''સ્ત્રીઓના નખ જોઇને જાણો તેમનું વ્યક્તિત્વ''
સામુદ્રિકશાસ્ત્ર પર આધારિત આ સીરીઝમાં આજે અમે વાત કરીશું સ્ત્રીઓના નખ વિશે. જી હાં નખ ફક્ત આંગળીઓની સુંદરતા જ વ્યક્ત નથી કરતાં પરંતુ સ્ત્રીના વ્યક્તિત્વને દર્શાવે છે. સામુદ્રિક શાસ્ત્ર, ભારતીય જ્યોતિષનું એક અભિન્ન અંગ છે.
આના આધારે વિભિન્ન અંગોની સંરચનાને જોઇ તમ વ્યક્તિ વિશે જાણી શકે છે. કોઇ સ્ત્રીના નખ જોઇને તેના વિશે કેવી રીતે આંકલન કેવી કરી શકાય. લખનઉના જ્યોતિષાચાર્ય પં. અનુજ કે શુક્લા મહિલાઓના નખના અનુરૂપ સ્ત્રીઓની પ્રકૃતિ વિશે જણાવશે. નખ પર આધારીત સ્ત્રીની વ્યાખ્યા તમે સ્લાઇડરમાં જોઇ શકો છો.

લાલ નખ
જો કોઇ સ્ત્રીના નખ લાલ હોય તો, તે સ્ત્રી શારિરીક રીતે સ્વસ્થ, સૌદર્યવાન, ધનવાન અને ભાગ્યશાળી ગણવામાં આવે છે. તમે પોતાના સાસુ-સસરાની સેવા કરનાર હોય છે તથા તેનું લગ્નજીવન સુખમય પસાર થાય છે.

પીળા નખ
જો કોઇ સ્ત્રીના નખ પીળા રંગના હોય તો તે સ્ત્રી ઓછા સંતાનોને જન્મ આપનાર હોય છે. આવી સ્ત્રીઓમાં લોહીની ઉણપ, પીળીયો તથા માથાના દુખાવા સંબંધિત ફરિયાદ કરતી રહે છે. સ્વભાવમાં ચીડિયાપણું હોવાના કારણે તેમના દામ્પત્ય જીવનમાં તણાવ રહે છે.

નખ પર સફેદ તથા કાળા રંગ ડાખ
જો કોઇ સ્ત્રીના નખ પ્ર સફેદ તથા કાળા રંગના ડાઘ હોય તો તે સ્ત્રી પોતાના પતિ સાથે ઝઘડો કરનાર તથા કુર્તક કરનાર હોય છે. તેનું મગજ તેજ હોય છે પરંતુ ખોટી દિશામાં કામ કરે છે. તે પોતાના સાસુ-સસરાનું સન્માન પણ નથી કરતી.

સામાન્ય લાલ રંગના નખ
જો સ્ત્રીના નખ સામાન્ય લાલ રંગના તથા સુંદર હોય તો, તે સ્ત્રી ભૌતિક જગતના તમામ સુખોને ભોગવનારી હોય છે. આવી સ્ત્રીઓના પતિ ઉચ્ચકોટિના બિઝનેસમેન અથવા રાજકારણી હોય છે. તે વધુ ભણેલી હોવાના કારણે તે પોતે ઉચ્ચ પદ પ્રાપ્ત કરી લે છે.

બટકણ નખ
જો કોઇ સ્ત્રીના નખ બટકણ તથા કઢંગા હોય તો તે સ્ત્રી ક્રોધી, ગતિશીલ, ચાલાક તથા વધુ વાતોડી તથા હિંસક પ્રકૃતિવાળી હોય છે. આવી સ્ત્રીઓનો પતિ સમજદાર તથા ઉદાર પ્રકૃતિવાળો હોય છે. સ્પષ્ટવાદી વ્યવહારથી મોટાભાગના લોકો તેના વિરોધી બની જાય છે. તે પ્રત્યેક કાર્યને ઝડપથી પુરૂ કરે છે જેના કારણે ક્યારેક-ક્યારેક નુકસાન વેઠવું પડે છે.

