સારી સંગતથી નિખરે છે ગુણ, એ જ છે સફળતાનો મોટો રાઝ
આજે આપણે એક કથાના માધ્યમથી એ જોઈએ કે સારી સંગત કેવી રીતે ચૂપચાપ પોતાનો પ્રભાવ છોડે છે અને પોતાની સાથે બીજાના વ્યક્તિત્વને નિખારી દે છે..
તમે ઘણીવાર વડીલોને એમ કહેતા સાંભળ્યા હશે કે દોસ્તો સારા હોવા જોઈએ. ઘણી વાર એવુ પણ બને છે કે માતાપિતા અને બાળકો વચ્ચે દોસ્તો માટે દલીલો થઈ જાય છે. માતાપિતાને લાગે છે કે બાળકનો આ દોસ્ત બરાબર નથી અને તેમની સાથે રહીને અમારુ બાળક બગડી જશે. વળી, બીજી તરફ બાળકને લાગે છે કે માતાપિતા તેમની ભાવનાઓને સમજી નથી રહ્યા. તેના અભિન્ન મિત્રનો સાથ છોડવા માટે કહી રહ્યા છે. એક દોસ્ત સાથે કોઈ કેવી રીતે બગડી શકે છે? ક્યારેક એવુ બને છે કે માતાપિતા પોતાના બાળકોને કોઈ ખાસ બાળક સાથે દોસ્તી કરવા, તેની સાથે સમય પસાર કરવા કહે છે. તેમનુ એ માનવુ હોય છે કે અમુક બાળક બહુ સારુ છે અને તેની સાથે રહીને અમારુ બાળક વધુ સારુ બની જશે પરંતુ અહીં પણ એ જ સમસ્યા આવે છે બાળક આ વાતથી સંમત નથી થતુ.

તો આવો, આજે આપણે એક કથાના માધ્યમથી એ જોઈએ કે સારી સંગત કેવી રીતે ચૂપચાપ પોતાનો પ્રભાવ છોડે છે અને પોતાની સાથે બીજાના વ્યક્તિત્વને નિખારી દે છે..
એક વારની વાત છે. ભગવાન બુદ્ધ પોતાના શિષ્યો સાથે દેશાટન પર જઈ રહ્યા હતા. ભગવાન પોતાના શિષ્યોને રસ્તામાં આવતી નાની-નાની વાતો, વસ્તુઓ અને ઘટનાઓના માધ્યમથી જીવનનુ ઉંડુ શિક્ષણ આપતા જતા હતા. ક્યારેક તે કથાઓના માધ્યમથી જટિલ વાતોને પણ સરળતાથી પોતાના શિષ્યોને હ્રદયમાં ઉતારી દેતા હતા. ક્યારેક એ વસ્તુઓના ઉદાહરણ આપતા હતા, જે જોવામાં સામાન્ય લાગતા પરંતુ તેનો સાર ઘણો ઉંડો હતો.
બાગમાં સુંદર ફૂલ ખીલ્યા હતા
આવી જ રીતે એક વાર તેમનો દળ એક બાગ પાસે રોકાયો. બાગમાં ભાત-ભાતના સુંદર ફૂલો ખીલ્યા હતા. બુદ્ધ પોતાના શિષ્યો સાથે વિશ્રામ કરી રહ્યા હતા. તેમણે એક શિષ્યને બોલાવીને કહ્યુ - પુત્ર! સામે ગુલાબના સુંદર પુષ્પ ખીલ્યા છે, તેના છોડની નીચેથી થોડી માટી લઈ આવ. તે સાથે તેમણે બીજા શિષ્યને કહ્યુ - પુત્ર! એ તરફ જંગલી છોડ પર પણ સુંદર પુષ્પ ખીલ્યા છે. તુ તેની નીચેથી થોડી માટી લઈ આવ.
આ બંનેની ગંધ સૂંઘો
બંને શિષ્ય તરત જ જઈને માટીનુ એક-એક ઢેફુ લઈ આવ્યા. ભગવાન બુદ્ધે બંને ઢેફા શિષ્યોને આપીને કહ્યુ કે તમે બધા આ બંનેની ગંધ સૂંઘો અને જણાવો કે આમાં શું ફરક છે. શિષ્યોએ જણાવ્યુ કે ગુલાબના છોડની માટીમાંથી સુગંધ આવી રહી છે જ્યારે બીજા ઢેફામાં આવી કોઈ વિશેષતા નથી. ભગવાને કહ્યુ - જાણો છો, ગુલાબના છોડની માટીમાંથી સુગંધ કેમ આવી રહી છે? આ છોડ પર જ્યારે પણ ગુલાબ ખીલ્યા, પાંખડીઓ નીચે માટીમાં પડી. આ છોડને જ્યારે પણ પાણી આપવામાં આવ્યુ, ફૂલોના સ્પર્શ કરી પાણી નીચે ધરતી પર પડ્યુ અને તેણે આ માટીને પણ સુગંધયુક્ત બનાવી દીધી. બસ આ જ પ્રભાવ હોય છે સારી સંગતનો. જો તમારી સંગત સારી હોય તો તે પ્રયાસ વિના તમારા વ્યક્તિત્વનો ગુણવાન બનાવી દે છે. તેની સાથે રહેવા માત્રથી તમે આ સુગંધયુક્ત માટી સમાન પ્રશંસનીય અને સ્વીકાર્ય થઈ જાવ છો. આની વિપરીત સામાન્ય સંગત આ જંગલી છોડ જેવી નિષ્પ્રભાવી રહે છે. વળી, જો ખરાબ સંગત હોય તો તે તમને કલંકિત કરે છે જેમ ઝેરી છોડની આસપાસનો વાયુ પણ ઝેરી બની જાય છે. આ રીતે ભગવાન બુદ્ધે શિષ્યોને જીવનનો મર્મ વાતવાતમાં જ એક નાના ઉદાહરણથી સમજાવી દીધો.
તો એટલા માટે વડીલો કહે છે કે સંગત સારી રાખો
આ કથા વાંચીને તમે પણ સમજી ગયા હશો કે ઘરમાં વડીલો કેમ કહે છે કે સંગત સારી રાખો. સીધી વાત છે કે સંગતની અસર તમને બગાડી પણ શકે છે અને સુધારીને સારા પણ બનાવી શકે છે. તો જ્યારે પણ દોસ્ત બનાવો, એક વાર પરખી લો અને સારા લોકો સાથે જ સંપર્ક રાખો જેથી તમારુ જીવન સુંદર અને વ્યક્તિત્વ મનમોહક બની શકે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
