લગ્ન પછી છોકરીના જીવનમાં કેમ આવે છે ફેરફાર, આ કારણો હોય છે જવાબદાર
આજે આ લેખમાં આપણે લગ્ન પછી છોકરીઓના જીવનમાં આવતા ફેરફારો વિશે વાત કરીશુ.
નવી દિલ્લીઃ લગ્ન એ દરેકના જીવનમાં એક એવો નિર્ણય હોય છે જેના પછી છોકરા-છોકરીઓ તેમજ તેમની સાથે જોડાયેલા લોકોના જીવનમાં ઘણા બધા બદલાવ આવે છે. બે લોકો કે જેઓ તેમના જીવનસાથી સાથે તેમની આખી જીંદગી શેર કરવા માટે તૈયાર હોય છે. તેમના સુખ અને દુ:ખને પોતાના બનાવે છે. સાથે જ છોકરો જ નહીં પરિવારના લોકો પણ છોકરીને પોતાની માને છે. એકબીજાના પરિવાર સાથે પણ તેમનો સંબંધ બંધાય છે. પરંતુ લગ્ન પછી સૌથી મોટો બદલાવ છોકરીના જીવનમાં આવે છે.
લગ્ન પછી એક છોકરી પોતાનુ ઘર છોડીને બીજાના ઘરે આવીને રહે છે. બીજાના ઘરને સંપૂર્ણપણે પોતાનુ બનાવવાનો પ્રયાસ કરે છે. એક દીકરી અને બહેનથી પત્ની, પુત્રવધૂ સુધીની સફર પૂરી કરે છે. જે ઘરમાં તેણે બાળપણ વિતાવ્યુ હતુ તે ઘરમાં આરામ છોડીને બીજા ઘરની જવાબદારી લેવી પડે છે. જે છોકરી પોતાના પિયરમાં બેફિકર હોય છે તેણે તેના સાસરીમાં તેના ખભા પર ઘણી જવાબદારીઓ લેવી પડે છે. આજે આ લેખમાં આપણે લગ્ન પછી છોકરીઓના જીવનમાં આવતા ફેરફારો વિશે વાત કરીશુ.

કરિયર સાથે સમજૂતી
લગ્ન પહેલા છોકરી તેની કારકિર્દી પર સંપૂર્ણ ધ્યાન આપે છે. તેના મનમાં કંઈક બનવાની ઈચ્છા હોય છે. પરંતુ લગ્ન પછી તેની પ્રાથમિકતાઓ આપોઆપ બદલાઈ જાય છે. લગ્ન પછી તેનો બધો સમય નવા લોકોની વચ્ચે રહેવામાં, તેમની સાથે મેનેજ કરવામાં, દરેકની સુવિધાઓનુ ધ્યાન રાખવામાં પસાર થાય છે. આવી સ્થિતિમાં તે પોતાના કરિયર પર બિલકુલ ધ્યાન આપી શકતી નથી. વળી, માતા બન્યા પછી તેના જીવનમાં વધુ ફેરફારો આવે છે. પરિવાર તેમજ બાળકની સંભાળ રાખવામાં તેની કારકિર્દી પાછળ રહી જાય છે.

સાસરિયાની જવાબદારી
લગ્ન પછી છોકરીએ કંઈ પણ કરતા પહેલા તેના પતિ અને સાસરિયાઓને પૂછવુ પડે છે. તે પહેલાની જેમ મુક્તપણે ફરી નથી શકતી અને જ્યારે તે ઈચ્છે ત્યારે મિત્રો સાથે પાર્ટી પણ કરી શકતી નથી. આ સાથે સાસરિયામાં બધાનુ ધ્યાન રાખવુ, દરેકની જરૂરિયાતોનુ ધ્યાન રાખવુ, જેવી કેટલી બધી જવાબદારીઓ તેમના પર આવી જાય છે. લગ્ન પછી છોકરીઓ આપોઆપ જ ઘણી જવાબદાર બની જાય છે.

છોકરીઓમાં આવે છે સહનશીલતા
જે છોકરી લગ્ન પહેલા કોઈનુ સાંભળતી ન હતી. નાની નાની વાત પર તે ગુસ્સે થઈ જતી. લગ્ન પછી સાસરિયા સામે તેનુ વર્તન બદલાઈ જાય છે. તે તેના સાસરિયાઓ સામે કોઈપણ પ્રકારનો ગુસ્સો કરી શકતી નથી. તે પોતાના મનની વાત કરતા પણ ડરે છે. લગ્ન પછી ઘરને બાંધીને રાખવાની જવાબદારી તેના માથે આવી જાય છે. તેથી તે વસ્તુઓ સહન કરવાનુ શીખે છે.

પોતાની પહેલા બીજા વિશે વિચારવુ
એક છોકરી લગ્ન પહેલા પોતાના વિશે વિચારતી હતી પરંતુ લગ્ન પછી તે કોઈપણ નિર્ણય લેતા પહેલા તેના સાસરિયાઓ વિશે વિચારવા લાગે છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા તે ચોક્કસપણે તેના પતિ અને સાસરિયાઓનો અભિપ્રાય અને સંમતિ લે છે.

પોતાના માટે નથી મળતો સમય
લગ્ન પછી છોકરીનુંસામાજિક વર્તુળ વધે છે. ઘરની જવાબદારીઓ વચ્ચે તે એટલી વ્યસ્ત થઈ જાય છે કે તેની પાસે પોતાના માટે પણ સમય નથી હોતો. બીજી બાજુ, જો તે કામ કરતી હોય તો તે ઘર અને ઑફિસની જવાબદારીઓમાં ફસાઈ જાય છે.

ડ્રેસિંગ સ્ટાઈલમાં ફેરફાર
લગ્ન પહેલા છોકરી પોતાની મરજીના વસ્ત્રો મુક્તપણે પહેરી શકે છે. પરંતુ લગ્ન બાદ તેની ડ્રેસિંગ સ્ટાઈલ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. સાસરિયાંમાં જે પ્રકારનાં કપડાં પહેરવામાં આવે છે, છોકરીએ એ જ સ્ટાઇલ અપનાવવી પડે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
