નટરાજઃ કહાણી નૃત્ય કરતા શિવની
નટરાજ એક ઘણીજ પ્રસિદ્ધ નૃત્ય કરતા દેવતાની મૂર્તિ છે. જેમને નૃત્યનો શોખ હોય છે તે પોતાની સામે નટરાજજીની મૂર્તિ રાખે છે અને તેને પ્રણામ કરીને જ પોતાનો નૃત્ય શરૂ કરે છે. આ નટરાજ ભગવાન ખરેખર શિવજીનું સ્વરૂપ છે. નટરાજ શિવનું એક નામ છે, આ રૂપમાં તે સૌથી ઉત્તમ નર્તક છે. નટરાજ બે શબ્દ મળીને બનેલો છે. નટ અર્થાથ કળા અને રાજનો અર્થ થાય છે રાજા. શિવનો તાંડવ નૃત્ય પ્રસિદ્ધ છે.
ભગવાન શિવને સામાન્ય રીતે વિનશ સાથે જોડવામાં આવે છે અને હંમેશા તેમને ગુસ્સામાં દર્શાવવામાં આવે છે, પરંતુ ઘણા ઓછા લોકો એ વાતને જાણે છેકે શિવજીને સંગીત અને નૃત્યથી કેટલો બધો લગાવ હતો. નટરાજ અવતાર એક સંદેશ હતો કે અજ્ઞાનતાને માત્ર જ્ઞાન, સંગીત અને નૃત્યથી જ દૂર કરી શકાય છે.
શિવના તાંડવના બે સ્વરૂપ છે. પહેલો તેમના ક્રોધને દર્શાવે છે અને બીજો આનંદપ્રદાન કરતો તાંડવ છે. પ્રાચીન આચાર્યો અનુસાર શિવના આનંદ તાંડવથી જ સૃષ્ટી અસ્તિત્વમાં આવે છે તથા તેમના રોદ્ર તાંડવથી સૃષ્ટીનો વિલય થઇ જાય છે. તો ચાલો તસવીરો થકી જાણીએ શિવના આ સ્વરૂપ અંગે.

નટરાજ સ્વરૂપ મનમોહક
શિવનો નટરાજ સ્વરૂપ પણ તેમના અનેક સ્વરૂપોની જેમ મનમોહક તથા તેમની અનેક વ્યાખ્યાઓ છે.

શિવની પ્રસિદ્ધ પ્રાચીન મૂર્તિ
નટરાજ શિવની પ્રસિદ્ધ પ્રાચીન મૂર્તિની ચાર ભુજાઓ છે, તેની ચારેકોર અગ્નિનો ઘેરાવ છે. તેમણે પોતાના એક પગથી એક વામનને દબાવીને રાખ્યો છે, તથા બીજો પગ નૃત્ય મુદ્રામાં ઉપરની તરફ ઉઠેલો છે. તેમણે પોતાના પહેલા જમણા હાથમાં ડમરુ પકડ્યું છે.

ડમરુનો અવાજ સર્જનનું પ્રતિક
ડમરુનો અવાજ સર્જનનું પ્રતિક છે. ઉપરની તરફ ઉઠેલા તેમના બીજા હાથમાં આગ છે, જે વિનાશનો પ્રતિક છે. તેમના બીજા જમણો હાથ અભય મુદ્રામાં ઉઠેલો છે, જે આપણી બુરાઇઓ સામે રક્ષા કરે છે.

નટરાજનો જે પગ ઉઠેલો છે તે મોક્ષ દર્શાવે છે
નટરાજનો જે પગ ઉઠેલો છે તે મોક્ષ દર્શાવે છે. તેનો અર્થ એ છેકે શિવ મોક્ષનો માર્ગ સૂચવે છે. કહેવામાં આવે છેકે શિવના ચરણોમાં મોક્ષ છે. જે વામન શિવના પગ નીચે દબાયેલો છે, તે અજ્ઞાનનું પ્રતિક છે. શિવજી અજ્ઞાનનો વિનાશ કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
