Sunita Williams and Bharat Ratna : સુનિતા વિલિયમ્સને ભારત રત્ન મળી શકે? જાણો નિયમો અને શરતો
Sunita Williams and Bharat Ratna : અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ 19 માર્ચે પૃથ્વી પર સુરક્ષિત રીતે પાછા ફર્યા છે. સુનિતા વિલિયમ્સ ટેકનિકલ ખામીને કારણે નવ મહિના સુધી ફસાયેલા રહ્યા અને ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા પૃથ્વી પર પરત ફર્યા.
સુનિતા વિલિયમ્સ 8 દિવસના મિશન માટે ગયા હતા અને 9 મહિના વિતાવીને પરત ફર્યા. આટલો લાંબો સમય અંતરિક્ષમાં વિતાવીને ઇતિહાસ રચનાર સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર પરત ફરવાની ઉજવણી દુનિયાભરમાં થઈ રહી છે.

પરત ફર્યા બાદ હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને ભારત રત્ન આપવાની માંગ કરી છે. મમતા બેનર્જીએ જણાવ્યું કે, ભારતની દીકરી સુનિતા વિલિયમ્સને ભારત રત્નથી સન્માનિત કરવી જોઈએ.
સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળના છે પણ તેમના પિતા દીપક પંડ્યા ગુજરાતના ઝુલાસન ગામના રહેવાસી હતા. તે બાદમાં અમેરિકા સ્થાયી થયા અને સુનિતા વિલિયમ્સનો જન્મ પણ અમેરિકામાં થયો છે અને પોતે અમેરિકન નાગરિક છે. આ સ્થિતીમાં સવાલ થાય કે શું તેમને ભારત રત્ન આપી શકાય કે કેમ?
ભારત રત્ન એ ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ પુરસ્કાર કલા, સાહિત્ય, વિજ્ઞાન, જાહેર સેવા, રમતગમત અને અન્ય ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન અને ઉત્તમ સેવા માટે આપવામાં આવે છે.
આ માટે વડાપ્રધાન રાષ્ટ્રપતિને નામોની ભલામણ કરે છે અને મંજૂરી મળતાં જ આ સન્માન આપવામાં આવે છે. એક વર્ષમાં મહત્તમ ત્રણ વ્યક્તિઓને આ સન્માન આપી શકાય છે.
ભારત રત્ન 1954માં શરૂ થયો હતો. અત્યાર સુધી માત્ર બે બિન-ભારતીયને આ સન્માન આપવામાં આવ્યોછે. 1987માં પાકિસ્તાનના ખાન અબ્દુલ ગફાર ખાન એટલે કે ફ્રન્ટિયર ગાંધીને અપાયો હતો.
1990માં દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાને રંગભેદ વિરોધી ચળવળના તેમના યોગદાન માટે આપવામાં આવ્યો હતો. ભારત સરકાર ઈચ્છે તો સુનિતા વિલિયમ્સને પણ ભારત રત્ન આપી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
