Republic Day 2018: જાણો ગણતંત્ર દિન સાથે જોડાયેલ ખાસ વાતો
દરેક ભારતીય માટે 26 જાન્યુઆરીનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ હોય છે. આ વર્ષે આપણા દેશની ગણતંત્ર દિવસની પરેડને જોવા માટે એક સાતે 10 દેશોના પ્રતિનિધિ મુખ્ય અતિથિ તરીકે આવી રહ્યાં છે. આ અંગે વધુ વાંચો અહીં.
દરેક ભારતીય માટે 26 જાન્યુઆરીનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ હોય છે. આ દિવસે પહેલીવાર આપણે ગણતંત્ર થયા હતા. આ માત્ર એક પ્રસંગ નહીં, આપણા ગૌરવ અને સન્માનનું પ્રમાણ છે. આ વર્ષે આપણા દેશની ગણતંત્ર દિવસની પરેડને જોવા માટે એક સાતે 10 દેશોના પ્રતિનિધિ મુખ્ય અતિથિ તરીકે આવી રહ્યાં છે. આ 10 દેશોમાં બ્રુનેઇ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલીપાઇન્સ, સિંગાપુર, થાયલેન્ડ અને વિયેતનામનો સમાવેશ થાય છે.

26 જાન્યુઆરી, 1950
- 26 જાન્યુઆરી, 1950ના રોજ આપણું બંધારણ લાગુ થયું હતું.
- ભારતનું બંધારણ એક લેખિત બંધારણ છે.
- આ દિવસે ભારતના રાષ્ટ્રપતિ દેશનો ધ્વજ ફરકાવે છે.
- 395 અનુચ્છેદો અને 8 અનુસૂચિઓ સાથે ભારતીય બંધારણ એ દુનિયાનું સૌથી મોટું લેખિત સંવિધાન છે.
- ગણતંત્ર દિવસ નિમિત્તે અશોક ચક્ર અને કીર્તિ ચક્ર જેવા મહત્વપૂર્ણ સન્માન આપવામાં આવે છે.
- જે પછી ભારતીય સેના પોતાનું શક્તિ પ્રદર્શન અને પરેડ માર્ચ કરે છે.
- ભારતીય બંધારણની રચનામાં 2 વર્ષ, 11 માસ અને 18 દિવસનો સમય લાગ્યો હતો.
- 26 જાન્યુઆરી, 1950ના રોજ ડૉ.રાજેન્દ્ર પ્રસાદે ગવર્મેન્ટ હાઉસના દરબાર હોલમાં ભારતના પ્રથન રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધી હતી.
- 1955થી ગણતંત્ર દિવસ સમારંભનું આયોજન રાજપથ પર થવા માંડ્યું અને અહીં જ સેના પરેડ કરતી થઇ
- ગણતંત્ર દિવસે રાજપથા ત્રિરંગો ફરકાવવામાં આવે છે. એ પછી રાષ્ટ્રગીત ગવાય છે અને 21 તોપોની સલામી આપવામાં આવે છે.
- વર્ષ 1957માં સરકારે બાળકોને રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર આપવાની શરૂઆત કરી હતી, જે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અલગ-અલગ ક્ષેત્રમાં બહાદુરી માટે આપવામાં આવે છે.

2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર

ભવ્ય પરેડનું આયોજન
આ પ્રસંગના મહત્વને ચિહ્નિત કરવા માટે દર વર્ષે એક ભવ્ય પરેડનું પણ આયોજન કરવામાં આવે છે. આ ભવ્ય પરેડમાં ભારતીય સેનાના વિભિન્ન રેજિમેન્ટ, વાયુસેના, નૌસેના વગેરે સૌ ભાગ લે છે. પરેડમાં વિભિન્ન રાજ્યો તરફથી એક્ઝિબિઝન પણ યોજાય છે, જે ભારતની વિવિધતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિનું પ્રદર્શન કરે છે.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
