અનેક રૂપોમાં મનાવવામાં આવે છે ભારતમાં ગણેશ ચતુર્થી
ગણેશોત્સવની શરૂઆત હિંદુ કેલેંડર અનુસાર, ભાદરવા માસમાં શુક્લ ચતુર્થીથી થાય છે. આ દિવસને ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે. દસ દિવસ સુધી ગણપતિ પૂજા બાદ આવે છે અનંત ચતુર્દશી જે દિવસે આ ઉત્સવ સમાપ્ત થાય છે. ગણેશ ચતુર્થી ભારતમાં મનાવવામાં આવતા ઘણાં તહેવારોમાંથી એક માનવામાં આવે છે. આખા ભારતમાં ગણેશ ચતુર્થી મનાવવા માટે ભારે ભીડ ઉમટી પડે છે.
ગણેશ ચતુર્થી માટે એક મહિના પહેલાથી મૂર્તિકારો ઘણા ઉત્સાહથી મૂર્તિઓ બનાવવામાં લાગી જાય છે. મૂર્તિકાર ભગવાન ગણેશની મૂર્તિ બનાવવાના કાર્યમાં રાત-દિવસથી લાગ્યા રહે છે. આ મહા તહેવારે લોકો સવારે ઉઠીને સોના, ચાંદી, તાંબા અથવા માટીના ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરીને તેમની પૂજા-અર્ચના કરે છે.
માત્ર ભારતમાં જ નહીં પરંતુ જુદા જુદા દેશોમાં જેવા કે નેપાળ, કેનેડા, મોરિશિયસ, સિંગાપૂર, અને મલેશિયા વગેરે દેશોમાં પણ ગણેશ ચતુર્થીના પર્વને ધૂમધામથી ઉજવવામાં આવે છે. અને ભારતમાં માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ કર્ણાટક, છત્તિસગઢ, આસામ, યુપી, ગુજરાત, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને ગોવા વગેરેમાં મનાવવામાં આવે છે. જો આપ જુદા જુદા રાજ્યોમાં જશો તો આપને જોવા મળશે કે તેમની પૂજન વિધિ અને તેમની સાજ-સજ્જામાં ચાર ચાંદ લગાવેલા હોય છે.
ભારતમાં ગણેશોત્સવ એટલી ધૂમ-ધામથી મનાવવામાં આવે છે કે તેને જોવા માટે લોકો વિદેશથી પણ ઉમટી પડે છે. શહેરોમાં ટેબ્લો લાગે છે, ફૂલો અને હારથી સજાવેલા મંડપમાં ગણેશ ચતુર્થીના દિવસે પૂજા કરવામાં આવે છે અને ભગવાન ગણેશને ફૂલ અને ધરો ચઢાવવામાં આવે છે તેમજ નારિયેળ અને પ્રસાદ ચઢાવીને ભક્તોમાં વહેંચવામાં આવે છે. જો આપ પણ જાણવા માંગતા હોવ કે આપની આસપાસના રાજ્યોમાં ગણપતિની કેવી રીતે પૂજા કરવામાં આવે છે, અને ગણેશોત્સવ કેવી રીતે મનાવવામાં આવે છે, તો અમારો આ આર્ટિકલ વાંચવો ના ભૂલતા.

મુંબઇ
અત્રે લાલબાગના રાજા ખૂબ જ પ્રસિદ્ધ છે. બોલિવુડમાંથી ઘણા સ્ટાર અત્રે આવીને ભગવાન ગણેશની પૂજા કરે છે. અહીં ગણેશજીની પ્રતિમાં ભારતની બધી મૂર્તિઓ કરતા લાંબી હોય છે.

પુણે
પુણેમાં દરેક પ્રકારના ધર્મના લોકો ગણેશોત્સવ કોઇ મતભેદ વગર ધૂમધામથી મનાવે છે.

કર્ણાટક
અત્રે ગણેશ ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. અત્રે ગણેશજીના મંદિરોમાં ભારે ભીડ ઉમટી પડે છે. લોકો આવે છે અને પૂજા કરે છે. અત્રે ગણેશજીના મંદિરોમાં ભારે ભીડ એકઠી થાય છે. લોકો આવે છે અને પૂજા કરે છે પ્રસાદના રૂપમાં મોદક આપવામાં આવે છે.

છત્તિસગઢ
છત્તિસગઢના રાજનંદ ગામમાં ગણેશ ચતુર્થીની ઘણી ધૂમ જોવા મળે છે. અત્રેના લોકો પોતાના ઘર અને પંડાલોને ઝાલરો અને ફૂલોથી સજાવે છે. અહીં મોહરા મેલા, બળદની રેસ અને મીના બજાર ખાસ આકર્ષણનું કેન્દ્ર છે.

ચેન્નાઇ
અત્રે ગણેશ ચતુર્થી મોટા તહેવારોમાનો એક તહેવાર છે. અત્રે ગણેશજીની મૂર્તિ 40 ફૂટ કરતા પણ ઉપર પહોંચી જાય છે. અત્રે માર્ગો પર પંડાલ લગાવીને મૂર્તિઓ મૂકવામાં આવે છે અને પૂજા કરવામાં આવે છે.

આસામ
અત્રે ગણેશજીની મૂર્તિ બનાવીને મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે અને તેમની પૂજા ફૂલો, નારિયેલ, ગોળ, મોદક, ધરો, અને આરતીથી કરવામાં આવે છે. આ ઉપરાંત અત્રે બ્લડ ડોનેશન કેમ્પ, ગરીબોને દાન દાન આપવા માટે કેમ્પ, ફ્રિમેડિકલ કેમ્પ ચેક અપ અને નાટકનું આયોજન થાય છે.

ગુજરાત
અમદાવાદ, વડોદરા, સુરત, અને રાજકોટ વગેરે શહેરો ગણેશોત્સવ મનાવવા માટે ખૂબ જ લોકપ્રિય છે. ગણેશ ચતુર્થીમાં ભજન, ગરબા, કથા, નાચ-ગાન અને બીજી અન્ય પારંપરિક પ્રતિયોગિતાઓ થવી સામાન્ય વાત છે. રાજકોટ શહેરમાં ગણેશ રાજાની મૂર્તિ દરેક ખૂણે સ્થાપિત થાય છે.

મધ્યપ્રદેશ
અત્રે કેટલાંક શહેરોમાં ઇકો ફ્રેંડલી ગણેશ ભગવાનની મૂર્તિની પૂજા થાય છે. જળ પ્રદૂષણને રોકવા માટે અત્રે આર્ટિપિશિયલ સરોવર બનાવવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
