ક્યાંક તમે પણ પોતાના પાર્ટનર પર બહુ વધુ પડતા ડિપેન્ડન્ટ તો નથી થઈ ગયાને? જાણો આ સંકેતથી
આજે આપણે જાણીએ એવા સંકેતો વિશે જેનાથી ખબર પડશે કે તમે પોતાના પાર્ટનર પર બહુ વધુ પડતા ડિપેન્ડન્ટ થઈ ગયા છો.
જ્યારે આપણે કોઈની સાથે રિલેશનમાં જોડાઈએ ત્યારે માત્ર એકબીજા સાથે પ્રેમભર્યો સંબંધ જ શેર નથી કરતા પરંતુ આપણે અમુક હદ સુધી તેના પર ઈમોશનલી ડિપેન્ડન્ટ પણ થઈ જઈએ છીએ. આપણે પોતાના પાર્ટનર સાથે આપણા બધા પ્રોબ્લેમ્સ શેર કરીએ. શોપિંગથી માંડીને અનેક કામ એવા હોય છે જેમાં આપણને પોતાના પાર્ટનરનો સાથ જોઈએ છે. પરંતુ ક્યારેક-ક્યારેક પાર્ટનર પર ડિપેન્ડન્સી એટલી વધી જાય છે કે આની વિપરીત અસર સંબંધ પર પડવા લાગે છે. આજે આપણે જાણીએ એવા સંકેતો વિશે જેનાથી ખબર પડશે કે તમે પોતાના પાર્ટનર પર બહુ વધુ પડતા ડિપેન્ડન્ટ થઈ ગયા છો.

કોઈ કામ એકલા ના કરવુ
જ્યારે આપણે કોઈને પ્રેમ કરીએ છીએ ત્યારે આપણને તેની સાથે સમય પસાર કરવો ગમે છે. જેના કારણે આપણે આપણા કામ કરતી વખતે અમારા પાર્ટનરનો સહયોગ મેળવવા માંગીએ છીએ. પરંતુ જો તમે તમારા પાર્ટનર વિના કોઈ પણ કામ કરવા સક્ષમ નથી અનુભવતા તો તે એ વાતનો સંકેત છે કે તમે તમારા પાર્ટનર પર ખૂબ જ નિર્ભર થઈ ગયા છો. જો કે, તમારી આ આદત તમારા અને તમારા જીવનસાથી બંને માટે સમસ્યા બની શકે છે. તેથી શક્ય તેટલી વહેલી તકે તમારી આ આદતને બદલવાનો પ્રયાસ કરો.

પાર્ટનર વિના પોતાને એકલા અનુભવવુ
ચોક્કસપણ તમને તમારા જીવનસાથીનો સંગાથ ગમતો જ હોય પરંતુ તેના સિવાય પણ તમારી પોતાની એક અલગ દુનિયા છે. જો કોઈ વ્યક્તિ તેના જીવનસાથી પર ખૂબ નિર્ભર હોય છે તો તે ખૂબ જ એકલતા અનુભવે છે. તેના માટે તેના જીવનસાથી વિના એક ક્ષણ પણ જીવવુ ખૂબ મુશ્કેલ બની જાય છે. જ્યારે તેનો પાર્ટનર તેની સાથે ન હોય ત્યારે તે એકદમ બેચેન થઈ જાય છે. ઘણી વખત તે તેના પાર્ટનરને વારંવાર ફોન કરીને હેરાન પણ કરે છે.

દરેક વાતમાં પાર્ટનરની પરમિશન લેવી
જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પાર્ટનર પર ખૂબ જ નિર્ભર થઈ જાય છે ત્યારે તે કોઈ પણ કામ કરતા પહેલા તેના પાર્ટનરની મંજૂરી લેવા માંગે છે. જો તમારો સાથી કંઈક કરવાનો ઇનકાર કરે છે અને તમે તે કરવા માંગો છો, તો પણ તમે મન મારી લો છો. આવુ એટલા માટે થાય છે કારણ કે તમે તમારા પાર્ટનર પર એટલી હદે નિર્ભર થઈ ગયા છો કે તમે તેને કોઈ પણ સંજોગોમાં નાખુશ કરવા નથી માંગતા.

પાર્ટનરને આખો દિવસ કૉલ કે મેસેજ કરવા
જે વ્યક્તિ પોતાના પાર્ટનર પર ખૂબ જ નિર્ભર થઈ જાય છે, તો તેના માટે તેના પાર્ટનર વગર સમય પસાર કરવો ખૂબ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, જ્યારે તેનો પાર્ટનર તેનાથી દૂર હોય છે ત્યારે તે તેના પાર્ટનરને સતત ટેક્સ્ટ અથવા કૉલ કરતા રહે છે. પરંતુ તમારુ આ વલણ તમારા પાર્ટનરને ખૂબ જ પરેશાન કરે છે. તમારુ આ વર્તન એ પણ સંકેત છે કે તમે તમારા જીવનસાથી પર વધુ પડતા નિર્ભર બની રહ્યા છો.

વધુ પ઼ડતા કંટ્રોલિંગ હોવુ
આ એક સંકેત પણ છે જે સૂચવે છે કે તમે તમારા જીવનસાથી પર ખૂબ નિર્ભર બની ગયા છો. વાસ્તવમાં, જ્યારે તમે કોઈના પર ખૂબ જ નિર્ભર થઈ જાઓ છો ત્યારે તેને ગુમાવવાનો વિચાર હંમેશા તમારા મનને સતાવે છે. આવી સ્થિતિમાં, તે તેમના સંબંધોને જાળવી રાખવા માટે બમણો પ્રયાસ કરે છે. તેઓ આ પ્રયાસોમાં ક્યારે વધુ પડતા કંટ્રોલિંગ મોડમાં આવી જાય છે તેનો તેમને ખ્યાલ પણ નથી આવતો. બની શકે છે કે જ્યારે તમારો પાર્ટનર તેના મિત્રો સાથે હેંગ આઉટ કરે અથવા તમે એની દરેક એક્ટિવિટી પર નજર રાખો એ તેને ના ગમતુ હોય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
