મુંબઇ હુમલાથી માંડીને કસાબની ફાંસીનો ઘટનાક્રમ

26 નવેમ્બર 2008 : અજમલ કસાબ અને નવ આતંકવાદીઓએ મુંબઇના જુદા-જુદા સ્થળો પર હુમલા કર્યા.
27 નવેમ્બર 2008 : અજમલ કસાબને બપોરે દોઢ વાગે પકડવામાં આવ્યો અને તેની ધરપકડ કરીને નાયર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
29 નવેમ્બર 2008 : આતંકવાદીઓના કબજાવાળા બધા સ્થળોને મુક્ત કરવામાં આવ્યાં. નવ આતંકવાદીઓ મૃત્યું પામ્યાં.
30 નવેમ્બર 2008 : અજમલ કસાબને પોલીસ સમક્ષ પોતાના ગુનાને કબુલ કર્યો.
13 જાન્યુઆરી 2009 : એમએલ તાહિલિયાની મુંબઇ હુમલાની સુનાવણી માટે ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી.
26 જાન્યુઆરી 2009 : અજમલ કસાબને વિરૂદ્ધ સુનાવણી માટે આર્થર રોડ જેલની પસંદગી કરવામાં આવી.
5 ફેબ્રુઆરી 2009 : અજમલ કસાબના ડીએનએના નમૂના કુબેર બોટમાં મળી આવ્યા જે સામાનમાં મળેલા ડીએનએ સાથે મળતાં હતા. કુબેર બોટ દ્રારા દસ આતંકવાદીઓ કરાંચીથી સમુદ્ર માર્ગે મુંબઇ પહોંચ્યા હતા.
20-21 ફેબ્રુઆરી 2009 : અજમલ કસાબને મેજિસ્ટ્રેટ સમક્ષ ગુનો સ્વિકાર્યો.
22 ફેબ્રુઆરી 2009 : ઉજ્જવલ નિકમને સરકારી વકિલ તરીકે નિમવામાં આવ્યાં.
25 ફેબ્રુઆરી 2009 : અજમલ કસાબ તથા બે અન્ય વિરૂદ્ધ કોર્ટમાં તહોમતનામું દાખલ કરવામાં આવ્યું.
1 એપ્રિલ 2009 : અંજલિ વાધમરે અજમલ કસાબની વકિલ નિમવામાં આવી.
15 એપ્રિલ 2009 : અજમલ કસાબની વકિલ અંજલિ વાધમરેને હટાવવામાં આવી.
16 એપ્રિલ 2009 : અબ્બાસ કાઝમી અજમલ કસાબના વકિલ તરીકે નિમવામાં આવ્યાં.
17 એપ્રિલ 2009 : અજમલ કસાબના કન્ફેશન્સને કોર્ટમાં ખોલવામાં આવ્યું પરંતુ કસાબ પોતાના નિવેદને ફેરવી તોળ્યું.
20 એપ્રિલ 2009 : વકિલે કસાબ પર 312 આરોપ લગાવ્યા.
29 એપ્રિલ 2009 : વિશેષજ્ઞોએ કહ્યું અજમલ કસાબ સગીરવયનો નથી.
06 મે 2009 : આરોપો નક્કી કરવામાં આવ્યા. અજમલ કસાબ પર 86 આરોપો લગાવવામાં આવ્યા પરંતુ તેને આરોપોને નકારી કાઢ્યાં.
08 મે 2009 : પહેલાં પ્રત્યક્ષદર્શીઓએ જુબાની આપી, અજમલ કસાબને ઓળખી બતાવ્યો.
23 જૂન 2009 : હાફિઝ સદઇ, ઝફી ઉર રહેમાન લખવી સહિત 22 લોકો વિરૂદ્ધ બિન જામીન વોરંટ જાહેર કરાયું.
30 નવેમ્બર 2009 : અજમલ કસાબના વકિલ અબ્બાસ કાઝમીને હટાવવામાં આવ્યા.
