પેન્ટના ખિસ્સામાં મોબાઈલ રાખતા લોકો સાવધાન, થઈ શકે છે બાળકો થવામાં મોટી સમસ્યા
મોબાઈલ ફોનના સિગ્નલને લઈને પહેલા જ ઘણા અભ્યાસો થઈ રહ્યા છે. જીવસૃષ્ટિને ખતરનાક આડઅસર પહોચાડતા મોબાઈલ ફોનને લઈને વધુ એક રિસર્સમાં ચૌકાવનારા તારણો સામે આવ્યા છે.
હાલમાં જ સામે આવેલા એક રિસર્સે બધાને ચૌકાવ્યા છે. આ રિસર્ચનું માનીએ તો તે પુરૂષોની ફર્ટિલીટી પર અસર કરી રહ્યો છે અને સ્પર્મ કાઉન્ટ ઘટી રહ્યા છે.

સ્વિત્ઝરલેન્ડની એક યુનિવર્સિટીના સંશોધને નવી ચર્ચા છેડી છે. સ્પર્મ કાઉન્ટ ઓછા હોવાનો અર્થ એ છે કે તમે સંતાન પ્રાપ્ત ન કરી શકો. તમારા વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા એક ચોક્કસ સ્તર સુધી હોવી જોઈએ.
જો તે આ સ્તરથી નીચે હશે તો ગર્ભધારણ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડશે. જે સંશોધન બહાર આવ્યું છે તે દર્શાવે છે કે સમગ્ર વિશ્વમાં લોકોના શુક્રાણુઓની સંખ્યા સતત ઘટી રહી છે. આનો મોબાઈલ ફોન સાથે સંબંધ છે.
સ્વિત્ઝર્લેન્ડની એક યુનિવર્સિટીના સંશોધન અનુસાર, મોબાઈલ રેડિયેશન શુક્રાણુઓની સંખ્યા ઓછી થવાનું કારણ હોઈ શકે છે. સંશોધકોને અભ્યાસમાં જાણવા મળ્યું કે જે લોકો મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરે છે તેમના શુક્રાણુઓની સંખ્યા ઓછી જોવા મળી છે.
આ જ કારણ છે કે સંશોધકોને શંકા છે કે મોબાઈલ ફોન તેનું કારણ હોઈ શકે છે. રિસર્ચમાં કહેવાયુ છે કે ખિસ્સામાં મોબાઈલ ફોન રાખવો આનું એક કારણ હોઈ શકે છે. જો કે હજુ સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. આ અંગે વધુ સંશોધન થઈ રહ્યા છે.
રિસર્ચ અનુસાર, જે લોકો ફોનને બેકપેકમાં રાખે છે તેમાં આ સમસ્યા ઓછી હતી. જે લોકો સતત ઘણા કલાકો સુધી ફોન તેમના ખિસ્સામાં રાખે છે તેમને સ્પર્મ કાઉન્ટની સમસ્યા વધુ થઈ શકે છે.
હાલમાં આ અભ્યાસે એક નવી ચર્ચા શરૂ કરી છે, હવે વૈજ્ઞાનિકો નક્કર પુરાવા શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું મોબાઈલ ફોન ખરેખર શુક્રાણુઓની સંખ્યાને અસર કરે છે કે કેમ?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
