Relationship Tips : સંબંધોમાં દુરીનું કારણ બની શકે છે આ વાતો, જાણો અને બચો
Relationship Tips : પતિ-પત્નીનો સંબંધ એવા હોય છે, જ્યાં પ્રેમ અને તકરાર બંનેનો સમય બરાબર સાથે રહે છે. આ સાથે એક હેલ્ધી રિલેશનશિપમાં આ બંને હોવું જરૂરી છે. જો તમારી રિલેશનશિપમાં સતત ઝગડા અને ક્લેશ થાય છે, તો તમારે આ અહેવાલ ખાસ વાંચવો જોઇએ.
કેટલીકવાર વસ્તુઓ ખૂબ જ ખરાબ થઈ જાય છે, તો આવી પરિસ્થિતિ અલગ થવાનું કારણ પણ બની શકે છે. સંબંધોમાં અંતર ખૂબ જ નાની વસ્તુઓથી શરૂ થાય છે, જેને લાંબા સમય સુધી અવગણવામાં આવે, તો અલગ થવાનું કારણ બની શકે છે. તેથી આ બાબતો વિશે જાણી લેવું અને તેના ઉકેલ પર કામ કરવું ખૂબ જ જરૂરી છે.

ગેરસમજ - સંબંધોમાં કડવાશનું સૌથી સામાન્ય કારણ ગેરસમજ છે. જો તમારા સંબંધમાં આ વસ્તુએ સ્થાન બનાવી લીધું હોય, તો સારા સંબંધમાં અંતર વધવા લાગે છે. આનો એક જ ઉપાય છે કે, તમે બંને સાથે બેસીને આ ગેરસમજણોના કારણો શોધી કાઢો અને તેને દૂર કરવાના ઉપાયો વિશે ચર્ચા કરીને ગેરસરજ દૂર કરી સંબંધો સુધારી શકો છો.
અવગણના કરવી - આ બાબત ઘણા કપલ્સમાં જોવા મળે છે. જો તમે તમારા પાર્ટનરની વાતને નજરઅંદાજ કરો છો અને તેને સમજવાની કોશિશ કરતા નથી, તો આ તમારા સંબંધને બગાડવાનું એક મોટું કારણ છે. આમ કરવાથી પાર્ટનરને લાગે છે કે, તમે તેનું સન્માન નથી કરતા અથવા તેની સાથેનો સંબંધ તોડવા માંગો છો. ક્યારેય પતિ-પત્નીએ ક્યારેય એકબીજાની સાથે વાતચીત બંધ ન કરવી જોઇએ.
એક-બે વાર તો ઠીક પણ દરેક વખતે આવું વલણ કોઈ સહન કરી શકાતું નથી. તેથી તમારા પાર્ટનરની વાત સાંભળવી અને સમજવી ખૂબ જ જરૂરી છે. જો તમે તેમના વિચારો સાથે સહમત નથી, તો તેના વિશે પણ વાત કરી શકો છો, પણ તેમની અવગણના કરવી જોઇએ નહીં.
શારીરિક આત્મીયતાનો અભાવ - પ્રેમ સંબંધમાં રહેવા માટે, રોમાંસ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ આજના યુગલો એટલા વ્યસ્ત છે કે, તેઓ ભાગ્યે જ એકબીજા માટે સમય કાઢી શકતા હોય છે અને સમય મળે, તો પણ પ્રેમ-રોમાન્સને બદલે તેઓ મોબાઈલ ફોન સ્ક્રોલ કરવામાં સમય પસાર કરે છે, જે સંબંધ માટે યોગ્ય નથી.
કેટલીકવાર શારીરિક ઘનિષ્ઠતાનો અભાવ પણ સંબંધોમાં તિરાડનું કારણ બની જાય છે, તેથી જો તમે સંબંધમાં અલગ થવા માંગતા નથી, તો એકબીજાને પ્રેમ કરવા માટે ચોક્કસ સમય કાઢો. તેથી જ્યારે સમય મળે ત્યારે રોમાન્સ કરો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
