આ સાત હથિયાર થઇ ગયા હોત તૈયાર તો વિશ્વને કરી નાંખત તબાહ
વિશ્વના વિવિધ દેશો દ્વારા એકથી એક ચઢિયાતા અને વિરોધી દેશને તબાહ કરવા સક્ષમ એવા અનેક હથિયારોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં હાલ ન્યુક્લિયર હથિયાર ઘણા જ ફેમસ છે. ન્યુક્લિયરયુક્ત હથિયાર વિરોધી દેશ અને તેની આસપાસના રડારમાં આવતા દેશોને ખતમ કરવા અથવા તો પાયમાલ કરવા માટે અદભૂત શક્તિ ધરાવતા હોય છે. પરંતુ એવા ઘણા બધા સિક્રેટ હથિયાર છે કે, જેનું નિર્માણ શરૂ તો કરવામાં આવ્યું હતું પરંતુ તે પુરા થઇ શક્યા નહોતા.
આજે વિશ્વભરમાં એક દેશ બીજા દેશ સાથે વિવિધ મોરચે બંધ બારણે યુદ્ધ કરી રહ્યું છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેનો તણાવ જગજાહેર છે. તો બીજી તરફ ઇજીપ્ત પણ આંતરિક કલેહનો શિકાર બનેલું છે, ત્યારે જો આ હથિયારનું નિર્માણ થઇ ચૂક્યું હોત અને તે કોઇ અયોગ્ય સંગઠનોના હાથમાં આવી ગયા હોત, તેમજ તેમણે એ હથિયારનો ઉપયોગ શરૂ કરી દીધો હોત તો? આ બાબતના પ્રશ્નો મનમાં ઉઠતાં જ એક કંપારી છૂટી જાય છે. તો ચાલો એક નજર ફેરવીએ એવા હથિયારો પર કે જે ક્યારેય નિર્માણ પામી શક્યા નથી.

લુનર ન્યુક્લિયર બોમ્બ
આ પ્રોજેક્ટ 119-એ તરીકે પણ ઓળખાય છે. સોવિયેટ યુનિય દ્વારા સ્પેશ રેસ શરૂ કરવામાં આવતા યુએસ દ્વારા એ હથિયારનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું, જો કે, તે પૂર્ણતાના આરે પહોંચ્યુ નહોતુ.

આઇસબેર્ગ એરક્રાફ્ટ કેરીઅર
આ હથિયારનું નિર્માણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આ વિચારને યુદ્ધ દરમિયાન જ માંડી વાળવામાં આવ્યો હતો.

ફ્લાઇંગ ડોરિટો
એ-12 એવેન્જર બીજું જે ફ્લાઇંગ ડેરિટો તરીકે પણ જાણીતું હતું. તેની રચના એ હેતુસર કરવામાં આવી રહી હતી કે તે દરેક વાતાવરણમાં યુદ્ધ સામગ્રીને એક સ્થળેથી બીજા સ્થળે સહેલાયથી લઇ જઇ શકે છે પરંતુ આ પ્રોજેક્ટમાં અધધ ડોલરનો ખર્ચ કરવામાં આવ્યા પછી પણ તેનું નિર્માણ બંધ કરી દેવામાં આવ્યું હતું.

સોવિએટ ડુમસ્ડે ડિવાઇસ
એવું માનવામાં આવે છે કે, 1990માં મીલેટ્રીની મદદ માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ અનેક દેશો સાથે વાર્તા પણ કરવામાં આવી જો કે, બાદમાં આ પ્રોજેક્ટ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.

અન લેન્ડેબલ પ્લેન
યુએસ સરકાર દ્વારા તેમના દરેક શીપ પર ફાઇટર પ્લેન મુકવાની યોજના હતી અને એ અતંર્ગત આ પ્લેન બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. કારણ કે પાઇલોટને અમુક સ્થળે ઉતરવામાં મુશ્કેલીઓ નડી રહી હતી, જો કે, યુએસનો આ બહુલક્ષી પ્રોજેક્ટ આગળ વધી શક્યો નહોતો. જો આ પ્રોજેક્ટ આગળ વધ્યો હોત તો શક્તિની દ્રષ્ટીએ અમેરિકા વધુ તાકતવર હોત અને વિશ્વને પોતાના ઇશારે નચાવી રહ્યું હોત.

ઇન્ટ્રુડેર
આ એક ઇમેજીન બોમ્બર હતું જે ઓટોમેટિક બોમ્બને લઇને ઉડત અને અવાજ કરતા ત્રણ ગણી સ્પીડે એ 15 માઇલનું અંતર કાપી લેત. પરંતુ અન્ય પ્રોજેક્ટની જેમ આ પ્રોજેક્ટ પણ નિર્માણ પહેલાં જ મૃતપ્રાય અવસ્થામાં પહોંચી ગયો.

થંડરસ્ક્રીચ
આ એક ટર્બોપ્રોપ એરક્રાફ્ટ હતું જેનો અવાજ એટલો બધો વધુ હતો કે તે જે સ્થળે હોય તેનાથી 25 માઇલ સુધી તેનો અવાજ આવી શકે. જે વિરોધી દેશો માટે ખતરો સાબિત થઇ શકે તેમ હતું પરંતુ તેની માઠી અસર પોતાના દેશના સૈનિકોને પણ પડે તેમ હોવાથી તેનું નિર્માણ બંધ કરી દેવામાં આવ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