નાના નખ
જે સ્ત્રીઓના નખ હંમેશા નાના રહે છે તેમનામાં ધૈર્યની કમી હોય છે. ખૂબ જ જલદી ઉત્સાહિત થઇ જાય છે અને સંકીર્ણ માનસિકતાવાળી હોય છે. નબળા દિલની તથા બીજાની નબળાઓને શોધતી રહે છે. તેમને હદય રોગ તથા નસ સંબંધિત રોગ થવાનો ખતરો રહે છે.

જરૂરિયાત કરતાં નાના નખ
જો કોઇ સ્ત્રીના નખ જરૂરિયાત કરતાં નાના છે, તો આવી સ્ત્રીઓ ખૂબ જલદી કોઇની વાતોમાં આવી જાય છે, પરંતુ હા આવી સ્ત્રીઓ પોતાના પતિ પર હાવી રહેવાનો પ્રયત્ન હંમેશા કરતી રહે છે.

લાંબા નખ
જો કોઇ મહિલાના નખ પહોડા અને લાંબા છે તો તે સ્ત્રી ગંભીર સ્વભાવની હોય છે. હંમેશા પ્લાનિંગ સાથે કામ કરે છે. પોતાના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે.

નાના પરંતુ એકદમ સીધા નખ
જો કોઇ સ્ત્રીના નખ નાના અને એકદમ સીધા છે તો તેમને હદય રોગ થવાની સંભાવના રહે છે. તેમનું મોત પણ હદય રોગ સંબંધિત બિમારીથી થાય છે. આવી મહિલાઓ ખૂબ જલદી ગુસ્સે થઇ જાય છે.

નાના પરંતુ ભારે નખ
જો કોઇ સ્ત્રીના નખ નાના પરંતુ ભારે છે તો આવી સ્ત્રીઓ પોતાની ભૂલ ક્યારેય સ્વિકારતી નથી. તે પોતાની ભૂલો બીજા પર ઢોળવામાં થોડું પણ મોડું કરતી નથી. બીજાની ભૂલો કાઢવામાં હંમેશા આગળ રહે છે.

પહોડા તથા વર્ગાકાર નખ
જે સ્ત્રીઓના નખ પહોળા તથા થોડા વર્ગાકારના હોય છે, તે સ્ત્રીઓ સાફ દિલની હોય છે. ક્યારેય કોઇનું દિલ દુખાવતી નથી. પ્રેમનો વરસાદ વરસાવે છે.

વધુ પહોળા અને નાના નખ
કોઇ સ્ત્રીના નખ જો ખૂબ નાના અને પહોળા છે તો તે આગળ જઇને ખ્યાતિ પ્રાપ્ત કરે છે. સંગીતમાં વધુ રૂચિ ધરાવે છે. પરંતુ તણાવ વધુ અનુભવે છે.

લાંબા અને પાતળા નખ
જો કોઇ મહિલાના નખ લાંબા અને પાતળા છે તો તે નબળા દિલની હોય છે. સાથે જ વધુ બિમાર પણ રહે છે. તેમને પોતાના પર વિશ્વાસ હોતો નથી.

લાંબા અને સામાન્ય વળેલા નખ
જો કોઇ મહિલાના નખ લાંબા અને સામાન્ય વળેલા છે તો તેવી સ્ત્રીઓ હંમેશા ખુશ રહે છે. આવી મહિલાઓ તેજ વિચારે છે અને પુરૂષોમાં વધુ રૂચિ ધરાવે છે.

પાતળા નખ
જે મહિલાઓના નખ પતળા હોય છે તેમનું પાચનતંત્ર ખરાબ રહે છે. બિમાર રહે છે અને દિલની નબળી પણ હોય છે.

ફૂલેલા તથા ઉભા નખ
જે મહિલાઓ નાખ ફૂલેલા ઉપરની તરફ વળેલા નખ હોય છે, આવી મહિલાઓ જલદી ગુસ્સે થઇ જાય છે અને જલદી માની પણ જાય છે. આવી મહિલાઓ જલદી કોઇની વાતોમાં આવી જાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
