Ratan Tata Funeral : ન અગ્નિ સંસ્કાર અને ન દફનવિધી, જાણો કેવી રીતે થાય છે પારસીઓના અંતિમ સંસ્કાર?
Parsi Funeral : ભારતના અંગ્રણી ઉદ્યોગપતિ અને ટાટા સન્સના પુર્વ ચેરમેન રતન ટાટાનું 86 વર્ષે અવસાન થયુ છે. પારસી પરિવારમાં જન્મેલા રતન ટાટાએ ભારતના વિકાસમાં મોટુ યોગદાન આપ્યુ છે.
ભારતીય પરંપરામાં અગ્નિ સંસ્કાર દ્વારા અંતિમ વિધી કરવામાં આવે છે તો મુસ્લિમ પરંપરામાં શબને માટીને હવાલે કરી દેવાય છે. જો કે પારસી પરંપરા તેનાથી વિપરીત છે.

ભારતમાં પારસી સમુદાયના સૌથી નાનો લઘુમતિ સમુદાય છે. પરંતુ દેશના વિકાસમાં તેમનું યોગદાન ઘણું મોટુ છે. પારસીઓમાં મૃત્યુ પછી અંતિમ સંસ્કાર કરવાની રીત ઘણી અલગ છે.
હિંદુ અને શીખ ધર્મમાં મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. મુસ્લિમો અને ખ્રિસ્તીઓ મૃત શરીરને દફનાવે છે તેવી જ રીતે પારસી ધર્મમાં ન તો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને ન તો મૃતદેહને દફનાવવામાં આવે છે.
પારસીઓમાં માન્યતા છે કે મૃત શરીર અશુદ્ધ હોય છે. પારસી ધર્મમાં ધરતી, જળ અને અગ્નિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, તેથી મૃતદેહોને બાળવા કે દફનાવવા એ ધાર્મિક દૃષ્ટિકોણથી ખોટું માનવામાં આવે છે.
પારસી સમુદાયમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના મૃતદેહને ટાવર ઓફ સાયલન્સ એટલે કે દખ્મામાં લઈ જવામાં આવે છે. ટાવર ઓફ સાયલન્સમાં મૃતદેહને ખુલ્લામાં છોડી દેવામાં આવે છે અને પ્રાર્થના શરૂ કરવામાં આવે છે.
પ્રાર્થના પછી મૃતદેહને ગીધોના ખાવા માટે છોડી દેવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા પારસી સમુદાયની પરંપરાનો એક ભાગ છે. પારસી ધર્મમાં મૃતદેહને સળગાવવા અથવા દફનાવવાથી પ્રકૃતિને પ્રદૂષિત માનવામાં આવે છે.
જેમ હિન્દુ ધર્મમાં સ્મશાન છે અને મુસ્લિમ ધર્મમાં કબ્રસ્તાન હોય છે તેવી જ રીતે પારસી ધર્મમાં ટાવર ઑફ સાયલન્સ હોય છે. ટાવર ઓફ સાયલન્સ એક ગોળ સ્થળ છે. જ્યાં મૃતદેહને આકાશમાં ફેંકવામાં આવે છે, ત્યારબાદ ગીધ અને ગરુડ મૃતદેહને ખાય છે.
જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં પારસી લોકો તેમના રિવાજોને છોડી રહ્યાં છે અને અગ્નિદાહથી અંતિમ સંસ્કાર કરે છે. આ લોકો મૃતદેહોને ટાવર ઓફ સાયલન્સની ટોચ પર રાખતા નથી પરંતુ તેને હિન્દુ સ્મશાનગૃહ અથવા ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં લઈ જાય છે.
રતન ટાટાના મૃતદેહને સાંજે 4 વાગ્યે મુંબઈના વરલીમાં ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં રાખવામાં આવશે. અહીં લગભગ 45 મિનિટ સુધી પ્રાર્થના થશે ત્યારબાદ અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
