આનંદો! હવે આપ વોટ્સએપને આપના પીસીમાં પણ યૂઝ કરી શકશો
હાલમાં સોશિયલ મીડિયાએ ધૂમ મચાવી છે, એમાય વોટ્સએપે તો સૌને પોતાના દિવાના બનાવી દીધા છે. જો આપ પણ વોટ્સએપના ચાહક હોવ તો આપના માટે એક ખુશીના સમાચાર છે. હા મોબાઇલ ચેટિંગ વોટ્સએપ હવે વેબસાઇટ સર્વર પર પણ ઉપલબ્ધ છે. હા વોટ્સએપે પોતાની બ્લોગપોસ્ટમાં લખ્યું છે, 'પહેલી વાર આપ લોકો વોટ્સએપને પોતાના વેબ બ્રાઉઝર પર પણ યુઝ કરી શકશો.'
બ્લોગપોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે વેબ ક્લાયન્ટ મોબાઈલ ડીવાઈસ પર આવનારા મેસેજ કન્વર્ઝેશનને આપના વેબપેજ પર શૉ કરશે. જેને આપ એવી રીતે જ ઉપયોગ કરી શકશો જેવી રીતે આપ આપના સ્માર્ટફોનમાં કરો છો.

વોટ્સએપને વેબપેજમાં ચાલુ કરવા માટે https://web.whatsapp.com આપના ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં ટાઇપ કરીને એન્ટર કરો. વોટ્સએપના લેટેસ્ટ વર્ઝનને પોતાના ફોન પર અપડેટ કરો અને ત્યારબાદ મેનુમાં વોટ્સએપ વેબ પસંદ કરો.
આપને સ્ક્રીન પર કયુંઆર કોડ બતાવશે. આ કોડને સ્કેન કરો અને વેબ પર વોટ્સએપ ચલાવો. તમારા ફોનના વોટ્સએપ અને વોટ્સએપ વેબ ક્લાયન્ટની પેરીંગ થઇ જશે પછી આપ વેબ પર પણ વોટ્સએપનો આનંદ માણી શકશો.
વેબ ક્લાયન્ટને ચલાવવા માટે ફોન પર ઈન્ટરનેટ કનેક્ટેડ થવું જરૂરી છે. આ સર્વિસ અત્યારે એન્ડ્રોઇડ, વિન્ડોઝ અને બ્લેકબેરી સ્માર્ટફોન યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
