શ્રાવણ: મનોકામનાપૂર્ણ કરવા આ પ્રમાણે કરો શિવ પૂજા
શ્રાવણમાં વિવિધ સમસ્યાના નિવારણ તથા ઇચ્છાપૂર્તિ માટે કઇ રીતે કરશે ભગવાન શિવની પૂજા?
[પં. અનુજ કે શુક્લ] શ્રાવણ મહિનામાં આશુતોષ ભગવાન શંકરની પૂજાનું વિશેષ મહત્વ છે. જે વ્યક્તિ શ્રાવણ મહિનામાં દરરોજ પૂજા નથી કરી શકતા, તેમને સોમવારના દિવસે પૂજા અને વ્રત રાખવું જોઇએ. શ્રાવણમાં પાર્થિવ પૂજાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શ્રાવણ મહિનામાં જેટલા પણ સોમવાર આવે છે, તે બધા સોમવારના દિવસે વ્રત રાખીને પૂજન કરવામાં આવે તો મનોકામનાપૂર્ણ થઇ શકે છે. શ્રાવણ મહિનામાં સોમવારનું એટલું મહત્વ કેમ દર્શાવવામાં આવ્યું છે? સોમવારનો અંક 2 હોય છે જે ચંદ્રમાનું પ્રતિનિધિત્વ કરે છે. ચંદ્રમા મનનું સંકેતક છે અને તે ભગવાન શિવના મસ્તક પર બિરાજમાન છે.
કદાચ એટલા માટે ભોળેનાથ આટલા સરળ અને શાંત જોવા મળે છે. શ્રાવણમાં પ્રેમ પ્રફુલ્લિત થઇને કામ રૂપ ધારણ કરી લે છે. શ્રાવણમાં ભોળેનાથનું વિધિવત જળ વડે અભિષેક કરીને પૂજન કરવાથી ચંદ્ર મજબૂત થઇને મનને ઊર્જાવાન બનાવી દેશે. છોકરીઓ સોળ સોમવારનું વ્રત રાખીને પ્રેમ કરનાર પતિની મનોકામના કરે છે, તેની પાછળ પણ ચંદ્રમા જ કારણભૂત છે કારણ કે ચંદ્રમા મનનું સંકેતક છે. સાછો પ્રેમ મનથી કરવામાં આવે છે તનથી નહી.
સમસ્યાઓ જો સમયસર ન ઉકેલાય તથા ઇચ્છાઓ સમયસર પૂરી ન થાય, તો ઘણું દુ:ખ થાય છે. વિવિધ સમસ્યાના નિવારણ તથા ઇચ્છાપૂર્તિ માટે કઇ રીતે પૂજન કરવું તે તમે સ્લાઇડરમાં જોઇ શકો છો.

ડર દૂર કરવા માટે
જો તમને કોઇપણ પ્રકારનો ભય લાગે છે તો તમે દૂર્વાને વાટીને શિવલિંગ બનાવો અને તેની વિધિવત પૂજા કરો. આ ઉપાયથી દરેક પ્રકારનો ભય સમાપ્ત થઇ જશે.

સંતાન પ્રાપ્તિ માટે
જો તમારે સંતાન થઇ રહ્યું નથી, તો વાંસના અંકુરમાંથી શિવલિંગ તૈયાર કરો અને તેની વિધિવત પૂજા કરો. થોડા સમય બાદ સંતાનની પ્રાપ્તિ થશે.

ધન ટકતું નથી તો
જો તમારી પાસે ધન ટકતું નથી કે પછી આવતું જ નથી તો તમે દહી કઠોર થઇ ગયા બાદ તેનું શિવલિંગ બનાવો અને તેની વિધિવત પૂજા તથા અર્ચના કરો. આવું કરવાથી તમારી આર્થિક સમસ્યાનું સમાધાન થઇ જશે અને ધન પણ ટકશે.

સુખ શાંતિ માટે
જો તમે પરિવારમાં એકતા અને સુખ તથા શાંતિ ઇચ્છો છો તો તમે ખાંડથી બનેલા શિવલિંગની પૂજા કરો. લાભ અવશ્ય મળશે.

સારા પાક માટે
ખેડૂત વર્ગ ગોળમાં અન્ન લગાવીને શિવલિંગ તૈયાર કરો તેની વિધિવત પૂજા કરી કરવાથી કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ થશે તથા સમૃદ્ધિ આવશે.

રોગમાંથી મુક્તિ મેળવવા માટે
જો કોઇને લાંબા સમયથી કોઇ રોગ છે અને ઠીક નથી થઇ રહ્યો તો તમે મિશ્રીથી બનેલા શિવલિંગની સામે રૂદ્રાષ્ટકનો પાઠ કરો તથા વિધિવત પૂજન તથા અર્ચના કરો. આમ કરવાથી થોડા સમયમાં લાભ જોવા મળશે.

શત્રુઓથી પરેશાન છો
જો તમે શત્રુઓ તથા વિરોધીઓથી વધુ પરેશાન છો તો નીલમથી બનેલા શિવલિંગની પૂજા કરો. આ ઉપાય કરવાથી તમારા શત્રુઓનો નાશ થશે.

લાંબા આયુષ્ય માટે
લાંબા આયુષ્ય માટે કસ્તૂરી તથા ચંદનથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી લાભ મળે છે.

લગ્ન નથી થઇ રહ્યાં તો
જો કોઇ કન્યાના લગ્ન થતા ન હોય તો મોતી તથા નવનીત વૃક્ષના પત્તાથી બનેલા શિવલિંગનું પૂજન કરવું અને વિવાહમાં આવનારની મુશ્કેલી જલદી દૂર થઇ રહી છે અને સંપન્ન પરિવારમાં લગ્ન થઇ જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
