તમારો એક્સ તમારા જીવનમાં પાછો આવવા માંગે છે કે નહિ, આ સંકેતોથી જાણો
આ લેખમાં અમે આવા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેથી તમને ખબર પડે કે તમારા એક્સ ખરેખર તમારી પાસે આવવા માંગે છે કે નહિ.
નવી દિલ્લીઃ જ્યારે પ્રેમ સંબંધ પૂરો થઈ જાય ત્યારે તમે તમારા એક્સને ફરીથી જોવાની અપેક્ષા ન રાખી શકો પરંતુ એક દિવસ એવો આવે જ્યારે તે તમને ઈમોશનલ મેસેજ મોકલે છે જે તમને આશ્ચર્યમાં મૂકી દે છે કે આ શું સંકેત છે કે તમારો એક્સ તમારી પાસે પાછો આવવા માંગે છે. પહેલા તો, કોઈપણ રિવર્ટ કરતા પહેલા વિરામ લેવો સારો વિચાર છે. વળી, એ વખતે કદાચ તમે તેના સ્વરમાં વાત કરી શકો. તમે કહી શકો છો કે શું તે હવે કંટાળી રહ્યો છે કે પછી તે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. જો કે, તેને અવગણવો વધુ સારુ છે. આ લેખમાં અમે આવા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેથી તમને ખબર પડે કે તમારા એક્સ ખરેખર તમારી પાસે આવવા માંગે છે કે નહિ.

તમે એનો અવૉઈડ નથી કરી શકતા
તમારો એક્સ તમને સતત કૉલ અથવા ટેક્સ્ટિંગ કરે છે. તેઓ તમારી સાથે સંબંધ તોડ્યા પછી પણ દોસ્ત બની રહેવા માંગે છે અને તમને જવા દેવા માટે અસમર્થ છે.

તમારી લાઈફમાં નવા દોસ્ત હોવા પસંદ નથી
તેમને તમારા જીવનમાં કોઈ પુરુષ કે સ્ત્રી મિત્ર હોય તે પસંદ નથી કારણ કે તેમને લાગે છે કે તમે તેમની સાથે બદલો લઈ રહ્યા છો. તે તમારુ તમામ ધ્યાન ખેંચવા માંગે છે. તમારી સાથે તર્કહીન વાતો કરે છે કારણ કે તે એક મોટી નિશાની છે કે તે ફરીવાર આવવા માંગે છે.

વારંવાર તમને મળવાની કોશિશ કરે
તમારી નજીક રહેવા માટે બહાના બનાવે છે. એ બહાનાઓને લીધે પણ તે તમને વારંવાર મળવાનો પ્રયત્ન કરતો રહે છે. જ્યારે તમે તમારા સમયની યાદોને પાછળ ધકેલી દેવાનો પ્રયાસ કરી રહ્યા હોવ ત્યારે તે તમને સારા જૂના દિવસોની યાદ અપાવે છે, તે સતત યાદોને તાજી કરી શકે છે. તે એવી આશામાં છે કે તમે તેમની સાથે ફરીથી સંબંધ સ્થાપિત કરી લો.

એ શેર કરે કે એના જીવનમાં શું ચાલી રહ્યુ છે
જો તમારો એક્સ ટેક્સ્ટ કરે કે તે રાત્રે એકલા છે અથવા તે હવામાન અથવા ટ્રેન્ડિંગ વિષયો પર ચર્ચા કરી રહ્યા છે તો તેનો અર્થ એ કે તે ફરીથી ખુલવા માંગે છે, તે તમારી સાથે વાત કરવા માંગે છે. તે રોમેન્ટિક રીતે ફરીથી કનેક્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય.

એ તમારી ડેટિંગ લાઈફ વિશે પૂછે
જો તમારા એક્સને વસ્તુઓ પુનર્જીવિત કરવામાં રસ હોય તો તે તમને તમારા ડેટિંગ જીવન વિશે પણ પૂછશે કારણ કે તે એક સંકેત છે કે તે એ જોવાનો પ્રયાસ કરી રહ્યો છે કે તમે ફ્રી છો કે નહિ.

એ માફી માંગવા માટે તમારી પાસે આવે છે
જો તમારો એક્સ તમારી સાથે કરેલા કામોની જવાબદારી લે છે કે તેણે કેવી રીતે તમને દુઃખી કર્યા છે, તો સંભાવના છે કે તમે તેના દિમાગમાં ઘણુ બધુ કરી ચૂક્યા છો. તે પોતાની ભૂલ સુધારવા માંગી રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