01 ડિસેમ્બર 2009 : કેપી પાવર કાઝમીના સ્થાને કસાબના વકિલને નિયુક્ત કરવામાં આવ્યાં.
16 ડિસેમ્બર 2009 : વકિલે મુંબઇ હુમલા મુદ્દે પોતાની ગવાહી પુરી કરી.
18 ડિસેમ્બર 2009 : અજમલ કસાવે બધા આરોપોનું ખંડન કર્યું.
31 માર્ચ 2010 : મુંબઇ હુમલાની પશ્નોતરી સમાપ્ત થઇ. વિશેષ ન્યાયાધીશ એમ એલ તાહિલિયાનીએ ચૂકાદાને ત્રણ મે 2010 સુધી સુરક્ષિત રાખ્યો.
03 મે 2010 : અજમલ કસાબને ગુનેગાર ગણાવવામાં આવ્યો. સબાઉદ્દીન અહમદ અને ફહીમ અંસારી નિર્દોષ જાહેર.
06 મે 2010 : નિચલી કોર્ટે કસાબને મોતની સજા સંભળાવી.
21 ફેબ્રુઆરી 2011 : બોમ્બે હાઇકોર્ટે કસાબની ફાંસીની સજાને યથાવત રાખી.
માર્ચ 2011 : અજમલ કસાબે હાઇકોર્ટને પત્ર લખી હાઇકોર્ટને પડકાર ફેંક્યો.
10 ઑક્ટોબર 2012 : હાઇકોર્ટે પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને સંભળાવેલી ફાંસીની સજાના અમલ પર મનાઇ ફરમાવી.
10 ઑક્ટોબર 2012 : અજમલ કસાબે હાઇકોર્ટમાં કહ્યું કે ' અલ્લાહ' ના નામે જઘન્ય અપરાધને અંજામ આપવા માટે તેના મગજમાં 'રોબોટ'ની જેમ વાતો ભરવામાં આવી હતી અને તે નાની ઉંમરનો હોવાથી તે ફાંસીની સજાનો હકદાર નથી.
18 ઑક્ટોબર 2012 : હાઇકોર્ટે મહારાષ્ટ્ર સરકારની અપીલ વિચારણા હેઠળ રાખી, જેમાં મુંબઇ હુમલાના અજમલ કસાબના સહ આરોપીઓ ફહીમ અંસારી અને અબાઉદ્દીન અહમદને નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો.
31 જાન્યુઆરી 2012 : અજમલ કસાબે હાઇકોર્ટમાં કહ્યું કે તેના વિરૂદ્ધના કેસમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે સુનાવણી થઇ નથી.
23 ફેબ્રુઆરી 2012 : હાઇકોર્ટમાં મુંબઇ હુમલાના ષટયંત્રકારીઓ અન તેમના પાકિસ્તાની આકાશોની વાતચીતના અંશ સંભળાવવામાં આવ્યા અને નરસંહારના સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવ્યા.
25 એપ્રિલ 2012 : હાઇકોર્ટે અઢી માસથી ચાલી રહેલી મેરાથન સુનાવણી બાદ પોતાના નિર્ણયને સુરક્ષિત રાખ્યો.
29 એપ્રિલ 2012 : હાઇકોર્ટે અજમલ કસાબની ફાંસીની સજા તથા આ કેસના બે કથિત ભારતીયો સહ આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા.
16 ઑક્ટોબર 2012 : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિને કસાબની દયાની અરજીને નકારી કાઢવાની ભલામણ કરી.
05 નવેમ્બર 2012 : રાષ્ટ્રપતિએ કસાબની દયાની અરજીને ફગાવી કાઢી.
08 નવેમ્બર 2012 : મહારાષ્ટ્ર સરકારે રાષ્ટ્રપતિના નિર્ણયની સૂચના મળી.
21 નવેમ્બર 2012 : કસાબને પુણે સ્થિત યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
