Quit India Movement: મહાત્મા ગાંધીને 'ભારત છોડો'ના નારાનુ કોણે કર્યુ હતુ સૂચન?
Quit India Movement: મોહનદાસ કરમચંદ ગાંધીએ મુંબઈના ગોવાલિયા ટાંકી મેદાનમાંથી એક ઘોષણા કરી હતી. તે સમયે આ મેદાન આઝાદીના વિચારથી પ્રેરિત લોકોથી ભરેલું હતું. તે સમયે મહાત્મા ગાંધીની ઉંમર 73 વર્ષની હતી. અહીં તેમણે એક નારો આપ્યો, અંગ્રેજો ભારત છોડો. આ સાથે ભારત છોડો આંદોલન શરૂ થયું.
અંગ્રેજોને આ ગમ્યું નહીં અને કોંગ્રેસની સમગ્ર કાર્યકારી સમિતિની ધરપકડ કરી. આ સાથે પ્રેસ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ઘણા સ્થળોએ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ દેખાવો અને હડતાલ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 'ભારત છોડો' આંદોલનને આઝાદી પહેલાનું ભારતનું સૌથી મોટું આંદોલન માનવામાં આવે છે.

શરુઆત
મહાત્મા ગાંધીએ ભારત છોડો આંદોલનની શરૂઆત કયા કારણોથી કરી હતી એ જાણવુ પણ એટલુ જ જરુરી છે. 14 જુલાઈ 1942ના રોજ વર્ધામાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે બ્રિટિશ સરકારે તરત જ ભારતનું શાસન ભારતના લોકોને સોંપી દેવુ. ભારત છોડો આંદોલનને ઓગસ્ટ ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જુલાઈની બેઠક બાદ ફરી એકવાર 7મી ઓગસ્ટે મુંબઈમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાવાની હતી. બીજા જ દિવસે, 8 ઓગસ્ટે, ભારત છોડો ઠરાવ પસાર થાય છે. આ રીતે આ આંદોલન શરૂ થાય છે.
ઘણા લોકોની થઈ ધરપકડ
આંદોલનના પ્રથમ બે દિવસ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહ્યા પરંતુ જ્યારે બ્રિટિશ સરકારે તેમના પર પણ લાકડીઓ અને ગોળીઓ ચલાવી ત્યારે જનતાએ પણ પથ્થરો ઉપાડ્યા. આ આંદોલન દરમિયાન 14 હજારથી વધુ લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. દેશમાં હિંસાનું વાતાવરણ સર્જાઈ રહ્યું હતું. આવી સ્થિતિમાં જ્યારે અહિંસાના માર્ગે ચાલનારા ગાંધીજીને જનતાની આ હિંસા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે આ હિંસા માટે બ્રિટિશ વહીવટીતંત્ર પોતે જ જવાબદાર છે. આ સમયગાળા દરમિયાન ત્રણ જગ્યાએ સ્વતંત્ર સરકારોની રચના થઈ.
મહાત્મા ગાંધીનુ ભાષણ હતુ અંગ્રેજીમાં
આ આંદોલન અંગે મહાત્મા ગાંધીએ જે ભાષણ આપ્યું હતું તે અંગ્રેજીમાં હતું. જેમાં તેમણે 'ભારત છોડો'નો ઐતિહાસિક નારો આપ્યો હતો. 'ભારત છોડો'ના સૂત્રનો ઘણી ભાષાઓમાં અનુવાદ થયો. તેને હિન્દીમાં 'ભારત છોડો' અને મરાઠીમાં 'ચલે જાઓ' કહેવામાં આવતું હતું. તમને જણાવી દઈએ કે મહાત્મા ગાંધીએ ભાષણ પહેલા ઘણા લોકો સાથે ચર્ચા કરી હતી કે જેથી એવુ સૂત્ર મળે જે આંદોલનને સાચો માર્ગ આપી શકે. આ પછી ઘણા લોકોએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા. આ સૂત્રોમાંથી એક 'ગેટ આઉટ' પણ હતુ. પરંતુ ગાંધીજીએ તેનો અસ્વીકાર કર્યો.
પછી સરદાર પટેલે બે સૂત્રો સૂચવ્યા. તેને પણ બહુ પસંદ કરવામાં ન આવ્યા. આ પછી યુસુફ મેહર અલીએ 'ભારત છોડો'નું સૂચન કર્યું અને મહાત્મા ગાંધીએ તરત જ તેનો સ્વીકાર કરી લીધો. તમને જણાવી દઈએ કે યુસુફ મેહર અલી કોંગ્રેસના સક્રિય સભ્ય હતા. તેઓ તે સમયે મુંબઈ શહેરના મેયર પણ હતા, જ્યાં આ ઐતિહાસિક આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
