મોદીએ રમખાણો કરાવ્યા હતા તો તેમને 6000 મુસલમાનોના જીવ કેમ બચાવ્યો
[અજય મોહન] કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના પહેલાં ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે 2002માં થયેલા ગુજરાત રમખાણો નરેન્દ્ર મોદી તથા તેમની સરકારે કરાવ્યા હતા. આમ તો સુપ્રીમ કોર્ટ દ્રારા નિમવામાં આવેલી એસઆઇટીના રિપોર્ટ બાદ આવી વાતોનો કોઇ અર્થ રહેતો નથી, પરંતુ જો દેશના આટલા મોટા નેતાએ આ વાત કહી છે તો તેના પર પ્રશ્નો ઉઠવા વાજબી છે. ગુજરાતમાં રમખાણો થયા, તે રાહુલ ગાંધીને ખબર છે, મુસ્લિમો મરી ગયા, એ પણ ખબર છે, પરંતુ કેટલા હિન્દુ મરી ગયા તેમણે એ જાણવાનો પ્રયત્ન પણ ન કર્યો અને નરેન્દ્ર મોદીએ કેટલા મુસલમાનોનો જીવ બચાવ્યો એ પણ તેમને ખબર નથી. જવા દો રાહુલ ગાંધી માટે તમામ પ્રશ્નોની સાથે સાથે આજે અમે ગુજરાતના રમખાણો સાથે જોડાયેલી એવી વાતો તમને જણાવીશું જે કદાચ તમને ખબર નહી હોય.

6000 હજ યાત્રીઓને નરેન્દ્ર મોદીએ બચાવ્યા
કોંગ્રેસ ઉપાધ્યક્ષ સહિત દેશના તમામ લોકોને આ તથ્ય વિશે ખબર નહી હોય કે 27 ફેબ્રુઆરી 2002ના રોજ રમખાણો ભડક્યા અને 29 ફેબ્રુઆરીના રોજ હજ કરીને પરત ફરેલા 6000 મુસલમાન અલગ-અલગ જત્થામાં અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા. એરપોર્ટ પરથી બહાર નિકળતા, તો જીવ ગુમાવવો પડતો, જો કે તેમને એરપોર્ટ પર અટકાવી દેવામાં આવ્યા અને સીધી સૂચના મુખ્યમંત્રી કાર્યાલય મોકલવામાં આવી અને પૂછવામાં આવ્યું કે શું કરવામાં આવે.
નરેન્દ્ર મોદીએ પોલીસની એક વિશેષ ટીમને સૂચના આપી આપી અને કહ્યું 'બધા 6000 મુસલમાન ભાઇ સુરક્ષિત રીતે પોતાના ઘર સુધી પહોંચવા જોઇએ, જો એક પણ જીવ ગયો તો તમે નોકરી પર પાછા આવતા નહી.' નરેન્દ્ર મોદીની આ વિશેષ ટીમે સેનાની મદદથી બધાને ગુજરાતના અલગ-અલગ શહેરો, ગામડા સ્થિત તેમના ઘર સુધી પહોંચાડ્યા.
રમખાણોના 72 કલાક પહેલાં શું થયું હતું?
ગોધરા સ્ટેશન પર ટ્રેનમાં આગચંપી બાદ ફેલાયેલા રમખાણોના પહેલાંના 72 કલાકોમાં ગુજરાત પોલીસ દ્વારા 103, 559 રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી. આ ગોળીઓ કોઇ હિન્દુ કે મુસલમાન પર ચલાવવામાં આવી ન હતી, આ ગોળીઓ રમખાણકર્તાઓ પર ચલવવામાં આવી હતી. રમખાણો દરમિયાન ગુજરાત પોલીસે 10,861 મુસલમાનોની ધરપકડ કરી અને તેમનાથી વધુ 66,268 હિન્દુઓની ધરપકડ કરી.
રાહુલને પ્રશ્ન : જો મોદી મુસલમાનોને મારવા માંગતા હતા, તો તેમને છ ગણી સંખ્યામાં હિન્દુઓની ધરપકડ કેમ કરી?
દિગ્વિજય સિંહે પોલીસ મોકલી નહી
2002માં રમખાણો ફાટી નિકળતાં જ નરેન્દ્ર મોદીને આભાસ થઇ ગયો કે સ્થિતી કાબૂ બહાર થઇ શકે છે. તેમને તાત્કાલિક પડોસી રાજ્યને ફેક્સ મોકલ્યો, અને પોલીસ ફોર્સ આપવાની સ્પષ્ટ મનાઇ કરી દિધી.
પ્રશ્ન રાહુલ ગાંધીને- શું તમે ક્યારેય દિગ્વિજય સિંહને પૂછ્યું છે કે તે દિવસે પોલીસ ફોર્સ કેમ આપી ન હતી?
એસઆઇટીને માનતા નથી રાહુલ ગાંધી
તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલા એસઆઇટીના રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે રમખાણોને રોકવા માટે નરેન્દ્ર મોદીએ દરેક પ્રયત્ન કર્યા હતા. તેમછતાં રાહુલ ગાંધી મોદી પર નિશાન સાધે છે, તો આનાથી સ્પષ્ટ થાય છે કે રાહુલ ગાંધી તે એસઆઇટીને માનતા નથી જેનું સન્માન સુપ્રીમ કોર્ટ કરે છે.
પ્રશ્ન રાહુલ ગાંધીને- જો તમને દેશની તપાસ એજન્સીઓ પર વિશ્વાસ નથી તો યુપીએસ શાસનમાં થયેલા તમામ ગોટાળાઓની તમે તપાસ કેમ કરાવી રહ્યાં છે?
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
