તમારુ બ્રેકઅપ થવાનુ છે એ 3 મહિના પહેલા જ ખબર પડી જશે, વૈજ્ઞાનિકોએ શોધી દીધી રીત
આજકાલ બ્રેકઅપ થઈ જાય પછી યુવક-યુવતીઓ પોતાને નુકશાન પહોંચાડી દેતા હોય છે. જો કે, હવે વૈજ્ઞાનિકોએ એક રીત શોધી છે જેનાથી 3 મહિના પહેલા જ ખબર પડી જશે કે તમારુ બ્રેકઅપ થવાનુ છે.
Breakup: આજના યુગમાં કંઈ પણ થઈ શકે છે. બહુ વર્ષો સુધી ચાલેલો સંબંધ પણ ક્યારેક ખતમ થઈ શકે છે. જેના માટે તૈયાર રહેવુ જરુરી છે. જો કે, બ્રેકઅપના કારણે ઘણા યુવક-યુવતીઓ આજકાલ પોતાને નુકશાન પહોંચાડી રહ્યા છે અને રિલેશન ખરાબ થવા પાછળ શું કારણો હતા તે પણ તેમને ઘણી વાર ખબર નથી હોતી. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ રિલેશન ખતમ થવા પાછળના કારણો શોધી નાખ્યા છે. જેના પરથી 3 મહિના પહેલા જ ખબર પડી જશે કે તમારુ બ્રેકઅપ થવાનુ છે.

પાર્ટનરની આ આદતોથી 3 મહિના પહેલા બ્રેકઅપની ખબર પડશે
ઑસ્ટિન ખાતે યુનિવર્સિટી ઑફ ટેક્સાસના વૈજ્ઞાનિકોએ 6,803 રેડડિટ યુઝર્સની 1,027,541 પોસ્ટનો અભ્યાસ કર્યો. સંશોધકોએ આ યુઝર્સની ખાસ પસંદગી કરી હતી. આ બધા યુઝર્સે સબરેડિટ r/BreakUps પર પોસ્ટ કરી હતી. આનાથી ખબર પડી કે તેમનુ બ્રેકઅપ થઈ ગયુ છે. સંશોધકોએ ત્રણ મહિના સુધી આ યુઝર્સની પોસ્ટ્સનો અભ્યાસ કર્યો. સંશોધકોએ શોધી કાઢ્યુ કે બ્રેકઅપથી લોકો કેવી રીતે પ્રભાવિત થયા તેની ભાષા અને વર્તનમાં પણ ફેરફાર થયો.

બ્રેકઅપ થવાનુ હોય તેની ભાષા 3 મહિના પહેલા બદલાઈ જાય છે
ધ પ્રોસીડિંગ્સ ઑફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સે તેની આવૃત્તિમાં આ સંશોધન પ્રકાશિત કર્યુ છે. સંશોધકોએ બ્રેકઅપના બે વર્ષ પહેલા અને બે વર્ષ પછીની પોસ્ટ પર અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન વૈજ્ઞાનિકોને પોસ્ટની ભાષામાં ફેરફાર જોવા મળ્યો. તેઓએ જોયુ કે પોસ્ટમાં બ્રેકઅપના સંકેત 3 મહિના પહેલા લોકોને મળવા લાગ્યા હતા. જેમનુ બ્રેકઅપ થવાનુ છે તેની ભાષા ત્રણ મહિના પહેલા બદલાઈ જાય છે.

બ્રેકઅપ કરનારા આ શબ્દોનો કરવા લાગે છે ઉપયોગ
આ સંશોધકોએ શોધી કાઢ્યુ કે બ્રેકઅપના સંકેતોમાં લોકોની પોસ્ટ નોંધપાત્ર રીતે ઘણી અળગ જોવા મળી. બ્રેકઅપ પહેલા પોતાના વિશે વધુ પોસ્ટ શેર કરવાનુ શરૂ કરે છે. આ ઉપરાંત, આઈ-વર્ડ્સ, વી-વર્ડ્સ જેવા ડિપ્રેશનની વિશેષતાવાળા શબ્દો પર વધુ ફોકસ કરવામાં આવ્યુ હતુ. બ્રેકઅપના ત્રણ મહિના પહેલા વ્યક્તિની વિશ્લેષણાત્મક વિચારસરણીમાં પણ ઘટાડો થયો હતો.

ઈન્ટરનેટ પર લખવા લાગે છે આવી વાતો
આ સિવાય સંશોધકોએ તેમના સંશોધનમાં જોયુ કે બ્રેકઅપ પહેલા વ્યક્તિ વધુ અંગત અને અનૌપચારિક ભાષાનો ઉપયોગ કરીને પોસ્ટ કરવાનુ શરૂ કરે છે. ઉદાહરણ તરીકે, લોકો પોસ્ટમાં લખવાનું શરૂ કરે છે કે... મને ખબર નથી કે મારે મારી વાર્તા કહેવી જોઈએ કે નહીં, મને મદદની જરૂર છે કારણ કે હું ખોવાઈ ગયો છુ, પરંતુ મારી વાર્તા લાંબી છે, મને એ પણ ખબર નથી કે તેને શેર કરવુ યોગ્ય રહેશે કે નહિ.

આ રીતે ખબર પડશે કે બ્રેકઅપ થવાનુ છે
સંશોધનોએ દર્શાવ્યુ છે કે જ્યારે વ્યક્તિનો સંબંધ સારો ચાલી રહ્યો હોય ત્યારે આવા ફેરફારો સામાન્ય રીતે માણસોમાં જોવા મળતા નથી. પરંતુ જ્યારે તેમના મનમાં કોઈ બદલાવ આવે અથવા બદલાવાના હોય ત્યારે તેઓ આવી ભાષાનો ઉપયોગ કરવાનુ શરૂ કરે છે. આ અભ્યાસના મુખ્ય સંશોધક સારાહ સેરાજે જણાવ્યુ કે લોકો પહેલાથી જ જાણા હોય છે કે તેમનુ બ્રેકઅપ થવાનુ છે પરંતુ તેઓ ક્યારેય તેમની ભાષા પર ધ્યાન આપતા નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
