શિરડીમાં ભિખારીઓની રહસ્યમય હત્યાઓ
મુંબઇ, 31 જુલાઇ: મહારાષ્ટ્રમાં શ્રદ્ધાળુઓના આકર્ષણનું કેન્દ્ર શિરડી હાલમાં ભિખારીઓની રહસ્યમય હત્યાઓને લઇને ચર્ચામાં છે. ગત વીસ દિવસોમાં અહી છ ભિખારીઓની હત્યા કરવામાં આવી છે. પોલીસે સોમવારે એક શંકાસ્પદ હત્યારાનો સ્કેચ જાહેર કર્યો હતો.
સવારે શિરડીના અલગ-અલગ ભાગોમાં ત્રણ ભિખારીઓના મોત નિપજ્યાં હતા. બધાના માથામાં પથ્થર મારીને તેમની હત્યા કરવામાં આવી હતી. આ પહેલાં 27 જુલાઇની રાત્રે એક ભિખારીની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાઓની શરૂઆત આઠ જુલાઇથી થઇ હતી, જ્યારે બે પુરૂષ અને એક મહિલા ભિખારીના માથામાં પથ્થર મારીને હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બે ભિખારીઓનું મોત નિપજ્યું હતું. એક ભિખારીની નાસિકમાં સારવાર ચાલુ છે. આઠ જુલાઇના રોજ બનેલી ઘટનાને સંયોગ માત્ર માનવામાં આવી હતી. પરંતુ ગત બે દિવસોમાં થયેલી ચાર હત્યાઓએ પોલીસને વિચારવા પર મજબૂર કરી દિધી છે. તો શિરડી નગરમાં ભયનો માહોલ પેદા થઇ ગયો છે.

ગત અઠવાડિયે સાંઇબાબાના દર્શન માટે શિરડીમાં મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા. ગુરૂવારે, શનિવારે અને રવિવારે અન્ય દિવસોની સરખામણી વધુ ભીડ હોય છે. ગત અઠવાડિયે ગુરૂપૂર્ણિમાના કારણે શિરડીમાં લાખો શ્રદ્ધાળુ ભેગા થયા હતા. પોલીસે આ હત્યાઓ પાછળ કોઇ મનોરોગી હત્યારાનો હાથ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભિખારીઓની અમીરી પણ આ હત્યાઓ પાછળનું કારણ માનવામાં આવી રહ્યું છે. શિરડીમાં આવનાર શ્રદ્ધાળુ ભોજન, અન્ન તથા અન્ય વસ્તુઓનું દાન કરે છે. તથા ઠેર-ઠેર બેસેલા ભિખારીઓને દાનમાં ખૂબ પૈસા મળે છે.
કહેવામાં આવે છે કે શિરડીમાં ભિખારીઓ પાસે 15-20 હજાર રૂપિયા મળી આવવા સામાન્ય વાત માનવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક ભિખારીઓએ બેંકમાં ખાતા પણ ખોલાવી રાખ્યા છે અને પોતે પણ વ્યાજે પૈસા આપે છે. એટલા માટે માનવામાં આવે છે કે કોઇ વ્યક્તિ આ ભિખારીઓની જમાપૂંજીને લૂંટવાના ઉદ્દેશ્યથી તેમની હત્યા કરી રહ્યો હોય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
