Success Mantra: વાણી જણાવી દે છે તમારા સંસ્કાર
Success Mantra: વાણી જણાવી દે છે તમારા સંસ્કાર
બોલવું, વાત કરવી, આપણા વિચાર વ્યક્ત કરવા આ બધું દૈનિક જીવનના સામાન્ય શિષ્ટાચારના જરૂરી અંગ છે. આપણી આડોસ-પાડોસ કે પરિચિતોને મળતા જ સૌથી પહેલા નમસ્કાર કે રામ રામ કરવા આપણા જીવનના સામાન્ય શિષ્ટાચાર છે. દુર્ભાગ્યવશ જેમનામાં આ સંસ્કાર નથી હોતા, તેવા લોકોને પણ વાણીનું કામ પડે છે. આમ તો બોલવું સામાન્ય બાબત છે પરંતુ સારું બોલવું, મીઠું બોલવું એક અલગ જ વાત છે. મીઠી બોલી આપોઆપ જ સૌને આકર્ષિત કરી લે છે. એટલું જ નહિ તમારી વાણી, તમારી શબ્દ પસંદગી તમારા સંસ્કાર અને પરિવારની ગરિમા પણ જણાવી જાય છે. કોઈપણ અનુભવી વ્યક્તિ 5 મિનિટ તમારી સાથે વાત કરતા જ તમારું જ્ઞાન, સંસ્કાર અને તમારી સંગત વિશે જાણી જાય છે.
વાણી કઈ રીતે તમારા જીવનનો પરિચય આપે છે, આવો આ કથાના માધ્યમથી જાણીએ...

પોપટે પોતાનો માળો બનાવ્યો હતો...
કોઈ રાજ્યમાં એક વિશાળકાય વૃક્ષ પર એક પોપટે પોતાનો માળો બનાવ્યો હતો. જેમાં તેના બે નાનાં નાનાં બચ્ચાં હતાં. એક દિવસ અચાનક તોફાન આવે છે અને માળો ટૂટી ગયો. પોપટનું એક બચ્ચું પેડની એક તરફ તો બીજું બચ્ચું અન્ય દિશામાં પડી ગયું. સંયોગથી એક તરફથી એક સાધુ મહારાજ નિકળ્યા. તેમણે પોપટના બચ્ચાંને ઉચકીને પોતાના કમંડલમાં રાખી લીધું અને ચાલ્યા ગયા. બીજી તરફથી કેટલાક ડાકૂ ડકેતી કરવા આવી રહ્યા હતા. જેમાંથી એક ડાકૂની નજર પોપટના બીજા બચ્ચા પર પડી ગઈ અને તે એને પોતાની સાથે લઈ ગયો.

પોતાની પ્રજાના હાલચાલ જાણવા રાજા એકલા નિકળ્યા
આ ઘટનાના કેટલાય વર્ષો વીતી ગયાં. એકવાર એ રાજ્યના રાજા પોતાની પ્રજાના હાલચાલ જાણવા માટે એકલા નિકળ્યા. રસ્તામાં તેઓ એક નદી પર પાણી પીવા માટે થોભ્યા. જેવા જ રાજા પાણી પીવા નમ્યા કે એક પોપટે બુમ પાડી, કાપી નાખો, મારી નાખો, લૂટી લો, ભાગ ના જાય. રાજાને બહુ વિચિત્ર લાગ્યું અને તે પાણી પીધા વિના જ ત્યાંથી આગળ નિકળી ગયો. આગળ જઈ તેમને એક કુટિર દેખાઈ. જેવા જ તેમણે કુટિરમાં પગ રાખ્યો કે અંદરથી અવાજ આવ્યો, પધારો મહારાજ, કુટિરને તમારી ચરણ રજથી પવિત્ર કરો. કલશમાં ઠંડું જળ રાખ્યું છે, ગ્રહણ કરો. ટોકરીમાં મીઠાં ફળ રાખ્યાં છે, કૃપિયા કરી ગ્રહણ કરો. સાધુ મહારાજ આવતા જ હશે. ત્યાં સુધી તમે વિશ્રામ કરો.

થોડીવારમાં ઋષિ મહારાજ પણ આવી ગયા
આવી મીઠી વાણી સાંભળી રાજાનું મન પ્રફુલ્લિત થઈ ગયું. તેમણે શીતળ જળ પીધું, ફળહાર કર્યો અને ત્યાં જ ઉંઘતાં ઉંઘતા પોપટ સાથે વાતો કરવા લાગ્યા. થોડીવારમાં ઋષિ મહારાજ પણ આવી ગયા. રાજાએ તેમની પાસે પોપટના ભારે વખાણ કરતા નદીકાંઠે બનેલી ઘટના વિશે જણાવ્યું અને પૂછ્યું, ઋષિવર જોવામાં બંને પોપટના રંગ, આકાર, પ્રકારમાં કોઈ તફાવત નથી હોતો, પછી વાણીમાં આટલો તફાવત કેમ? તેમની વાત સાંભળી સાધુએ હંસીને કહ્યં કે મહારાજ, આ બધું સંગતની અસર છે. હકીકતમા બંને પોપટ એક જ માતાના જુડવા સંતાન છે. તે ડાકુઓની સંગતમાં પડ્યો, તેથી તેને એવા સંસ્કાર મળ્યા. આ મારી પાસે ઉછર્યો તો તેની શિષ્ટતા મનમોહક થઈ ગઈ. રાજાને સાધુ મહારાજની વાત બહુ પસદ આવી અને તેઓ પોપટના વખાણ કરતાં ત્યાંથી ચાલ્યા ગયા.
શિક્ષાઃ તો જોયું તમે. એક વાણીએ કેવી રીતે બંનેના પાલન પોષણનું રહસ્ય ખોલી દીધું, તેમના સંસ્કારોના પરિચય આપી દીધા, તેમની જન્મની કહાની કહી દીધી. આ જ છે વાણીનો જાદૂ, જે તમારો પરિચય આપી દે છે અને તે તમારી અંદર જ વસે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
