લાંબા સમય સુધી સિંગલ રહેવાનુ વલણ બની શકે છે ઘાતક, થશે આ નુકશાન, વહેલુ આવશે મોત
યુવાનોમાં હવે સિંગલ રહેવાનુ ચલણ વધી રહ્યુ છે. જાણો આના શું ઘાતક પરિણામો હોઈ શકે છે.
નવી દિલ્લીઃ યુવાનોમાં હવે સિંગલ રહેવાનુ ચલણ વધી રહ્યુ છે. આનુ કારણ એ છે કે તેઓ નથી ઈચ્છતા કે તેમના જીવનમાં કોઈ દખલઅંદાજી કરે. તેઓ નથી ઈચ્છતા કે તેમના ઊંઘવા, ઉઠવા, ફરવા અને પૈસા ખર્ચવામાં કોઈ દખલ કરે. આના કારણે તેઓ લગ્નના નામથી દૂર ભાગે છે અને કોઈને કોઈ બહાનુ બનાવીને તેને ટાળતા રહે છે. હકીકતમાં તેઓ પરિવારની જવાબદારી લેવાથી ડરતા હોય છે અને તેમની કથિત સ્વતંત્રતા ગુમાવવાનો ડર હોય છે. પણ શું જીવન જીવવાની આ સાચી રીત છે? ચાલો આજે તમને આ ટ્રેન્ડના તમામ પાસાઓથી વાકેફ કરીએ.

આત્મવિશ્વાસનો અભાવ
રિલેશનશિપ નિષ્ણાતોના મતે જે યુવાનો તેમના જીવનમાં સિંગલ રહેવાનુ પસંદ કરે છે તેઓ ભાવનાત્મક રીતે નબળા હોય છે. આવા લોકોને પોતાનામાં વિશ્વાસ નથી હોતો અને તેઓ હંમેશા કોઈ અજાણી વસ્તુથી ડરે છે. તેમને જીવન પ્રત્યે નિરાશા અને ભય હોય છે. આવા લોકો ખુશ હોવાનો ડોળ કરે છે પરંતુ અંદરથી તેઓ ધીરે ધીરે ખોખલા થઈ જાય છે. અવિવાહિત લોકો ખૂબ જ ઝડપથી માનસિક તાણનો શિકાર બને છે.
અંદરથી થઈ જાય છે ખોખલા
જે યુવકો લગ્ન કર્યા વગર એકલા રહે છે તેમણે પોતાના જીવનની નાની-મોટી તમામ સમસ્યાઓનો ઉકેલ જાતે જ ઉકેલવો પડે છે. જ્યારે તેમને કોઈ સમસ્યાનો ઉકેલ નથી મળતો ત્યારે તેઓ અકળાઈ જાય છે. તેઓ જીવનમાં સિંગલ હોવાથી તેમને યોગ્ય સલાહ અને સમર્થન આપવા માટે આસપાસ કોઈ નથી હોતુ. આનું પરિણામ એ આવે છે કે તેમને નાની-નાની વાતો પર રડવુ આવે છે. તેમને લાગે છે કે બાકીના પરિવારે તેની સાથે અન્યાય કર્યો છે. તેઓ તેમની દરેક નિષ્ફળતા માટે પરિવારના અન્ય સભ્યોને દોષ આપવા લાગે છે.
પરિવારથી થઈ જાય છે દૂર
અવિવાહિત રહીને પારિવારિક જવાબદારીઓ ટાળતા યુવાનો સમાજના લોકો સાથે ભળવાનું બંધ કરી દે છે. તેઓ લોકોના સુખ-દુઃખમાં સામેલ થતા નથી અને કોઈપણ સંબંધમાં સરળતાથી એડજસ્ટ થઈ શકતા નથી. આનુ પરિણામ એ આવે છે કે ધીમે ધીમે તેઓ પરિવાર અને સમાજ બંનેથી દૂર જતા રહે છે. એકલા રહેવાથી તેઓ ચિડીયા થઈ જાય છે. જ્યારે તેઓ મુશ્કેલીમાં પડે છે ત્યારે તેમની ખરાબ વર્તણૂકને કારણે તેમની મદદ કરવા કોઈ ઊભુ થતુ નથી.
સંબંધોમાં એડજસ્ટમેન્ટ નથી કરી શકતા
પરિવાર એ પરસ્પર સંકલન અને સંમતિનુ નામ છે. આ માટે પરિવારમાં સાથે મળીને કામ કરવામાં આવે છે અને એકબીજાની વસ્તુઓ શેર કરવી પડે છે. પરંતુ જે લોકોએ સિંગલ રહેવાની આદત અપનાવી છે તેમને એકલા રહેવાની ખરાબ આદત પડી જાય છે. આવી સ્થિતિમાં જ્યારે પરિવાર અથવા પરિવારના અન્ય લોકો તેના ઘરે આવે છે ત્યારે તે તેમની સાથે સરળતાથી એડજસ્ટ થઈ શકતો નથી અને તેમની સાથે તેમની વસ્તુઓ શેર કરવામાં સમસ્યા થાય છે. જેના કારણે સંબંધોમાં ખટાશ વધતી જાય છે.
વહેલુ મોત આવવાનુ જોખમ
ઘણા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે લાંબા સમય સુધી સિંગલ એટલે કે અપરિણીત જીવન જીવવાને કારણે વહેલા મૃત્યુનુ જોખમ પણ વધે છે. તેનુ કારણ એ છે કે સિંગલ રહેતા મોટાભાગના લોકો હાઈપરટેન્શન, હાઈ બીપી અને ડિપ્રેશનના દર્દી બની જાય છે. આ ત્રણેય રોગો તેને ધીમે ધીમે મૃત્યુના મુખ તરફ ખેંચી જાય છે. જ્યારે લગ્ન કરીને પરિવારના અન્ય સભ્યો સાથે હસી-બોલીને તણાવ દૂર થઈ જાય છે અને તે વ્યક્તિ લાંબુ જીવન જીવવા સક્ષમ બને છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
