Sridevi Diet: બૉની કપૂરે કર્યો ખુલાસો, સૉલ્ટ ફ્રી ડાયેટના કારણે થયુ શ્રીદેવીનુ મોત, જાણો ફાયદા અને નુકશાન
Sridevi Diet: બૉલિવુડની પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવીના મૃત્યુ સાથે જોડાયેલા પ્રશ્નો હજુ પણ રહસ્ય જ છે. 24 ફેબ્રુઆરી 2018ના રોજ, શ્રીદેવીનું રહસ્યમય રીતે હોટેલના બાથરૂમ ટબમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. જોકે તેમના મૃત્યુના આટલા વર્ષો પછી તેના પતિ બોની કપૂરે સત્ય જાહેર કર્યું છે.
એક ઈન્ટરવ્યુમાં બોનીએ કહ્યું કે શ્રીદેવી ખૂબ જ સ્ટ્રીક્ટ ક્રેશ ડાયેટ ફોલો કરતી હતી અને સ્ક્રીન પર સુંદર અને સ્લિમ દેખાવા માટે શ્રીદેવી લાંબા સમય સુધી ભૂખી રહેતી હતી. આવો જાણીએ ક્રેશ ડાયેટિંગ શું છે?

સૉલ્ટ ફ્રી ડાયટ ખાતી હતી શ્રીદેવી
મીઠું શરીરમાં પાણી જમા કરે છે, જેના કારણે બ્લોટિંગ(પેટ ફૂલી જાય) થાય છે. શ્રીદેવી સૉલ્ટ ફ્રી ડાયટ લેતી હતી જેથી શરીરમાં પાણી ન રહે અને તે સ્ક્રીન પર સ્લિમ અને સુંદર દેખાય. આના કારણે તેનું બીપી લો રહેતુ હતુ. બોની કપૂરે જણાવ્યું કે જ્યારે પણ તે ડિનર માટે બહાર જતા ત્યારે શ્રીદેવી મીઠા રહિત ખોરાક જ લેતી હતી. તે મૃત્યુ પામ્યા પહેલા પણ તે જ આહાર પર હતી.
શરૂઆતથી જ ડાયટને લઈને સ્ટ્રીક્ટ હતી શ્રીદેવી
બોની કપૂરે જણાવ્યું કે શ્રીદેવીની તબિયત નાજુક હતી. શ્રીદેવીનું બીપી ઓછું હતું, તેથી ડૉક્ટરોએ તેને કાળજી લેવાની સલાહ આપી હતી કારણ કે અભિનેત્રી ઘણીવાર ભૂખી રહેતી હતી. બોની કપૂરે જણાવ્યું કે અભિનેત્રી શરૂઆતથી જ પોતાના ડાયટને લઈને કૉન્શિયસ અને સ્ટ્રૂીક્ટ હતી. લગ્ન પછી, તે ઘણીવાર મીઠાના અભાવને કારણે બ્લેકઆઉટ થઈ જતી હતી.
નાગાર્જુને જણાવ્યો ક્રેશ ડાયટ સાથે જોડાયેલો કિસ્સો
બોનીએ જણાવ્યું કે તેના મૃત્યુના થોડા સમય બાદ નાગાર્જુને કહ્યું હતું કે એક ફિલ્મના શૂટિંગ દરમિયાન શ્રીદેવી બાથરૂમમાં બેહોશ થઈ ગઈ હતી. જેના કારણે શ્રીદેવીનો એક દાંત પણ તૂટી ગયો હતો. નાગાર્જુને જણાવ્યું કે શ્રીદેવી ક્રેશ ડાયટ ફોલો કરતી હતી.
ક્રેશ ડાયેટિંગ શું છે?
ઘણા લોકો ઓછા સમયમાં ઝડપી વજન ઘટાડવા માટે ક્રેશ ડાયટ ફોલો કરે છે. આ ડાયટથી માત્ર એક અઠવાડિયામાં 3 કિલો વજન ઘટાડી શકાય છે. આ આહારમાં કાર્બોહાઈડ્રેટ ખૂબ જ ઓછી માત્રામાં લેવામાં આવે છે અને પ્રોટીન ખૂબ જ મધ્યમ અથવા નિયંત્રિત માત્રામાં લેવામાં આવે છે. આનાથી સમજી શકાય કે કોઈ વ્યક્તિને દરરોજ 2000થી 2500 કેલરીની જરૂર પડે છે. જ્યારે ક્રેશ ડાયટમાં તે માત્ર 700-800 ગ્રામ કેલરી લે છે. આ આહાર પ્રવાહી આધારિત છે.
ક્રેશ ડાયટના ગેરફાયદા
શરીરને ક્રેશ ડાયેટમાં ખૂબ જ ઓછું પોષણ મળતું હોવાથી શરીર નબળું પડી જાય છે. બીપીની સમસ્યા ધરાવતા લોકો માટે આ આહાર ખતરનાક સાબિત થઈ શકે છે. તેને વધુ પડતું અનુસરવાથી ડિપ્રેશન, ચિંતા, સ્નાયુઓનું નુકશાન, નબળા હાડકાં, વાળ ખરવા, ડાયાબિટીસનું જોખમ, ઊંઘની સમસ્યા, ઈટિંગ ડિસઑર્ડર, નબળાઈ, ડિહાઈડ્રેશન અને એનિમિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
મીઠુ ના ખાવાથી શું થાય?
નિષ્ણાતોના મતે, મીઠું ઓછું કરવાથી અથવા તેને સંપૂર્ણપણે છોડી દેવાથી તમારું વજન ઘટશે નહીં. શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે મીઠું પણ જરૂરી છે. મીઠામાં સોડિયમ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેના વધુ પડવાના કારણે શરીરમાં પાણીની માત્રા વધી જાય છે જેના કારણે વજન થોડા ગ્રામ વધી જાય છે. જો તમે મીઠું છોડીને વજન ઘટાડશો તો પણ તે થોડા સમય માટે જ હશે. આ ઓછું વજન શરીરમાં હાજર પાણીને કારણે પણ હોઈ શકે છે.
2018માં થયુ હતુ શ્રીદેવીનુ નિધન
તમને જણાવી દઈએ કે, શ્રીદેવીનું નિધન 24 ફેબ્રુઆરી 2018ના રોજ દુબઈની એક હોટલમાં થયું હતું. શ્રીદેવી બોની કપૂરના ભત્રીજા મોહિત મારવાહના લગ્નમાં હાજરી આપવા દુબઈ ગઈ હતી, ત્યાર બાદ તે હોટલના બાથટબમાં મૃત હાલતમાં મળી આવી હતી. આ એક આકસ્મિક મૃત્યુ હતું. જોકે શ્રીદેવીના મૃત્યુ બાદ બોની કપૂર પર અનેક સવાલો ઉભા થયા હતા પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે શ્રીદેવીનું મૃત્યુ ડૂબી જવાથી થયું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
