આજે પણ રહસ્યમય છે 'સંભોગથી લઈને સમાધિ સુધી' લખનાર 'ઓશો', જાણો તેમની ખાસ વાતો
આજે આચાર્ય રજનીશની પુણ્યતિથિ છે, જેમને લોકો 'ઓશો'ના નામથી ઓળખે છે. આવો જાણીએ તેમના વિશે ખાસ વાતો.
Read some interesting facts about Osho Rajneesh and His Thought: નવી દિલ્લીઃ આજે આચાર્ય રજનીશની પુણ્યતિથિ છે, જેમને લોકો 'ઓશો'ના નામથી ઓળખે છે, જીવનને નદીની ધારા સમજનાર આચાર્ય રજનીશે બોલ્ડ શબ્દોમાં રૂઢિવાદી ધર્મોની ટીકા કરી હતી એટલા માટે તેમને અમુક લોકો ભગવાનની સંજ્ઞા આપે છે જ્યારે અમુક લોકોની નજરમાં તે એક રહસ્યમય ગુરુ રહ્યા છે. આધ્યાત્મિક શિક્ષક તરીકે તેમણે 1960ના દશકમાં ભારતનો પ્રવાસ કર્યો હતો, તેમના બોલ્ડ વિષય પર આપેલા ભાષણ આજે પણ ચર્ચાો વિષય છે જેના માટે દરેક વ્યક્તિના અલગ અલગ મંતવ્ય છે.

જીવનભર વિવાદોમાં રહ્યા 'ઓશો'
'ઓશો'નો જન્મ એમપીના રાયસેન શહેરના કુચ્ચાવાડા ગામમાં થયો હતો. તેમણે પોતાનો અભ્યાસ જબલપુરમાં પૂરો કર્યો અને બાદમાં તે જબલપુર યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે કામ કરવા લાગ્યા. તેમણે અલગ અલગ ધર્મ અને વિચારધારા પર દેશમાં પ્રવચન આપવાનુ શરૂ કર્યુ હતુ. વર્ષ 1981થી 1985 વચ્ચે તે અમેરિકા જતા રહ્યા હતા જ્યાં તેમણે ઓરેગૉનમાં આશ્રમની સ્થાપના કરી, આ આશ્રમ 65 હજાર એકરમાં ફેલાયો હતો જેમાં ભોગ-વિલાસની બધી સુવિધાઓ હતી જેના વિશે ઘણી સારી-ખરાબ વાતો કહેવામાં આવી છે.

'ઓશો' દર્શનશાસ્ત્રના અધ્યાપક હતા
આમ તો 'ઓશો' દર્શનશાસ્ત્રના અધ્યાપક હતા પરંતુ તેમના જીવન વિશે પોતાના વિચારો અને દ્રષ્ટિકોણ હતો. તે જીવનમાં આગળ વધવા માટે સંભોગને લાઈફનુ મુખ્ય અંગ માનતા હતા, જેના કારણે તે 'સેક્સ ગુરુ' પણ કહેવાતા હતા. કહેવાય છે કે ઓશો 'ફ્રી સેક્સ'નુ સમર્થન કરતા હતા અને તેમના આશ્રમમાં દરેક સન્યાસી એક મહિનામાં લગભગ 90 લોકો સાથે સેક્સ કરતો હતો પરંતુ આમાં કેટલી સચ્ચાઈ છે તે આજ સુધી કોઈને ખબર નથી.

'સંભોગથી લઈને સમાધિ સુધી'
તેમના પર ધર્મને બિઝનેસ બનાવવાનો આરોપ પણ લાગ્યો પરંતુ વિવાદો વચ્ચે પણ ઓશો ઘણા લોકપ્રિય રહ્યા, તેમને પસંદ કરનારા માં દેશી ઓછા પરંતુ વિદેશી વધુ હતા. તેમણે પોતાના જીવનમાં ઘણા પુસ્તકો લખ્યા, જેમાંથી 'સંભોગથી લઈને સમાધિ સુધી' નામના પુસ્તકે તેમને વિવાદોના ચરમ પર પહોંચાડી દીધા. ઓશો ઉત્કૃષ્ટ તર્કશાસ્ત્રી હતી અને પોતાના તર્કો દ્વારા સાચાને ખોટુ અને ખોટાને સાચુ કરી દેતા હતા.

રહસ્યમય પરિસ્થિતિમાં મૃત્યુ
19 જાન્યુઆરીના રહસ્યમય પરિસ્થિતિઓમાં મૃત્યુ પામનાર ઓશોએ કહ્યુ હતુ કે મોતથી ડરવુ ન જોઈએ, ઉલટાનુ તેને સેલિબ્રેટ કરવુ જોઈએ. ભગવાન શ્રી રજનીશના નામથી જાણીતા ઓશોના અમુક અનુયાયીઓનુ માનવુ હતુ કે તેમના ગુરુને તેમના જ અમુક વિશ્વાસપાત્ર સહયોગીઓએ ઝેર આપી દીધુ. એ લોકોની નજર ઓશોની અખૂટ સંપત્તિ પર હતી. હાલમાં જ ઓશોના મોત સાથે જોડાયેલા સવાલોના જવાબ લોકોને મળ્યાનથી.

ઓશોના આ વિચારો પર થયો હતો હોબાળો
- સેક્સનુ વિરોધી નથી 'બ્રહ્મચર્ય' પરંતુ સેક્સનુ ટ્રાન્સફૉર્મેશન છે. જે દિવસે દેશમાં સેક્સની સહજ સ્વીકૃતિ થઈ જશે એ દિવસે એટલી મોટી ઉર્જા મુક્તથશે ભારતમાં કે આપણે આઈન્સ્ટાઈન પેદા કરી શકીએ છીએ.
- જ્યારે બે પ્રેમી સંભોગ કરે છે, તો વાસ્તવમાં પરમાત્માના મંદિરથી જ પસાર થાય છે.
- સંભોગથી તમે એ દિવસે મુક્ત થઈ જશો જે દિવસે તમને સંભોગ વિના સમાધિ મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
