Plane Crash : રનવે પર અચાનક કેમ લપસી જાય છે પ્લેન? જાણો આની પાછળ શું કારણ જવાબદાર છે?
Plane Crash plane crash : છેલ્લા એક અઠવાડિયામાં દુનિયામાં 2 મોટા પ્લેન અકસ્માત સર્જાયા છે. આજે સાઉથ કોરિયામાં પ્લેન રનવે પરથી લપસી જતા મોટો અકસ્માત સર્જાયો છે.
આ વિમાન દુર્ઘટનામાં જેજુ એરની ફ્લાઈટ મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ક્રેશ થઈ. આ ઘટનામાં 181 માંથી મોટાભાગના લોકોના મોત થયા છે.

આ ઘટના પાછળ પ્લેન લપસી જવાને જવાબદાર માનવામાં આવે છે. અહીં તમને એક સવાલ થાય કે કેમ વારંવાર પ્લેન રનવે પરથી લપસીને અકસ્માતનો ભોગ બને છે?
યોનહાપ ન્યૂઝ એજન્સી અનુસાર, પ્લેનના લેન્ડિંગ ગિયરમાં ખરાબી સર્જાતા લેન્ડિંગ ગિયર ખુલી શક્યું નહીં અને પ્લેન રનવે પર ઉતરતાની સાથે જ તે લપસવા લાગ્યું.
જણાવી દઈએ કે, પ્લેનનું લેન્ડિંગ ગિયર સ્ટ્રક્ચરલ પાર્ટ્સ, હાઈડ્રોલિક્સ, એનર્જી શોષી લેનારા ઘટકો, બ્રેક્સ, વ્હીલ્સ અને ટાયરથી બનેલી સિસ્ટમ છે.
લેન્ડિંગ ગિયરનું કામ પ્લેનને રનવે પર લેન્ડ કરતી વખતે દબાણને ઘટાડવાનું છે. આ જ કારણ છે કે દક્ષિણ કોરિયામાં થયેલી આ દુર્ઘટનામાં પ્લેન રનવે પર નિયંત્રણમાં ન રહી શક્યું અને અકસ્માત સર્જાયો.
જણાવી દઈએ કે, પ્લેનમાં નાની ભૂલ અથવા ટેક્નિકલ ખામીના કારણે પ્લેનનું લેન્ડિંગ જોખમી બની શકે છે. ક્યારેક પવન પણ આનું એક કારણ હોય છે. જોરદાર પવન, તોફાન કે હવામાનની સ્થિતિને કારણે પ્લેનનું લેન્ડિંગ જોખમી બની શકે છે.
બ્રેક, એન્જિન અથવા અન્ય ટેકનિકલ સમસ્યાઓના કારણે લેન્ડિંગ પણ જોખમી બની શકે છે. ખાસ કરીને જો રનવે બરફ કે ધુમ્મસથી ઢંકાયેલો હોય તો આ સ્થિતિમાં લેન્ડિંગ જોખમી બની જાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
