ચૂંટણી કાર્ડ નથી તો કોઈ પ્રોબ્લેમ નથી, આવી રીતે તમે આપી શકો છો મત
બહુ જલ્દી ભારતના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ સ્થિતીમાં અમે તમને જણવવાના છીએ કે વોટર આઈડી વગર પણ તમે કેવી રીતે મત આપી શકો છો?
ઘણા એવા લોકો છે જેમની પાસે ચૂંટણી કાર્ડ નથી. તેઓ એ જાણવા માંગે છે કે તે ચૂંટણી કાર્ડ વગર મતદાન કરી શકે કે નહી? તો આજે આ બાબતે વિગતે પ્રકાશ પાડવા જઈ રહ્યા છીએ.

સરળ ભાષામાં સમજીએ તો મત આપવા માટે મતદાર યાદીમાં નામ હોવુ જરૂરી છે. જો કોઈ વ્યક્તિનું નામ મતદાર ઓળખ કાર્ડમાં ન હોય તો તે વ્યક્તિ મતદાન કરી શકે નહીં. તમારે ચૂંટણી પહેલા આ મતદાર યાદીમાં તમારું નામ ઉમેરવું પડશે અને તે પછી જ તમે મત આપવા માટે લાયક ગણાશો.
મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે કેટલીક શરતો છે, જે પૂર્ણ કર્યા પછી જ ઉમેદવાર મતદાન કરી શકે છે. આ શરતો હેઠળ કોઈપણ વ્યક્તિની ઉંમર 18 વર્ષ અને ભારતીય નાગરિક હોવા આવશ્યક છે.
જો તમારી પાસે વોટર આઈડી કાર્ડ નથી તો પણ તમે મતદાન કરી શકો છો. આ માટે તમારું નામ મતદાર યાદીમાં હોવું આવશ્યક છે. જો નામ ન હોય તો મતદાન કરી શકાય નહીં.
જો નામ હોય અને મતદાન ઓળખકાર્ડ ન હોય તો મતદાન કરી શકાય છે. આ સ્થિતિમાં તમે અન્ય આઈડી પ્રૂફ બતાવીને વોટ કરી શકો છો. મતદાર ઓળખ કાર્ડ સિવાય તમે મતદાનના દિવસે આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેંક પાસબુક, વીમા સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ વગેરે સાથે મતદાન કરી શકો છો.
જો તમારું નામ વોટિંગ લિસ્ટમાં નથી તો તમે ઓનલાઈન માધ્યમથી પણ તમારું નામ વોટિંગ લિસ્ટમાં ઉમેરી શકો છો. તમે તમારા ફોન દ્વારા નામ ઉમેરી શકો છો કે નામ ટ્રાન્સફર કરી શકો છો.
અહીં મતદાર IDમાં કોઈપણ ફેરફાર કરી શકાય છે. તમે ઓનલાઈન માધ્યમ દ્વારા પણ જાણી શકો છો કે તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં અને તે પછી તમે મતદાન કેન્દ્રનો ઉલ્લેખ કરીને મત આપી શકો છો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
