Relationship Tips: સાચા પ્રેમનો અર્થ સારી ફિઝિકલ રિલેશનશિપ હોય છે? True Loveનો ખરો મતલબ જાણો અહીં
શું ખરેખર પ્રેમનો અર્થ સેક્સ હોય છે કે પછી કંઈક બીજુ? આવો અમે તમને જણાવીએ કે પ્રેમનો અર્થ ફિઝિકલ એટ્રેક્શન છે કે પછી કંઈક અલગ...
Relationship Tips: સૌથી પહેલા એકબીજાને એટ્રેક્ટ કરે એ છે ફિઝિકલ એટ્રેક્શન. છોકરો છોકરીનુ ફિગર, એની આંખો, એની સુંદરતા જુએ છે. એ જ રીતે છોકરી પણ છોકરાની કદ-કાઠી, એનો ફેસ, કલર, સ્માર્ટનેસ અને એ કેટલો હેન્ડસમ છે, એ જુએ છે. આ બધુ જોયા પછી દોસ્તી આગળ વધે છે, પછી ડેટ અને પછી પ્રેમની શરુઆત થઈ જાય છે. આ ફિઝિકલ એટ્રેક્શન, સેક્શ્યુઅલ એટ્રેક્શનમાં ક્યારે બદલાઈ જાય છે એ ખબર નથી પડતી અને કપલ પ્રેમનો અર્થ સેક્સ સમજવા લાગે છે. તો શું ખરેખર પ્રેમનો અર્થ સેક્સ હોય છે કે પછી કંઈક બીજુ? આવો અમે તમને જણાવીએ કે પ્રેમનો અર્થ ફિઝિકલ એટ્રેક્શન છે કે પછી કંઈક અલગ...

ફિઝિકલ રિલેશન ક્યાંક માત્ર આકર્ષણ તો નથીને?
શું તમને લાગે છે કે તમે બંને બેડ પર સારુ પર્ફૉર્મ કરો છો, તમારા બંનેનો સાથ સારી રીતે વીતે છે તો એ પ્રેમ છે? ના, એવુ બિલકુલ નથી. શારીરિક સંબંધને લઈને તમારા બંનેનુ આ માત્ર આકર્ષણ જ હોઈ શકે છે. પ્રેમનો અર્થ માત્ર સેક્સ ન હોઈ શકે. પ્રેમ એક લાગણીનુ નામ છે, જે બે વ્યક્તિના હૃદયમાંથી નીકળે છે.

સાચા પ્રેમને ફિઝિકલ રિલેશનની ભૂખ નથી હોતી
શું તમને બંનેને લાગે છે કે તમે એકબીજા વિના જીવી શકતા નથી? અહીં એ મતલબ છે કે એકબીજા સાથે સેક્સ કર્યા વિના જીવી નથી શકતા. શું તમારા બંને સાથે કંઈક આવુ જ ચાલી રહ્યુ છે, તો તે સાચો પ્રેમ નથી પરંતુ તે એકબીજાના શરીરની જરૂરિયાત છે, જે તમે બંને ઇચ્છો છો. સાચો પ્રેમ શારીરિક સંબંધનો ભૂખ્યો નથી.

પાર્ટનર્સ વચ્ચે હેલ્ધી કમ્યુનિકેશન નહિ
જો તમે બંને એકસાથે સેક્સ માણો છો પરંતુ શારીરિક સંબંધ બનાવ્યા પછી બંને એકબીજાને જોતા પણ નથી અને વાત પણ કરતા નથી, તો આ પણ પ્રેમ ન ગણાય. પ્રેમ એટલે શારીરિક સંબંધ પછી પણ સારુ અને સ્વસ્થ બંધન, એકબીજાને જોઈને ખુશ રહો, પ્રેમથી જુઓ. પ્રેમ માટે વાતચીત ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો વાતચીત ન થાય તો તમારે બંનેએ તમારા સંબંધો વિશે ફરીથી વિચારવુ પડશે.

માત્ર બેડરુમ સુધી રહે છે પ્રેમ?
જ્યારે તમે બંને સાથે હોવ ત્યારે તરત જ તમને બંનેને માત્ર બેડરૂમ અને બેડ દેખાય છે, એકબીજાને જોઈને તમે બંને ઉત્સાહથી ભરાઈ જાઓ છો, પરંતુ જો તમે બંને લાંબા સમય સુધી ન મળતા હોવ તો પણ તેનાથી કોઈ ફરક પડતો નથી. તો તમારે બંનેએ તમારા સંબંધો વિશે ફરીથી વિચારવાની જરૂર છે, પછી ભલે તમારા બંને વચ્ચે પ્રેમ હોય કે પ્રેમ માત્ર શારીરિક સંબંધ બનાવવા માટે પ્રેમ હોય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
