Priyanka Gandhi Oath : સાંસદ બન્યા બાદ સરકાર બંગલો કેટલા સમયમાં મળે? જાણો શું કહે છે નિયમો?
Priyanka Gandhi Oath : વાયનાડથી લોકસભા ચૂંટણી જીતીને પ્રિયંકા ગાંધી સંસદ પહોંચી છે. શપથ લીધા બાદ હવે પ્રિયંકા ગાંધી સરકારી બંગ્લામાં રહેવા માટે જશે.
અહીં એક સવાલ થાય કે સંસદને ક્યારે બંગલો મળે અને બંગલો કેવી રીતે ફાળવવામાં આવે છે? પ્રિયંકા ગાંધીને ક્યારે બંગલો ફાળવવવામાં આવશે?

વાયનાડથી ચૂંટાયા બાદ પ્રિયંકા ગાંધીએ લોકસભા સાંસદ તરીકે શપથ લીધા છે. રાહુલ ગાંધીએ સીટ છોડ્યા બાદ પ્રિયંકા ગાંધીએ ચૂંટણી લડી અને જીતી છે.
ભારતમાં સાંસદ બન્યા પછી સાંસદને સરકારી બંગલો ફાળવવામાં આવે છે. આ બંગલો દિલ્હીમાં સંસદ ભવન પાસે મળે છે, જેથી તેઓ સરળતાથી સંસદ પહોંચી શકે.
આ બંગલો સાંસદને અંગત ઉપયોગ માટે નહીં પરંતુ સત્તાવાર કામ માટે આપવામાં આવે છે. સાંસદને આ બંગલામાં રહીને વધુ સારી રીતે પોતાની જવાબદારી નિભાવવાની સુવિધા મળે છે.
સાંસદે શપથ લીધાના થોડા દિવસો બાદ સરકારી બંગલો મળે છે, સામાન્ય રીતે આ પ્રક્રિયા એકથી બે અઠવાડિયામાં પૂર્ણ થઈ જાય છે. પ્રિયંકા ગાંધીને એકથી બે સપ્તાહમાં સરકારી બંગલો મળી જશે.
જણાવી દઈએ કે શપથ લીધા બાદ સરકારી બંગલો મેળવવા સાંસદે કેટલીક પ્રક્રિયાઓનું પાલન કરવું પડે છે. ચૂંટણી જીત્યા બાદ સંસદભવનના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવે છે અને પછી તેમને તેમના નામે સરકારી બંગલો ફાળવવામાં આવે છે.
સાંસદને સરકારી બંગલો ફાળવતી વખતે તેની સુરક્ષા, તેના પરિવારની જરૂરિયાતો અને તેના દ્વારા હાથ ધરવામાં આવતા સરકારી કામના પ્રકાર જેવા ઘણા પાસાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. આ જ કારણ છે કે સાંસદ માટે સરકારી બંગલો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
