તેની બહેન અને ભાણેજને શોધી રહ્યા હતા. આ પછી લાંબા સમય બાદ ખબર પડી કે તે સિલીગુડીની એક હોટલમાં રોકાયા હતા.
તેમણે અન્ય પોલીસકર્મીઓ સાથે હોટલમાં દરોડો પાડ્યો અને જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે રાજખોવાએ પોતાની પત્ની અને પુત્રીની હત્યા કરી હોવાનું કબૂલ્યું. તેમની હત્યા કરી લાશોને સરકારી બંગલામાં દફનાવવામાં આવી હતી.
આ પછી રાજખોવાની ધરપકડ કરવામાં આવી. લગભગ એક વર્ષ સુધી ટ્રાયલ ચાલી અને નીચલી અદાલતે રાજખોવાને મૃત્યુદંડની સજા સંભળાવી. તે હાઈકોર્ટમાં પહોંચ્યા પરંતુ હાઈકોર્ટે પણ નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો.
તે સુપ્રીમ કોર્ટમાં ગયા પરંતુ ત્યાં પણ તેમની અપીલ ફગાવી દેવામાં આવી. અહેવાલો અનુસાર, રાજખોવાએ પોતાને ફાંસીથી બચાવવા માટે રાષ્ટ્રપતિ સમક્ષ દવાની અરજી પણ કરી હતી પરંતુ તેમની અપીલ ફગાવી દેવામાં આવી. આખરે રાજખોવાને 14 ફેબ્રુઆરી 1976ના રોજ જોરહાટ જેલમાં ફાંસી આપવામાં આવી. જો કે, તેમણે તેની પત્ની અને પુત્રીઓની હત્યા શા માટે કરી તે હજુ જાણી શકાયું નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
