'ગંભીર' રાજકારણનો જુઓ જરા હટકે અંદાજ..
નવી દિલ્હી, 19 માર્ચ: દેશમાં આ સમયે લોકસભા ચૂંટણીનો માહોલ છે, અને જેમ જેમ તેનો પારો ચઢતો જઇ રહ્યો છે રાજકારણના માહોલનો રંગ પણ બદલાતો જઇ રહ્યો છે. ક્યાંક કોઇ પાર્ટી છોડીને જઇ રહ્યું છે તો ક્યાંક કોઇ પાર્ટીનો ભાગ બની રહ્યું છે.
જ્યાં અરવિંદ કેજરીવાલ આ સમયે ઘણી પાર્ટીઓની ચિંતાનો વિષય બનેલા છે જ્યારે મીડિયાકર્મીઓને જેલમાં ધલેલી દેવાની ટિપ્પણી સાથે કેજરીવાલ નવા વિવાદનું કેન્દ્ર બની ગયા છે. જ્યારે નરેન્દ્ર મોદી પર આપવામાં આવેલા નિવેદન પર પણ ચર્ચા આવ્યા, એ વાત જુદી છે કે થોડી જ વાર બાદ તેઓ પોતાના નિવેદનથી ફરી પણ ગયા.
આવી જ કેટલીંક ગંભીર વાતો પર કરો એક નજર પરંતુ થોડા કટાક્ષી અંદાજમાં...

ચૂંટણીના બદલાતા સંબંધો
ચૂંટણીના સમયે પાર્ટીમાં સામેલ નેતાઓના રંગ અને સંબંધ બદલાઇ રહ્યા છે. જુની પાર્ટીને છોડીને નવી પાર્ટીમાં સામેલ થવું જાણે એક પરંપરા બની ગઇ હોય.

હાલ કેસા હે..
ડોક્ટર મુરલી મનોહર જોશી પહેલા જ નરેન્દ્ર મોદી માટે વારાણસી બેઠક છોડી ચૂક્યા છે અને કંઇક એવા જ હાલ લાલ કૃષ્ણ અડવાણીના પણ છે. જોશી બાદ અડવાણીને હવે મોદીની લોકપ્રિયતાના પગલે ગાંધીનગર બેઠક છોડવી પડશે.

'આપ'નો કેજરી
નરેન્દ્ર મોદી વારાણસીથી લડશે તો અહીં તેમને 'આપ'ના અરવિંદ કેજરીવાલથી પડકાર મળી શકે છે. શીલા દીક્ષિતને હરાવ્યા બાદ આત્મવિશ્વાસથી ભરપૂર કેજરીવાલ, મોદીને હરાવશે તેનો તેમને ભરપૂર વિશ્વાસ છે.

અહીંથી આવ્યો વિશ્વાસ
નરેન્દ્ર મોદીના ગઢ અમદાવાદમાં મોદીને લલકારવાના કારણે જ લગભગ આપ પાર્ટીના પ્રમુખ કેજરીવાલની અંદર મોદીને હરાવવાનો વિશ્વાસ પેદા થયો.

ધ્યાન રહે આચાર સંહિતા
જેવી રીતે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાતથી જ આચાર સંહિતા લાગૂ થઇ ગઇ છે. હવે નેતા બિચારા શું કરે, આ આચાર સંહિતાના ભાર તળે પોતાને મજબૂર અનુભવી રહ્યા છે.

કંઇ પાર્ટીમાં જઉ
ચૂંટણીને ધ્યાનમાં રાખતા પાર્ટીઓમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી રહ્યું છે અને એવામાં કેટલાંક લોકો તો એ વાતને લઇને કન્ફ્યૂઝ છે કે તેઓ કઇ પાર્ટી જોઇન કરે. કોઇ સવાલ પૂછે છે તો જવાબ હોય છે કે ટિકિટ મળી જશે ત્યાં જ જતા રહીશું.

ક્યાં જશે આ
તમામ એક્ઝિટ પોલ્સ અને સર્વેમાં હવે એ વાત સાબિત થઇ ચૂકી છે કે કોંગ્રેસ અને તેના ગઠબંધન યૂપીએને ચૂંટણીમાં કોઇ ખાસ સફળતા નથી મળવાની.

અરવિંદ જેલભેગા કરી દેશે
નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન આપ પાર્ટીના અરવિંદ કેજરીવાલે મીડિયાને જેલમાં મોકલી દેવાની વાત કહી તો હોબાળો મચી ગયો પરંતુ આદત અનુસાર અરવિંદ કેજરીવાલ પોતાની આ વાતથી ફરી ગયા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
