સેલ્ફી વીથ બાપ્પા: ગણપતિ બાપ્પા અને ભક્તોની તસવીરો
(માનસી પટેલ) વિધ્નહર્તાની સવારી વાજતે ગાજતે આવી પહોંચી ગઇ છે. ભાદરવાની ચોથે સહુ કોઈએ ઘરમાં તો શેરીમાં હોશે હોશે સિદ્ધિ વિનાયકની પધરામણી કરાવી હતી. અને અલગ અલગ થીમ સાથે તથા સજાવટ સાથે સૌએ ગણપતિની પધરામણી કરાવી હતી. અબીલ ગુલાલની છોળો તથા ગણપતિ બાપ્પા મોરયાના નાદ સાથે વાતાવરણમાં ભક્તિભાવ ફેલાઈ ગયો હતો. તો બાળકો તો પોતાના વ્હાલા ગણેશને એક દો તીન ચાર, ગણપતિ દાદ સુપરસ્ટારના જય ઘોષથી વધાવતા નજરે પડ્યા હતા.
ત્યારે વન ઇન્ડિયાની આ સ્પેશ્યલ સીરિઝમાં અમે રોઝ તમારા ઘરે બિરાજેલા ગણપતિ બાપ્પાની તસવીરો અમારા આ આર્ટીકલમાં રજૂ કરીશું. તો તમારા ઘરે બિરાજમાન ગણપતિ ભગવાન સાથે તમારા પરિવારની સેલ્ફી પાડી અમને મોકલો અને અમારા આ આર્ટીકલમાં રજૂ કરીશું.
તો તમારા ઘરે બિરાજમાન ગણપતિ ભગવાન સાથે તમારા પરિવારની સેલ્ફી પાડી અમને અહીં મોકલો.
ટ્વિટર
ફેસબુક

માનસ શાહઃ ગનુ બાપા મારા ફેવરિટ
મુંબઇમાં રહેતા પ્રખ્યાત અભિનેતા અને અનેક ગુજરાતી ફિલ્મો આવી ચૂકેલા તથા ટેલિવિઝન અને બોલિવૂડના જાણીતા સ્ટાર માનસ શાહ મુંબઈ ખાતે ગણપતિના દર્શન કરવા ગયા હતા જ્યાં તેઓ ગણપતિના દર્શન કરતા ક્લિક થયા હતા. માનસ શાહ મૂળ અમદાવાદના છે પરંતુ બોલિવૂડમાં અને ટેલિવૂડમાં સક્રિય હોવાથી મુબંઇ તેઓની ક્રમભૂમિ બની છે. તેઓ જૈન હોવાથી તેમણે ચાહોકને સંવત્સરીની શુભેચ્છાઓ પણ આપી હતી.

દર્શના જામીનદારઃ (જજીસ બંગલા અમદાવાદ)
ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અને મૂળ મરાઠી દર્શના જામીનદાર મરાઠી હોવાથી પોતાની સંપૂર્ણ મરાઢી વેશભૂષા સાથે ગણપતિની વાજતે ગાજતે ઘરમાં પધરામણી કરાવી હતી. બોડક દેવમાં તેમના નિવાસ સ્થાને ગણપતિ પધારાવ્યા ત્યારે આસપાસના લોકો પણ આ મનમોહક ગણેશના દર્શન કરવા જોડાયા હતા.

સૌથી સારા મિત્રઃ મોનિકા આહિર (અમદાવાદ)
ઘરમા વાજતે ગાજતે ગણપતિ પધરાવ્યા હોય ત્યારે ગણપતિ સાથે એક ફોટો તો હોય જને. ઘરમા સરસ મજાનું લાઇટિંગ કરીને આ યુવતીએ ઉમાપુત્રની પધરામણી કરાવી હતી. આ વખતે અમદાવાદમાં નાના મોટા ઇકોફ્રેન્ડલી ગણપતિ ખરીદવાનો ઝોક વધારે રહ્યો છે. જેમાં એક ગણપતિ ફક્ત માટીના છે જેમને કંકુનું તિલક કરવામાં આવેલુ છે અને બીજા પ્રકારના ગણપતિ શણગારવાળા છે જેમને પ્રાકૃતિક રંગોથી રંગવામાં આવેલા છે.

ગૌરીપુત્રને દીવડાંથી વધાવ્યાઃ પ્રિયંકા દૂઆ( પ્રહલાદ નગર)
દીવાળીમાં ભલે દીવાની સજાવટ થતી હોય પરંતુ અહી અમદાવાદના પ્રહલાદ નગરમાં રહેતા સિંધી પરિવારમાં પ્રાણ પ્યારા ગણેશને માટીના કોડ઼િયાના દીવા કરીને ગણપતિ બાપ્પાના જયઘોષ સાથે ભક્તિ અને ઉત્સાહથી વધાવવામાં આવ્યા છે.

દેવાંશી પટેલ
મિત્રો ગણેશા તો મોટાથી માંડીને નાના સૌના મિત્ર છે. તમે અહીં ફોટામાં જ જુઓ આ નાની એકદમ ક્યૂટ ઢીંગલી જેવી લાગતી બાળકી દેવાંશી પટેલ કેવી એક ધ્યાનથી ઘરમાં પધરાવેલા ગનુ બાપાને આંખોમાં આંખો પરોવીને જોઈ રહી છે. તેના ફોટા જોઇને લાગે છે કે કદાચ તેનું બાળમાનસ વિચારતું હશે કે આ મારા જેવા નાના નાના મહેમાન ઘરમાં આવ્યા છે જેમને ઘણું બધું મમ (પ્રસાદ ) ધરાવવામાં આવ્યું છે. દેવાંશીનો ગણપતિના દર્શન કરતા સહજ ફોટો તેના પિતા ભાર્ગવ પટેલે મહેમદાવાદથી વન ઇન્ડિયા સાથે શેર કર્યાં છે તમે પણ જુઓ ગણપતિ અને ક્યૂટ બેબી દેવાંશીના મનોભાવો....
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
