Republic Day 2024: 15 ઓગસ્ટ કરતા અલગ હોય છે 26 જાન્યુઆરીની ઝંડો ફરકાવવાની રીત, જાણો શું હોય છે ફરક
Republic Day 2024: દેશનો રાષ્ટ્રધ્વજ આપણી આન, બાન અને શાનનુ પ્રતીક છે. દર વર્ષે સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ) અને પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી) પર ધ્વજ ફરકાવવામાં આવે છે. જો કે, સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટ અને પ્રજાસત્તાક દિવસ એટલે કે 26 જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં અમુક તફાવત છે.
બે પ્રકારના ધ્વજ લહેરાવવામાં અથવા ફરકાવવામાં આવે છે. એકને ધ્વજારોહણ અને બીજાને ધ્વજવંદન કહેવામાં આવે છે. ચાલો જાણીએ કે ધ્વજ ફરકાવવામાં શું તફાવત છે અને શા માટે તેને અલગ-અલગ ગણવામાં આવે છે અને બંનેનો અર્થ શું છે?

ધ્વજ બે રીતે ફરકાવવામાં આવે છે અથવા લહેરાવવામાં આવે છે. ધ્વજને ઉપરની તરફ ખેંચીને ફરકાવવામાં આવે છે જેને ધ્વજારોહણ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેને Flag Hoisting કહે છે. બીજી બાજુ, પ્રજાસત્તાક દિવસ પર, રાષ્ટ્રધ્વજ ઉપર બાંધેલો રહે છે અને તેને ખોલીને ફરકાવવામાં આવે છે, અંગ્રેજીમાં તેને Flag Unfurling કહે છે.
સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ)ના અવસરે, વડાપ્રધાન કાર્યક્રમમાં ભાગ લે છે અને ધ્વજ ફરકાવે છે. જ્યારે ગણતંત્ર દિવસ પર દેશના રાષ્ટ્રપતિ 26 જાન્યુઆરીના મુખ્ય કાર્યક્રમમાં ભાગ લે છે અને ધ્વજ ફરકાવે છે.
સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે વડાપ્રધાન ધ્વજ ફરકાવે છે. જ્યારે, ગણતંત્ર દિવસનો કાર્યક્રમ રાજપથ પર થાય છે. આ દિવસે રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે.
વડાપ્રધાન દેશના રાજકીય વડા છે જ્યારે રાષ્ટ્રપતિ બંધારણીય વડા છે. દેશનું બંધારણ બંધારણ 26 જાન્યુઆરી, 1950ના રોજ અમલમાં આવ્યું. તે પહેલા દેશમાં ન તો બંધારણ હતું કે ન તો રાષ્ટ્રપતિ હતા. આ કારણથી દર વર્ષે 26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ રાષ્ટ્રધ્વજ ફરકાવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
