સૂટ, બ્લેઝર અને કોટમાં શું છે અંતર? મોટાભાગના લોકો નથી જાણતા
દુનિયામાં ફેશન સેન્સ ઝડપથી બદલાઈ રહી છે. લોકો વિવિધ પ્રસંગો પર અલગ-અલગ પ્રકારના સ્ટાઇલિશ કપડાં ટ્રાય કરે છે.
કેટલાક કપડાં તો એટલા અનોખા હોય છે કે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. જો કે, કેટલાક ડ્રેસ એવા છે જે ખાસ પ્રસંગો માટે સર્વસામાન્ય પસંદ હોય છે. આજે આપણેવાત કરી રહ્યા છીએ સૂટ, કોટ અથવા બ્લેઝરની.

સૂટ, કોટ અને બ્લેઝર વચ્ચેના તફાવત
સૂટ : સૂટમાં કોટ, પેન્ટ અને વેસ્ટ પણ શામેલ હોય છે. સામાન્ય રીતે સૂટને ફોર્મલ પ્રસંગોએ પહેરવામાં આવે છે. સૂટ એક સમૂહ પોશાક છે જે મેચિંગ પેન્ટ અને કોટ સાથે આવે છે.
સૂટ મુખ્યત્વે ડાર્ક શેડમાં બનાવવામાં આવે છે અને તે ટેરીકૉટ, વૂલન કે અન્ય ફેબ્રિકમાં ઉપલબ્ધ હોય છે. બજારમાં આજે ટુ-પીસ અને થ્રી-પીસ સૂટના ડિઝાઇન ઉપલબ્ધ છે.
કોટ : કોટ હકીકતમાં સૂટનો જ એક ભાગ છે. કોટ ફોર્મલ પ્રસંગો માટે પહેરવામાં આવે છે. કોટ અને સૂટ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે કોટ હંમેશા મેચિંગ પેન્ટ સાથે આવે છે જ્યારે બ્લેઝર માટે આવું જરૂરી નથી. કોટની ડિઝાઇન એકદમ ફોર્મલ અને ફિટ દેખાવ માટે બનાવવામાં આવે છે.
બ્લેઝર : બ્લેઝર ફોર્મલ અને કેઝ્યુઅલ બન્ને રીતે પહેરવામાં આવી શકે છે. કેટલાક લોકો સામાન્ય દિવસોમાં પણ બ્લેઝર પહેરવાનું પસંદ કરે છે. બ્લેઝર માટે મેચિંગ પેન્ટ હોવુ જરૂરી નથી. તે જીન્સ અથવા અન્ય પેન્ટ સાથે પણ સરસ દેખાય છે. બ્લેઝર મુખ્યત્વે લિનેન, કોટન અથવા કોર્ડરોયના ફેબ્રિકમાં બનાવવામાં આવે છે.
કઈ જગ્યાએ કયો વિકલ્પ પસંદ કરવો જોઈએ?
ઓફિસ મીટિંગ માટે : સૂટ અથવા કોટ શ્રેષ્ઠ વિકલ્પ છે.
લગ્ન કે વિશેષ પ્રસંગો માટે : સૂટ (થ્રી-પીસ) શ્રેષ્ઠ પસંદગી છે.
કેઝ્યુઅલ ઇવેન્ટ્સ માટે : બ્લેઝર અને જીન્સનું કોમ્બિનેશન એક શાનદાર લુક આપે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
